જો સપનામાં દેખાય કાળી બિલાડી અથવા ગીધ તો જીવનમાં આવી શકે છે મોટું શુકન-અપશુકન, જાણો વિસ્તારથી

0
179

જો તમને આવું સપનું દેખાય તો સતર્ક થઇ જવું, નહીંતર ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

કેટલાક સપના ખૂબ જ શુભ માનવામાં આવે છે, તો કેટલાક અશુભ. સ્વપ્ન જ્યોતિષમાં સપના સાથે જોડાયેલા શુભ અને અશુભ પરિણામોનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. સ્વપ્ન શાસ્ત્રમાં કેટલાક એવા સપના વિષે જણાવવામાં આવ્યું છે, જે સ્વાસ્થ્ય અને ધન માટે સારા નથી માનવામાં આવતા. એટલે કે જો આવા સપના જોવામાં આવે તો સ્વાસ્થ્ય અને પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આ અપશુકનથી સંબંધિત ઉપાયો પણ સ્વપ્ન શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો સરળ પણ છે. એવા સપના અને ઉપાયો વિશે વધુ જાણો.

1) જો તમે તમારા સપનામાં કાળી બિલાડી જુઓ તો :

હિન્દુ ધર્મમાં કાળી બિલાડી સાથે ઘણી માન્યતાઓ જોડાયેલી છે. કાળી બિલાડી દ્વારા રસ્તો કાપવો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. તેવી જ રીતે જો સપનામાં કાળી બિલાડી દેખાય તો તેને અશુભ માનવામાં આવે છે. આ કંઈક અપ્રિય હોવાનો સંકેત હોઈ શકે છે. જો આવું થાય તો ભવિષ્યમાં તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈપણ સભ્યનું સ્વાસ્થ્ય બગડી શકે છે અથવા ધનહાનિ થવાની શક્યતા બની શકે છે.

ઉપાય : જો કોઈ વ્યક્તિ સપનામાં કાળી બિલાડી જુએ, તો તે વ્યક્તિએ શિવલિંગ પર જળનો અભિષેક કરવો જોઈએ. અભિષેક કરતી વખતે, તમારે ‘ૐ નમઃ શિવાય’ નો જાપ પણ કરવો જોઈએ.

2) પ્રાણીઓનું ટોળું જોવું :

સ્વપ્ન શાસ્ત્ર પ્રમાણે સપનામાં અનેક પ્રાણીઓને એકસાથે જોવું સ્વાસ્થ્ય માટે સારું નથી. આ એક મોટી મુશીબત સૂચવે છે. આવા લોકોએ પોતાના સ્વાસ્થ્યને લઈને અગાઉથી સતર્ક રહેવું જોઈએ, નહીંતર તેમનું સ્વાસ્થ્ય અચાનક બગડી શકે છે અને તેમણે ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

ઉપાય : અશુભ પ્રભાવથી બચવા માટે કોઈ ગરીબ વ્યક્તિને કપડાં અને ભોજનનું દાન કરો.

3) સપનામાં ગીધ જોવા :

ગીધ એક માંસાહારી પક્ષી છે. તેને સ્વપ્નમાં જોવું એ ભવિષ્યમાં થનારી અશુભ ઘટનાઓનો સંકેત છે. જે વ્યક્તિ સપનામાં ગીધને જુએ છે, તેના પરિવાર પર કોઈ આફત આવી શકે છે અથવા પરિવારનું કોઈ સભ્ય અકસ્માતનો શિ-કા-ર બની શકે છે. અથવા તો તેના પોતાના કે પરિવારના કોઈ સભ્યના અ-કા-ળે મ-રૂ-ત્યુની શક્યતા પણ હોઈ શકે છે.

ઉપાય : અકાળ મ-રૂ-ત્યુથી બચવા માટે વ્યક્તિએ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જોઈએ અથવા યોગ્ય પંડિત પાસેથી કરાવવો જોઈએ.

(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી લોક માન્યતાઓ પર આધારિત છે. તેનું કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. તેને સામાન્ય જનરૂચીને ધ્યાનમાં રાખીને અહીં રાજુ કરી છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.