જોરદાર બ્રેકના અવાજ સાથે વૃદ્ધાશ્રમની સામે એક કાર આવીને ઉભી રહી.
પચીસેક વર્ષની સ્ત્રી દોડતી આવે છે.
શાંતા બા… શાંતા બા… કોઇએ આંગળી સીંધી રૂમ બતાવ્યો.
શાંતા બા… શાંતા બા… રાડો પાડતી ખુણામા સુતેલ એક બીમાર માજીના પલંગ સુધી પહોચે ત્યા આંખ છલકાય જાય છે.
શાંતા બા… હુ રાધા…
બીમારીના લીધે સુકાઈ ગયેલા ઝાડની ડાયખી જેવા શરીરવાળા માજી આંખો ખોલે છે… કોણ?
બા હું રાધા મને ઓળખી? રમણ કાકાની દીકરી. મારા માતા-પીતાના ગયા પછી તમેજ તો મને મોટી કરી અને તમેજ તો મારું કન્યાદાન કર્યુ.
માજી કશુ બોલી શકતા નથી. આખમાંથી અશ્રુ સરી પડે છે.
બા હું ઘરે ગઈ હતી ત્યારે ખબર પડી તમે અહ્યા …
બા હું તમને લેવા આવી છું.
માજી કશુ બોલી શકતા નથી એક નજરથી જોયા કરે છે.
આંખમાંથી અશ્રુ શરુ જ છે પણ અંતરમાં આનંદ પણ છે. આખરે કોઈ તો છે પોતાનું.
રાધા આશ્રમના જરુરી કાગળોની કાર્યવાહી પતાવી માજીને લઈ ચાલતી થાય છે.
માજી આશ્રમના વૃદ્ધોને છેલ્લા જય શ્રી કૃષ્ણ કરી આગળ વધે છે.
પાછળ ઉભેલા એક વૃદ્ધ માજી નીસાસો નાખતા કહે છે “મારે પણ એક દીકરી હોત તો”.
– સાભાર વિશાલ સોજીત્રા (અમર કથાઓ ગ્રુપ)