આવા સંતાન હોય તો બાપને ચોકકસ તેના પર અભિમાન રહે, વાંચો અસલ જીવનની સ્ટોરી.

0
538

મારો દિકરો સાત વર્ષ નો હતો ને ત્યારે કોઈ ના ઘરમાં ડ્રોઈંગરૂમમાં સોફાસેટ કે બેડ રૂમમાં મેટ્રેસ ઉપર કૂદાકૂદ કરીને તોફાની ઉપદ્રવ નહોતો કરતો. અમે જયારે પણ કોઈને ત્યા પણ મહેમાન ગયા હોઈશું ને ત્યા કોઈ ધીરગંભીર માણસ ને પણ શરમાવે એવી રીતે એ શાંતિથી બેસતો.

અરે, કોઈના ઘરની વાત છોડો, અમારા પોતાના ઘરમાં પણ કોઈ દિવસ સિધ્ધુએ તોફાન કર્યુ હોય એવું મને યાદ નથી. અરે…. કોઈના ઘરની કોઈ વસ્તુને અડતો પણ નહિ! નાનપણ થી ગજબનું સ્ટેબલ માઈન્ડ છે એની પાસે. પછી તો ભાઈ, કોઈ સિધ્ધાર્થના Intellectual level સુધી નહિ પહોંચે ને; એટલે એમની પાસે સિધ્ધુની આલોચના કરવા સિવાય બીજો કયો રસ્તો બાકી રહે?

મને યાદ છે, શિક્ષણની બાબતમાં મેં કયારેય સિધ્ધાર્થની સહેજ પણ દયા નથી રાખી. કદાચ હું એક એટલો લાચાર બાપ હતો ને કે મારી પાસે ભણતર સિવાય બીજું કોઈ હથિ આર જ નહોતું. એકવાર સિધ્ધુથી ગણિતનો દાખલો ગણી નહિ શકાયો. બિચારો સાત વર્ષનો એક અબુધ બાળક, એની આંખોમાં મને ડર અને ભોળપણ દેખાતું નહોતું એવું પણ નહીં હતું. પણ માણસ પાસે અંતિમ તક બાકી રહે ને તો માણસ મરણિયો પ્રયાસ કરે જ!.

હા, ફકત એકવાર છોડીને મેં કયારેય સિધ્ધાર્થ નેમા ર્યોનથી. એટલે દાખલો નહિ ગણી શકયો એટલે મેં ગુસ્સામાં એનો કંપાસ પછાડીને તોડી નાંખ્યો. મને યાદ છે એ નિર્દોષ બાળક ડરી ગયો હતો, પણ ચૂપચાપ એ મારી સામે નજર મિલાવીને જોઈ રહ્યો હતો ને, એની એ હિંમત ની હું આજે દાદ આપું છું.

મારો ગુસ્સો ક્ષણિક જ હોય, બીજી જ મિનિટે મે બાઈક સ્ટાર્ટ કરી પહોંચી ગયો સીધો સ્ટેશનરી ની શોપ પર! લગભગ કંપાસ તૂટયાંની દસમી મિનિટે મેં એક તે સમયનો સ્ટાન્ડર્ડ કંપાસ બોક્ષ લઈને સિધ્ધુના હાથમાં મૂકી દીધો. સિધ્ધાર્થને કંઈ સમજાતું નહોતું કે તૂટેલા કંપાસનો શોક મનાવવો કે નવા કંપાસ બોક્ષની ખુશી મનાવવી.!

કંઈ કેટલીયે પેન્સિલ, બોલપેન વગેરે તૂટેલા; કેટલાં ઈરેઝર – શાર્પનર ફેંકવામાં આવેલા! પણ સિધ્ધાર્થ ને શારિરીક ઈજા નથી કરી.

