“વૃદ્ધાશ્રમ” : જો દરેક વ્યક્તિ આ લઘુકથાનો ભાવાર્થ સમજી લે તો વૃદ્ધાશ્રમની ક્યારેય જરૂર નહિ પડે.

0
769

શિયાળાની કડકડતી ઠંડીમાં સુમસામ રોડ પર બીઆરવી હોન્ડા કારમાં નિરંજન ચુપચાપ ડ્રાઇ કરી રહ્યો છે. “પપ્પા તમે કહેતા હતા,કે દાદા નજીકમાં જ આરામ કરવા આશ્રમમાં થોડા સમય માટે ગયાછે. તો એ આશ્રમ ક્યારે આવશે? બેટા વંશજ આ સામે દેખાય છે એજ આશ્રમ, એમને ધરે આવવા જીદ ના કરતો, તે આરામ કરવા આવ્યા છે. એમને આરામથી રહેવા દેજે, નહીં તો તારી મમ્મી નિશા તારા ઉપર ગુસ્સે થશે, સમજી ગયો. “હા પપ્પા”

એટલામાં વૃધ્ધાશ્રમ આવીજાય છે. આશ્રમમાં દસ વીસ,ધરડા વૃધ્ધો,એક ગાડૅનમાં ધણા ફરતા હોય છે. નિરંજન વંશજને લઈને એના પપ્પા આનંદ ચટ્ટોપ્રાધ્યાય ક્યાંય દેખાતા નથી, તેમને શોધી રહ્યો છે. “વંશજ કહે, પપ્પા દાદા ક્યાંય દેખાતા નથી, બેટા આટલામાં જ હશે.” ત્યાં આશ્રમના મેનેજર રાધેશ્યામ આવે છે. તેમને જોઇ, “આનંદ ચટ્ટોપ્રાધ્યાય ક્યાં છે?”

પેલા આરામ ખુરશીમાં બેઠા દેખાય છે. એ હંમેશા ખયાલોની દુનિયામાં ખોવાયેલા જિંદગીના દિવસો પસાર કરે છે. એટલે મારૂં માનો તો આનંદ બાબુને તમારા ધરના માહોલમાં પરત લઈ જાશો તો, આ મેનેજર રાધેશ્યામને યાદ કરશો, બાકી તમારી મરજી પ્રમાણે કરજો, મારી ફરજ પ્રમાણે કહ્યું. આશ્રમ બધા નિરિધારનો બસ એક જ આશરો એટલે વૃધ્ધાશ્રમ, ચાલો નિરંજન સાહેબ આપના પિતાજીને મલી લો, પછી વિચાર કરીજો જો, મારે ઓફિસમાં જવાનો ટાઇમ થઈ ગયો.”

નાનો વંશજ બધું સમજી જાય છે. બિચારો વંશજ એના પપ્પાને જોયા જ કરે છે. તેના પપ્પા તેની આંગળી પકડી એના દાદા પાસે જાય છે. એના દાદાને એહસાસ થઇ જાય છે. આવી ગયો બેટા, આ વંશજના કારણે આ ગરીબ ખાનામાં આવવું પડ્યું? ક્યાં છે મારો દિલનો સિતારો, મારો લાડકવાયો વંશજ. વંશજ એના દાદાને ગળે બાજી પડે છે. “દાદા તમને જોવા આવ્યો છું, અને સાથે તમને મારી સાથે લઈ જવા, તમારા આ ગરીબ ખાનામાંથી આવ્યો છું. તમારા લાડલા દિકરા વંશજનું આટલું માન નહીં રાખો?”

બેટા, વંશજ તારી મમ્મી નિશાને પહેલા પુછીને આવ્યો છે? અને તારા પપ્પા નિરંજનને પુછ તો ખરો. પપ્પા આપણે દાદાને લઈ લો ને? બેટા કાલે આપણે તારી મમ્મી સાથે, તારા દાદાને આપણા જોડે લઈ લઈશું, પ્રોમિસ. પપ્પા કાલે તમને લઈ જઇશ.” આનંદ ચટ્ટોપ્રાધ્યાય તેના લાડકા વંશજના માથે હાથ ફેરવે છે “બેટા વંશજ આપણે કાલે આવીશું.” આનંદ મુજમાં હસે છે .નિરંજન વંશજને લઈ ચાલ્યો જાય છે.

