આ 8 સપના દેખાય તો સમજો કે તમને મળવાની છે કોઈ મોટી ખુશી

0
1348

કેટલાક સપના એવા પણ હોય છે, જેને જોયા પછી ઘરમાં આવવાની હોય છે ખુશીઓ. પ્રાચીન કાળથી ચાલી આવી રહેલી માન્યતાઓ અનુસાર સપના આવનારા શુભ અને અશુભ ફળો વિષે જણાવે છે. અમુક સપના એવા હોય છે જેના વિષે કહેવામાં આવે છે કે, આવા સપના જોવાનો અર્થ એ થયો કે ઘરમાં ખુશીઓ આવવાની છે. આવો જાણીએ અમુક એવા જ સપના વિષે.

(1) નખ મોટા થયેલા જોવા : પોતાના નખને મોટા થયેલા જોવા સારું શુકન માનવામાં આવે છે. આ સપનું જણાવે છે કે તમને ક્યાંકથી ધન લાભ મળશે. આવું સપનું નિઃસંતાન દંપતીને સંતાન સુખના સંકેત આપે છે.

(2) આંબાનું ઝાડ જોવું : જો તમે સપનામાં કેરીથી ભરાયેલું આંબાનું ઝાડ જુઓ તો આ સપનું એ વાતનો સંકેત આપે છે કે, તમારા ઘરમાં ખુશ ખબર આવવાની છે.

(3) આમલી ખાતા જોવા : સપનામાં આમલી ખાતા જોવાનો અર્થ છે કે, તમારા ઘરમાં બાળકની કિલકારી ગુંજવાની છે.

(4) નાના બાળકને રમતા જોવા : સપનામાં નાના બાળકને રમતા જોવાનો અર્થ છે, તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે અને સંતાન પ્રાપ્તિના યોગ બનશે.

(5) સફરજન ખાતા જોવા : મહિલાઓ દ્વારા સપનામાં પોતાને સફરજન ખાતા જોવાનો અર્થ છે કે, કોઈ ખુશખબર આવવાની છે. તે માં બની શકે છે. તેમજ ખોળામાં ફળોની ટોપલી જોવાનો અર્થ પણ સંતાન પ્રાપ્તિ માનવામાં આવ્યો છે.

(6) દર્પણ જોવું : સપનામાં દર્પણ જોવાનો અર્થ છે કે તમને જલ્દી જ સંતાન સુખ મળશે.

(7) લાલ ફૂલ દેખાવું : સપનામાં લાલ ફૂલ દેખાવું સારું શગુન માનવામાં આવે છે. તેનો અર્થ છે કે તમને સંતાન સુખ મળશે.

(8) લીલાછમ ખેતર જોવા : સપનામાં લીલાછમ ખેતર જોવાનો અર્થ છે કે, જીવનમાં હરિયાળી એટલે કે ધન અને સુખનો સમય આવવાનો છે. આ સપનું સંતાન પ્રાપ્તિનું પણ સૂચક માનવામાં આવે છે.

આ માહિતી એશિયનનેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.