સાતેક વર્ષ ની ઉંમરે સિધ્ધાર્થ ની માસી ના દિકરા સાથે મસ્તી કરવામાં સિધ્ધુ ના હોઠ પર ઈજા થતાં ફાટી ગયો હતો. મેં કહ્યું હતું કે “સિધ્ધુ, હવે તારો આ હોઠ તૂટી જશે. તો એ ગભરાઈ ગયો હતો. પછી ઝડપથી ક્લિનિક પહોંચી ને મેં જોયું તો કમનસીબે Aesthetics – જે તે ભાગને ‘બહેરો’ કરવાનું injection ની expire date વીતી ચૂકી હતી. તો મેં વિચાર્યું કે બીજું લેવા જવું પડશે.

પણ સિધ્ધાર્થ કહે “પપ્પા એમ જ ચાલશે, પણ જલદી ટાંકા લગાવો. હું without Anaesthesia sutures – stitches લેતો હતો; તો હેમું ને ચક્કર આવી ગયેલા પણ સિધ્ધુ સ્હેજ પણ હલયા વગર શાંતિ થી બેઠો હતો. ત્રણ stitches લીધા પછી સિધ્ધુને શાંતિ થઈ હતી અને ત્યાર પછી સામાન્ય મસ્તી કરવાનું પણ એણે માંડી વાળ્યું હતું!

પણ, નવા કંપાસ બોક્ષ ને જોઈને એ મારી સામું જોઈને કદાચ વિચારી રહયો હતો કે ગજબ નો બાપ છે ભાઈ! અને સિધ્ધાર્થ જયારે એ તૂટેલા કંપાસ ના ટૂકડાઓને ખૂબ જ કાળજીથી એક પ્લાસ્ટીકના કંટેનરમાં ભરી રહ્યો હતો ને ત્યારે હું પસ્તાયો તો હતો જ પણ મને એટલું પણ ભાન થયું હતું કે આ કોઈ સામાન્ય વ્યક્તિત્વ તો નથી જ!

અને સમય જતાં એ જ દાખલો મને પણ શરમાવે એટલો પધ્ધતિસર ગણી ને મને બતાવવા આવ્યો ને ત્યારે એની આંખો માં આત્મવિશ્વાસનું જે તેજ હતું ને તે હું જીરવી નહોતો શક્યો. પણ એ વાતનું અભિમાન કરતાં આજે મને જરાયે શરમ નથી લાગતી કે મારો દિકરો ગણિત નો એક્કો હતો જ !

આ બધું લખું છું ને એ મારા સિધ્ધુને સ્હેજ પણ પસંદ નથી. હું એની કોઈ વાત શેર કરું એ એને નથી ગમતું. સિધ્ધાર્થ મને કહેતો જ હોય છે કે પપ્પા, હું પણ એક સામાન્ય માણસ જ છું. હું એવો બધો મહાન નથી. સિધ્ધાર્થને હું એના વખાણ કરું એ ઠીક નથી લાગતું.

સિધ્ધાર્થ મને કહે છે; પપ્પા, આ સાયબરવર્લ્ડનું હું એક નાનકડું ટપકું – dot છું. ભલ ભલા સાયબર લેજન્ડ્સ આ દુનિયામાં પડેલા છે. અને, પણ ઘણાં કહે છે કે આવી અંગત વાતો મિડીયામાં શેર કેમ કરો છો? તો ભાઈ; મારી પાસે આનાથી વિશેષ બીજું છે શું? પણ હું તો એવું માનું કે દિકરાની પ્રગતિ પર અભિમાન ન કરે એ બાપ જ નકામો!

હું સિધ્ધુ ની સાથે ફરી એકવાર ભણ્યો છું. ફરી એક વાર મેં એની સાથે બેસીને કાર્ટુન, ફિલ્મ થી માંડીને એડવેન્ચર કે સાયન્સને લગતાં પ્રોગ્રામ ટેલિવિઝન પર જોયા છે. હા… હું એનો બાળપણનો મિત્ર પણ હતો; અને આજે પણ એનો મિત્ર જ છું.