પૃર્વીના કિરણોના ઉજાલામાં, આનંદ ચટ્ટોપ્રાધ્યાય જાગી જાય છે. આશાના વિચારોમાં આમતેમ નિહાળી રહ્યા છે. તેમને પોતાના દિકરા નિરંજન પર પુરતો વિશ્વાસ છે, એ જરૂરથી, અને કદાચ વંશજને લઈને જરૂર આવશે. પણ કોઈ આવ્યું નહીં, આનંદચટ્ટોપ્રાધ્યાય આશા અને નિરાશાના વાદળોના સામે એક નજરથી જોયા જ કર છે. ધીરેધીરે દિવસ આથમવાની શરૂઆત થાય છે ને સંધ્યાની પધરામણી થવા લાગે છે.

સમયનુ ચક્ર ફેરફુદરડીની માફક ફરયા કરવાથી, એક માસ પતી જાય છે. અને નિરંજન ચટ્ટોપ્રાધ્યાય ઉપર, વૃધ્ધાશ્રમ માંથી સમાચાર આવે છે “નિરંજન ભાઇ તમારા પિતા આનંદ ચટ્ટોપ્રાધ્યાયને આખરી વખત એક નજર જોવા આવશો એવી આશા રાખું છું. આશ્રમ પર આવી જશો, ફકત બે ચાર કલાકના મહેમાન છે. હવે તો એમના પર દયા ખાવ. ફોન કટ થાય છે.

નિરંજન તુંરંત આશ્રમ પર જવા રવાના થાય છે ને થોડા ટાઇમમાં તે આશ્રમ પહોંચી જાય છે. અને તેના પિતા આનંદ ચટ્ટોપ્રાધ્યાયની સમક્ષ હાજર થઈ જાય છે. “આવી ગયો દિકરા, તને એક નજર જોવાની મારા આતમમાં તમન્ના હતી.” અને તેમની આંખ કાયમ માટે મીંચાઈ જાય છે. તેમની આંખોમાં આંસુ આવેલા હોય છે. નિરંજન પોક મૂકીને તેમની છાતી પર માથું મૂકીને ખૂબ રડે છે. મેનેજર રાધેશ્યામ નિરંજનને શાંત્વના આપી, આશ્રમના દરેક વૃધ્ધની આંખોમાં આંસુ આવી જાય છે. બધા સાથે મલીને વૃધ્ધાશ્રમ નજીક જ આનંદ ચટ્ટોપ્રાધ્યાયના પૉથિવ દેહને નિરંજનના હાથે અગ્નિ અપાવે છે. બધા આશ્રમ પર જાય છે. “નિરંજન ભાઇ તમે ખૂબ મોડા જાગ્યા, કંઈ વાંધો નહીં.” નિરંજન ધર તરફ રવાના થાય છે.

દુનિયામાં માનવી આટલો સ્વાર્થી કેવી રીતે થઈ જાય છે. નિરંજન ધરે જઇ સ્નાન કરે છે. જેવો સ્નાન કરી બાથરૂમ માંથી બહાર નીકળે છે. “અત્યારે કોના નામનું સ્નાન કરવું પડ્યું?” તારે સાંભરવું છે, તારા પાપે મારા બાપનું સ્નાન કરી નાખ્યું. કંઈ વાંધો નહીં એટલી ચિંતા હોશી. આમ એ તે ક્યારે, મારા બાપની ચિંતા કરી હોય.”

આ બધી વાતો સાંભળી, આટલી નાની ઉંમરે વંશજની આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી, પણ એ કંઈ કહીં શકતો નથી અને એનાથી ન રહે વાયું એટલે એની મમ્મી પાસે જઇ, મમ્મી તે મારા દાદાનું જીવનનું અંધારું સદાય માટે કરી નાખ્યું, પણ તમને સમય આવે સમજાશે, એ અંધકાર તમારા જીવનમાં કદાચ ના કરી નાખે, એનો ખ્યાલ તમે કદાપી ન રાખ્યો, બહું બોલતો થઈ ગયો છે.

