આ 3 ને ભૂલથી પણ બીજાના ભરોસે નહિ રાખવી જોઈએ, નહિ તો પસ્તાવું પડશે.
શુક્રાચાર્ય વિશે ધાર્મિક ગ્રંથોમાં ઘણી રસપ્રદ વાતો કહેવામાં આવી છે. તેમને રાક્ષસોના ગુરુ અને ભગવાન શિવના પરમ ભક્ત માનવામાં આવે છે. તેમના દ્વારા કહેવામાં આવેલ જીવન વ્યવસ્થાપનની વાતો આજે પણ પ્રાસંગિક છે.
ગ્રંથો અનુસાર, એકવાર ક્રોધમાં આવીને ભગવાન શિવ દૈત્ય ગુરુ શુક્રાચાર્યને ગળી ગયા, પરંતુ તેઓ શુક્રના રૂપમાં મહાદેવના શરીરમાંથી બહાર આવ્યા. તેથી તેમનું નામ શુક્રાચાર્ય રાખવામાં આવ્યું. એટલા માટે કેટલાક ગ્રંથોમાં તેમને ભગવાન શિવના પુત્ર પણ કહેવામાં આવ્યા છે. દૈત્ય ગુરુ શુક્રાચાર્યએ પણ ગ્રંથો દ્વારા સુખી અને સફળ જીવન માટે ઘણી મહત્વપૂર્ણ નીતિઓ જણાવી છે, તે તમામનો શુક્ર નીતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
શુક્રાચાર્ય દ્વારા કહેવામાં આવેલી નીતિઓ આજના સમયમાં પણ પ્રાસંગિક છે. શુક્રાચાર્યએ પોતાની એક નીતિમાં કહ્યું છે કે, વ્યક્તિએ ક્યારેય પોતાની પત્ની, પૈસા અને પુસ્તકો અન્ય વ્યક્તિને ન સોંપવા જોઈએ. જાણો આ નીતિ સાથે સંબંધિત જીવન વ્યવસ્થાપન વિષે વિસ્તાર પૂર્વક જાણીએ.
1) તમારી પત્નીને કોઈના ભરોસે ન છોડો : શુક્રાચાર્યના મતે પતિ-પત્નીનો સંબંધ વિશ્વાસ પર આધારિત છે. જો આમાં સહેજ પણ અણબનાવ થાય તો સંબંધ પહેલા જેવો મજબુત નહીં રહે. એટલા માટે ભૂલીને પણ પોતાના પતિને બીજાના ભરોસે છોડવી નહિ. આમ કરવાથી પત્નીનું ચારિત્ર્ય બગડી શકે છે અથવા જેના ભરોસે તમે પત્નીને છોડી છે તે વ્યક્તિ પણ લાલચ કે ડર બતાવીને તેની સાથે ખરાબ વર્તન કરી શકે છે. આ બંને સ્થિતિમાં તમારું લગ્નજીવન બરબાદ થઈ શકે છે. તેથી પત્નીને બીજાના ભરોસે ન છોડવી જોઈએ.
2) તમારા પૈસા કોઈને ન આપો : દૈત્ય ગુરુ શુક્રાચાર્યના મતે, પૈસા જોઈને વ્યક્તિના મનમાં લોભ આવે છે અને લોભી વ્યક્તિ કોઈને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી પૈસાની બાબતમાં, વ્યક્તિએ અન્ય વ્યક્તિ પર આંધળો વિશ્વાસ ન કરવો જોઈએ. જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે લોકોના વલણને બદલાતા વધુ સમય લાગતો નથી. તેથી, તમારે તમારા દરેક વ્યવહારનો હિસાબ તમારી પાસે રાખવો જોઈએ. જો તમારું ધન બીજાના ભરોસે છે તો તમને જ નુકશાન થશે.
3) તમારા પુસ્તકો કોઈને ન આપો : ધાર્મિક ગ્રંથો અનુસાર, જ્ઞાન વહેંચવાથી વધે છે, પરંતુ તમારે તમારા પુસ્તક બીજાને આપવાનું ટાળવું જોઈએ. કારણ કે તમે તમારા પુસ્તકની જેટલી કાળજી લો છો તેટલું બીજું કોઈ નહીં લઈ શકે. બેદરકારીમાં લોકો તમારા પુસ્તકને નષ્ટ કરી શકે છે અને તેને ગુમાવી પણ શકે છે. આ બધી સ્થિતિમાં નુકસાન તમારું જ થશે. તેથી યાદ રાખો કે અન્યને પુસ્તક આપવાથી હંમેશા નુકસાન થવાની શક્યતા રહે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી સામાન્ય ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અમે તેની પુષ્ટિ કરતા નથી.)
આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.