સિધ્ધાર્થ ના જન્મતાની સાથે જ એને જોઈને મારાથી ભગવાનને એક રિકવેસ્ટ ફોરવર્ડ થઈ ગઈ કે – ” મારે સફળ નથી થવું….. પણ મારા દિકરાને એક સફળ વ્યક્તિ બનાવજે”. મારી એ પ્રાર્થના ફળી છે. એનું પ્રમાણ એ જ છે કે હું આજે એક સફળ વ્યક્તિ નથી. પણ, મને એનો ખૂબ જ આનંદ છે.

સિધ્ધાર્થ બાળપણથી જ વિચારોમાં ખોવાયેલો રહેતો. એને જોઈને મને થતું કે સિધ્ધુ એવું તો શું વિચારતો હશે? હજી પણ મને આનો જવાબ નથી મળ્યો.!

સિધ્ધાર્થને એક અજબ આદત હતી, હોમવર્ક કે રીડિંગ કરતી વખતે ટીવી સેટ ચાલુ હોવો જોઈએ. નહિતર એ લેશન કે વાંચન કરી જ નહીં શકે !! મને નવાઈ તો ત્યારે લાગતી જયારે સિધ્ધુ નો A+ ગ્રેડનો પ્રોગ્રેસ રિપોર્ટ મારા હાથમાં આવતો!

2-5 રુપિયાની ચોકલેટના બદલામા સિધ્ધુ પાસે ગણિતનું આખું પ્રકરણ ગણાવી લેતો.

હા, સિધ્ધાર્થ માં ભણવાનું પેશન હતું જ ! એ કાયમ કહેતો કે “પપ્પા, મારે બહું ભણવું છે.”

ચોથા ધોરણ માંથી પાંચમા ધોરણમાં આવ્યો ત્યારે પુસ્તકોની સંખ્યા વધી. તો સિધ્ધુ રાત્રે ૧૧ વાગ્યે મને ઉઠાડીને કહે કે, “પપ્પા, ચોપડાને પૂંઠા કયારે ચઢાવીશું?” “આ વખતે તો ‘બો’ બધાં ચોપડાં છે?”

ભણતરને લગતી બધી જ વસ્તુઓ સિધ્ધાર્થને ટીપટોપ જોઈતી. અને, કપડાં જે હોય તે ચાલે…

દસમા ધોરણમાં હતો ત્યારે એના વર્ગમાં એક ગરીબ- હેન્ડીકેપ છોકરો હતો. તો, સિધ્ધુ અને એના મિત્ર સંદિપ શાહ એ મળીને પોતાના પોકેટ મની માંથી પૈસા બચાવીને અને થોડા મમ્મી પાસેથી લઈને પુસ્તકો – સ્ટેશનરીનો સામાન ખરીદીને એ છોકરાના ઘરે જઈને આપી આવેલા.

દયાળુ ખરો…. એ દિવ્યાંગ છોકરો શાળામાં આવતો એટલે એની વ્હીલ ચેરને સિધ્ધુનો સહારો મળી જાય.

ફેબ્રુઆરી સુધીમાં ૧૦ માંનુ ૩ વખત રીવીઝન પુરું કર્યા પછી પુસ્તકો વ્યવસ્થિત ગોઠવીને મુકી દીધાં. મને કહેતો હવે નથી વાંચવાનો…. પછી, તો આવતી કાલે SSC નું ગણિતનું પેપર હોય અને આજે સાંજે ભેસ્તાન સ્થિત સોસાયટીમાં સાંજના ૪ થી ૭ ક્રિકેટ રમતો હોય ! …..

મમ્મી બોલે તો કહે…. તને ‘ટકા’ જ જોઈએ છે ને? મળી જશે.

૧ થી ૧૦ સુધી ભણ્યો તે દરમ્યાન દરેક ઉનાળાના વેકેશનમાં આગામી ધોરણનું આખું ગણિત ગણી નાખતો. એકવાર શુક્રવારે સાંજે મેં સિધ્ધુને કહયું કે તારા ગણિતના ૪-૫ પ્રકરણ બાકી છે. જો તું રવિવારે સાંજ સુધીમાં પુરું કરી આપે તો તને સોમવારે સવારે સાયકલ મળી જશે.

