ઈતિહાસ ની ધૂળ માં ઢંકાઈ ગયલો ઈડરીયોગઢ આજ પણ પડછમ ઉભો ઉભો આભલે ચણેલી રિસાયેલી રાણી ની ઓરડી ને જોઈ કાળજે ટાઢક અનુભવે છે. રેત અને ચુના માં ઊભી આ ઈમારતની રચના જોઈ હાલના બુદ્ધિશાળી ઈજનેરો પણ દાંત વચ્ચે આંગળી નાખી દે એવી છે.
ઈડરીયાગઢ ની મુલાકાત દરમિયાન મે સાંભળેલી થોડી લોકવાયકા તમારી સમક્ષ રજુ કરું છું.
ઈડરનાં રાજા દોલત સિહ પ્રકૃતિ વચ્ચે રહેવાના શોખીન હતાં. માટે ખરી કારીગરાય જાણતાં હોય એવા કારીગરોને બોલાવી ઈડરીયાગઢ નું નિર્માણ કરાવ્યું હતું. ગઢ નાં બાંધકામ માં રોચક વાત એ છે કે એમા સૌવુથી વધારે બારી બારણાં છે.
એક વખતે આથમતાં સુરજ નાં સથવારે રાજા દોલત સિહ પથ્થર ની ટૂંક પર ઉભા હતાં. મજબૂત પાઘડી ની પક્કડ થી અળગા થઈ અમુક વાળ હવામાં ફરફરાટ કરી રહ્યાં હતાં. હાથ માં શોભીત મોતી જડીત કવચ માં છુપાયેલી તર વાર ની મુઠ રાજાની આંગળી માં પહેરેલી સોનાની વીંટીઓ વચ્ચે ખનખનાટ કરી રહી હતી. મૂછો ના મારગ માં ન આવતો દાઢિ નો એકપણ વાળ રાજવીની મરદાનગી ની ટેક બની રહ્યો હતો. દોલત સિહ ના મોઢે ચમકી રહેલું તેજ સુર્ય નાં છીછરા કિરણો ની હાજરી થી એમની યૂવાનતાં માં અતિરેક કરી રહ્યુ હતુ. પથ્થર ની ટૂંક પર ઊભેલા રાજવી ની વાત સાંભળી રહેલા દરેક સિ પાહીઓનાં મોઢા નીચે પથ્થર વચ્ચે પ્રાણ શોધી રહ્યાં હતાં. હવાની લહેર ને ચીરી પાડતાં અવાજ સાથે રાજા દોલત સિહ બોલ્યા.
” કોણ છે એ આ જન્મ માં મારા હાથે એનાં ભાગ્ય ને ભૂંડુ કરનારો જાવો એણે શોધી લાવો..”
” જી માહરાજ…” કહી સિપાહીઓ શોધખોળ માં ચાલ્યા.
રાજવી ની આ સુચના ગઢની જમણી કોર બનાવેલા બગીચામાં ઉગતા ફૂલો ની રોજ ચોરી કરનાર ની હતી. રોજ ઉગતા ફૂલો ને ચોરી જનાર પર આજે રાજા નો ક્રોધ સંધ્યા નાં ટાણે ભભકી ઉઠ્યો હતો. આખી રાત પહાડો નાં પોલાણ માં શોધખોળ ચલાવતી સેના ને ઊગી પ્રભાતે કંઈ પણ હાથ ન લાગ્યું.
પ્રભાત માં પીરસાતાં પહેલા કિરણો મહેલ નાં બારી બારણા નાં રંગબેરંગી કાચ પર પડતાં આખો મહેલ હોળીના તહેવાર જેવો રંગીનબની ગયો હતો. મહેલનાં હરેક બારણાં માં અથડા તું કિરણ અંતે એનાં પ્રાંગણ માં આવી આખા મહેલ ને બશેર અભિમાન ચડાવતૂ હતુ.
મહેલ ની છત પર સવાર સવાર માં કસરત કરી રહેલાં રાજા દોલત સિંહ ની કાયા પહાડ નાં સૌથી બલિષ્ઠ પથ્થર સમી લાગી રહી હતી. એક પગ ને વાળી બીજા પગ ને સીધો કરી ખેંચાય એટલાં હાથ અધ્ધર કરી રાજવી પોતાની કાયા ને હળહળી રહ્યાં હતાં. ભેખડો વચ્ચેથી ઊગી રહેલાં સુરજ નું તેજ દોલત સિહની કાયા પર પડી એનાં હરેક સ્નાયુ ઓ ને મજબૂતાઈ આપવા મથી રહ્યુ હતુ.
