ગાય માતાની ચાર ઓળખ : (૧) કામધેનુ (૨) કપિલા (૩) સુરભિ (૪) કવલી.
(૧) કામધેનુ : કામ અટલે ઇચ્છા અને ધેનુ અટલે ગાય જે તમામ ઇચ્છા પુર્ણ કરનારી હોય તેવી ગાયને કામધેનુ ગાય કહેવામા આવે છે. કામધેનુ એટલે મનવાછિત ફળ આપનારી ઉત્તમગુણ સંપન ગાય. પુરાણ કથા પ્રમાણે ૧૪ રત્નો નિકળ્યા તેમાનુ એક રત્ન એટલે કામધેનુ ગાય.
(૨) કપિલા : મુખ્ય બે પ્રકારની કપિલા ગાય છે. (૧) સુવર્ણ કપિલા (૨) શ્યામ કપિલા. જે ગાયનો રંગ સોના જેવો ચમકતો સોનેરી હોય તે ગાયને સુવર્ણ કપિલા કહેવામા આવે છે. ગીર ગાયમાં સુવર્ણ કપિલાનુ સોનેરી મોઢુ, સોનેરી આંખો, પીંગળુ પૂછડુ અને આરસ જેવા શીંગ અને ખરી હોય છે.
(૩) સુરભિ : સુર એટલે દેવ, જેમા દૈવી ગુણો છે તે સુરાભિ ગાય. સામાન્ય રીતે કવલી, કપિલા અને કામધેનુ સિવાયની સારી ગાયો સુરભિ ગણાય છે.
(૪) કવલી : જે ગાય વાછરુંને જન્મ આપ્યા વગર જ સીધુ દૂધ આપવાનુ શરુ કરી દે છે તેવી ગાયને કવલી ગાય કહે છે. હજારો ગાયોમાં આવો એકાદ કિસ્સો જન્મે છે. કવલી ગાય વર્ષો સુધી એમજ દૂધ આપ્યા કરે છે. કવલી ગાય આજીવન ગરમીમાં આવતી નથી, ગાભણ થતી નથી કે બચ્ચાને જન્મ આપતી નથી..
સાંજ આહીરના જય મરલીધર.
– સાભાર હઠીલી આહિરાણી (અમર કથાઓ ગ્રુપ)