અને શનિવારે સવારે ૭ વાગ્યા નો જે સ્ટાર્ટ થયો તે એકધારો ઘરે અને મારી સાથે દવાખાનામાં આવીને ટેબલ પર બેસીને દાખલા ગણ્યા હતા…. તે દિવસે તેને તાવ હતો….અને રાત્રે ૮ વાગ્યે પુરું કરીને આપી દીધું હતું… અને…. મારે ફરજીયાતપણે સોમવારે સવારે સાયકલ ખરીદવી પડી હતી. ૫-૫ રુપિયા ની ચોકલેટ ના બદલામાં તો મેં મારા દવાખાના ના ટેબલ પર બેસાડીને કઈ કેટલાય ગણિતનાં પ્રકરણો ગણાવી નાખ્યા હતા.

૧૧ સાયન્સ માટે બોર્ડિંગ સ્કૂલમાં મૂકયો. ગમ્યું નહિ તો કહે “પપ્પા, મને લઈ જાવ… નથી રહેવું….” તો મેં કહ્યું , કે ઓકે આવતો રહે… પણ તારી ડ્રિમ કારને ભૂલીને પછી જ SLC લઈને બોર્ડિંગ સ્કૂલના કેમ્પસમાંથી બહાર આવજે…. અને, રાત્રે ૧૦ વાગ્યે પ્રિન્સિપાલ સરનો કોલ આવ્યો કે – ” સિધ્ધાર્થ કહે છે કે મને લેવા નહિ આવતાં…. હું રહીશ અને સારી રીતે ભણીશ….”

પછી તો અમારો એ જ્ઞાનયજ્ઞ અવિરત ચાલુ રહયો. હાયર સેકન્ડરી પુરું કરી ઈજનેરી કોલેજમાં પ્રવેશ મળતા ખુશ થયા.

એની મન પસંદ ફેકલ્ટીમાં એન્જીનીયરીંગ પુરું કર્યુ. વિદેશમાં અભ્યાસ માટે લાગતી વળગતી પરીક્ષા આપી. ઉત્તર અમેરિકા ખંડ ના દેશમાં એક સારી યુનિવર્સીટીમાં માસ્ટર્સ કર્યુ.

ત્યાની એક પ્રખ્યાત ફાઈનાન્સીયલ સર્વિસીસ આપતી બેંકમાં ઈન્ટર્નશીપ કરી, પછી કોન્ટ્રેક્ટ બેઝ પર અને પછી Technical Systems Analyst તરીકે ફૂલ ટાઈમ જોબ મળી. ત્યાંનું “કાયમી રહેવાસી” તરીકે નું સ્ટેટસ મેળવ્યું.

માણસને સુખી થવા માટે વધારે માં વધારે કેટલી ધન સંપત્તિ જોઈએ?

જીંદગીને જીવવાની હોય…. કોઈ ને બતાવવા માટે પૈસા કે કિર્તી માટે આંધળી દોટ મૂકવાની નહિ હોય.

હવે પ્રશ્ન એક જ છે કે શું કાયમી ધોરણે ટકી જશે?

માણસનું જ્ઞાન, ભણતર, નિપૂણતા કે પછી, પૈસો, સંપત્તિ, જમીન – પ્રોપર્ટી?

હા, મારા દિકરા ઉપર હું અભિમાન કેમ નહિ કરું? મારો દિકરો શુદ્ધ શાકાહારી છે. ન શાખોરી નથી કરતો. મારો દિકરો એક શાંત, સૌમ્ય, મિલનસાર અને ઉદાર વ્યક્તિત્વનો માલિક છે. મારા દિકરાનુ હાલ નું સ્ટેટ્સ ઘણાં બધાં યુવાનો માટે એક સ્વપ્ન હશે એવું કદાચ બની શકે.

मच्चित्ता मद्गतप्राणा बोधयन्तः परस्परम्।

कथयन्तश्च मां नित्यं तुष्यन्ति च रमन्ति च।।

– હર્ષદસિહ ઠાકોરના જય માતાજી. (અમર કથાઓ ગ્રુપ)