બધા જતાં રહેતા નિશા વિચારમાં પડી જાય છે. આજે જે થયું એ સારું થયું કે ખરાબ થયું, એની ખબર ના પડી. સમયનું ચક્ર ફેરફુદરડીની માફક ફયૉ કરતા વીસ વરસનો સમય ક્યાં ચાલ્યો ગયો, એ નિરંજનને ખબર ના પડી. પણ વંશજને એક એક દિવસ કેવી રીતે ગુજારયો, એ ભુતકાળને ભુલી ના શક્યો. એના લગ્ન એની ફેન્ડ સિતા ચોધરી જોડે થઈ ગયા. એ સુખેથી પાંચ વરસ પસાર થવા દીધા.

એક દિવસ વંશજ નિજની અધૉગની સિતાને કહે છે. “આજે મારે તમને ભુતકાળમાં બનેલા એક સત્ય ઘટનાની વાત કરવી છે. વંશજ તેના દાદા આનંદ ચટ્ટોપ્રાધ્યાયની સારી કહાની જણાવે છે. તેની માતા થઈ તેના દાદા પર થયેલાઅ તયા ચાર એના રૂદિયા માંથી આજે પણ ભુસાતું નથી, માટે જે પણ પગલું ભરૂ તો તમે ખોટુંન લગાડતા.

વંશજ મને તમારા ઉપર પૃણૅ વિશ્વાસ છે. વંશજે સવૅ પ્રથમ બધો કારોબાર પોતાના હસ્તક કરી લીધો. ત્યાર બાદ અચાનક એક દિવસે, તેના મમ્મીપપ્પાને એજ બીઆરવી હોન્ડા કારમાં બેસાડી એજ વૃધ્ધાશ્રમમાં લઈ જાય છે. “મમ્મીપપ્પા આ જગ્યા તો તમને યાદ હશે? પણ બેટા વંશજ અમને શા માટે અહીંયા શા માટે લઇને આવ્યો છે. મમ્મી પપ્પા તમને કાયમ માટે અહીંયા રહેવા લાવ્યો છે. એની દિકરા વંશજ અમને શા માટે સજા? મમ્મી મારા દાદાનો શોગુ નોહતો કે મ રતા સુધી તમે મારા પપ્પા અને મને એમને મલવા ના દીધું.” એની મમ્મી ખૂબ જ રડે છે, પણ આજે વંશજને કંઈ દયા આવતી નથી.

તે વૃધ્ધાશ્રમના માણસોને એને મમ્મી પપ્પાને સોપી તે વૃધ્ધાશ્રમની ઓફિસમાં જાય છે. અહીંયાના મેનેજર રાધેશ્યામ નથી, હું તેમનો દિકરો સિતારામ છું, બોલો શું કામ છે? મારે મારા મમ્મી પપ્પાને વૃધ્ધાશ્રમમાં મુકવા છે. આ વૃધ્ધાશ્રમ નિરાધારોનો આધાર છે. અહીંયા તમારા પપ્પાને અને બાજુમાં લેડીઝ વિભાગમાં તમારી મમ્મીને પણ એમની ખબર અંતર પુછતાં રહેશો, એવી આશા રાખું છું. તમે નિરંજન ચટ્ટોપ્રાધ્યાય જેવું ના કરતાં

સમજી ગયો પણ એવી ભુલ હું કરું એવો નથી, મારૂં નામ વંશજ ચટ્ટોપ્રાધ્યાય છે. હું ફકત એમને સબક શિખવાડવા લાવ્યો છું. હું તમારી બધી વાત સમજી ગયો મિ. વંશજ ચટ્ટોપ્રાધ્યાય. ફોર્મ ભરી વંશજ એના મમ્મી પપ્પાને મુકી ચાલ્યો જાય છે. ખરેખર આ વૃધ્ધાશ્રમ સવૅ નિરાધારનો આધાર છે. આજના માનવી સમજી જાય તો ધણું સારું.

આ દુનિયામાં દરેક પુત્ર ને પુત્રવધુ એક દિવસ તો દાદાદાદી બનવાના, આટલું સમજી જાય તો સોનેરી સૂરજ ઉગે.

“રાગી”

– સાભાર વિનોદ વર્મા (અમર કથાઓ ગ્રુપ)