ભીની સવાર માં પરસેવાથી નાહીં ઊભેલા રાજવી ની નજર બગીચા તરફ પડી. એક આધેડ વય ની સ્ત્રી રૂપાળી કાયાની ધણી બગીચા માં જાણે મંદર નાં ફુલ ઉગ્યા હોય એમ પૂરા આદર્શ સાથે એ ફુલ ને સ્પર્શી એણે તોડી રહી હતી. એની કમ્મરની પાતળાઈ એટલી હતી કે નાલપસવું હોય તોય એકવારતો ખરો મરદ પણ લપસી જાય. એનાં લાંબા કેશ બરોબર એ રીતે ગુંથાય હતાં કે એણે જોઈ એવું લાગે જાણે કાળિયો નાગ એનાં મસ્તક નું રક્ષણ માટે ન લટક્યો હોય. એનાં ચહેરા પર નું શાંતીપ્રત આવરણ બગીચામાં ખીલેલા ફૂલો નો મર્મ સમજાવતું હતું. એનાં ઉદાર ની તુલના માં એનાં બન્ને થાન નો ઉભરાટ એટલો હતો કે એણે જકડી રાખનાર વસ્ત્ર માંથી પહાડ ની ખિણ ભલભલા ને ડુબાડીદે.
કાયાની આ સુંદરતા માં મંત્રમગ્ન બની જોઈ રહેલા રાજવી અંદરો અંદર દિલગાર બની બેઠા હતાં. એમની આયુ ની તુલનામાં આ સ્ત્રી ચોક્કસ સવાઈ હતી પણ એની મોહકતાં સામે ઉમર ને કંઈ લેવાદેવા નોઁહતૂ.
ફૂલો ની ચોરી ને રંગેહાથ પકડવા રાજા નિત્ય સવારે કસરત કરવા ઉપર તો આવે પણ પેલી કન્યા ને જોઈ વિચાર મોડી વળતો હતો. પણ રાજની રાણી એ રાજવી નું આ કાયમનું ગેર કૃત્ય ન સહેવાતા રાજાનાં મહેલ થી બે ગજ ઉંચી ટેકરી પર રાણી એ એક નયનરમ્ય ઓરડો બનાવરાવ્યો. ત્યાં મુકેલી બારી બારી માંથી દોલત ભવનની છત પર કરસત કરતાં રાજવી અચૂક નજર પડતાં હતાં. રાણી રિસાઈ ને ત્યાં જઈ સ્થિત થઈ ગયાં. રાજવી ને ખબર પડતાંજ પોતાની જાતને સભાન અવસ્થા માં લાવતાં પેલી આધેડ સ્ત્રી નો ચોટલો પોતાની મજબૂત બાહુબલ વડે પકડી લીધો.
પકડવાની સાથે જ પેલી કન્યા જાણે આ સમય ની રાહ જોતી હોય એમ એજ ક્ષણે પહાડ ચીરાય અને વાદળ અથડાય એવા પ્રચંડ આવાજ સાથે રાજવીને પાતાળ ભેગા લઈ ગઈ. એવું કહેવાય છે કે એ વિ ષ કન્યા હતી. રીસાયેલી રાણી ત્યાં ને ત્યાંજ ડૂબતા સૂરજ ની સાથે સાથે લોપ થઈ ગઈ. રાજવી નાં મહેલ માં જે પણ ખજાનો હતો એ ઓરડા નાં દ્વાર સદાય માટે બંધ થઈ ગયા હતાં આજ પણ એ દ્વાર બંધ છે. આજની પેઢીએ ગણા પ્રયાસો કર્યા છે. પણ સફળતા મળી નથી. એવું કહેવાય છે કે ગણા લોકોએ દરવાજો તોડવાનો પ્રયાસ કાર્યો પણ એ દ્વાર પથ્થર ની શિલા બની ગયો છે.
રાણી એ બનાવેલી એ ઓરડી આજે પણ છે. ત્યાંથી દેખાતા દોલત ભવનની છત મંત્રમગ્ન કરીદે એવી છે. મહેલની રચના અને લોકવાયકા પણ હ્રદય ને સ્પર્શી જાય એવી છે.
આ લોક વાયકા કોય પણ જાતી ધર્મ અથવા સમજની લાગણીઓને ઠેસ પોચાડવા મે લખી નથી. જેની દરેક વાચક ભાઈ બહેનો ને ધ્યાનદોરવું.
મારી એક આજીજી છે આપ સર્વ ને કે આવા સ્થેળે તમે ફરવા જાવો ત્યારે એની ઈમારત પર તમારા પ્રેમ ની કલમ ના વાપરસો દેખરેખ ના કરીસકો પણ એણે કલંકીત ના કરસો.
આભાર
– રશ્મિન પ્રજાપતિ. (અમર કથાઓ ગ્રુપ)