જો તમારી રાશિ છે કુંભ તો જાણો વર્ષ 2022 તમારા માટે શું લઈને આવ્યું છે, વાંચો વાર્ષિક શનિ રાશિફળ.

0
536

કુંભ રાશિનું વાર્ષિક શનિ રાશિફળ : શનિની દૃષ્ટિને કારણે ખાવા પડશે કોર્ટ કચેરીના ધક્કા.

શનિ ચાલીસામાં શનિદેવના 7 વાહનો વિષે જણાવવામાં આવ્યું છે. તે ઉપરાંત શનિદેવના બીજા વાહન પણ છે. શનિદેવ જે વાહન ઉપર સવાર થઈને કોઈ રાશિમાં જાય છે, તો તે વાહન મુજબ જ તે રાશિ વાળાને ફળ પ્રાપ્ત થાય છે. જ્યોતિષીઓ મુજબ નક્ષત્ર, વાર અને તિથીની ગણતરી કરી શનિના વાહન વિષે જાણી શકાય છે. શનિદેવના વાહનોની જાણકારી આ મુજબ છે.

वाहन प्रभु के सात सुजाना। दिग्गज, गर्दभ, मृग, अरुस्वाना।।

जम्बुक, सिंह आदि नखधारी। सो फल ज्योतिष कहत पुकारी।।

અર્થાત – શનિદેવના સાત વાહન છે – હાથી, ગધેડો, હરણ, કુતરો, શિયાળ, સિંહ, અને ગિદ્ધ. તે ઉપરાંત કાગડો અને હંસને પણ તેમનું વાહન માનવામાં આવે છે. આગળ જાણો વર્ષ 2022 માં શનિ ગ્રહ કુંભ રાશિ ઉપર કેવી અસર કરશે.

કુંભ રાશિ : આ વર્ષે શનિ તમારી રાશિમાં તથા રાશિ માંથી બીજા સ્થાન ઉપર ચલાયમાન રહેશે. શનિની સાડાસાતી આ રાશિના લોકો ઉપર જળવાઈ રહેલી છે, જેને લઈને પ્રવાસ વધુ કરવો પડશે. આ વર્ષે તમારા સંતાનના શિક્ષણ કે લગ્ન માટે દેવું કરવું પડશે. આ દેવું ધીમે ધીમે તમે ચૂકવી પણ દેશો. હેલ્થને લઈને સાવચેતી તમારે આ વર્ષે રાખવી પડશે.

અનૈતિક કામોથી દુર રહો તો સારું રહેશે. નહિ તો કોર્ટ કચેરીના ધક્કા ખાવા પડશે. તમાકુ, દારૂ વગેરે વસ્તુના સેવનથી દુર રહો. કોઈ વિશેષ કામ કરવાની ઈચ્છા તમારા મનમાં આવશે, તેના માટે તમે ખાસ પ્રયત્ન પણ કરશો તેમ છતાં પણ સફળ નહિ થઇ શકો. કોઈને કોઈ કારણ મનમાં ખાલીપણું ઉભું કરશે. તમે તમારી ક્ષમતા મુજબ કાર્ય આ વર્ષે નહી કરી શકો.

ઉપાય :

(1) કોઈ જરૂરી કામ કે પ્રવાસ ઉપર જતી વખતે શમીને પ્રણામ કરીને નીકળવું શુભ ફળદાયક રહે છે. એમ કરવાથી કામમાં આવનારી અડચણો દુર થાય છે અને સફળતાની સંભાવના વધે છે. શમીને શનિદેવ સાથે સંબંધિત વૃક્ષ જ માનવામાં આવે છે.

(2) દર શનિવારે સરસીયાના તેલમાં તમારો ચહેરો જોઈને દાન કરો.

(3) શનિના 12 નામના મંત્રોના જાપ કરો. કાળી વસ્તુ જેવી કે બુટ ચપ્પલ, કામળો વગેરેનું દાન કરો.

(4) શનિવારના રોજ માંસ-મદિરાનો ત્યાગ કરો અને કોઈ ગરીબ વ્યક્તિને પરેશાન ન કરો.

(5) દરેક શનિવારે ઉપવાસ રાખો અને સાંજે શનિદેવની પૂજા કર્યા પછી અડદની ખીચડી ખાવ.