જાણો શ્રી ગણેશ ચાલીસા પાઠનું મહત્વ અને પૂજન વિધિ.

0
513

જીવનમાં છવાયા છે દુઃખના વાદળ તો કરો શ્રી ગણેશ ચાલીસાનો પાઠ, વિઘ્નહર્તા કરશે દરેક દુઃખ દૂર. આખા સંસારમાં હિંદુ ધર્મમાં માનતા વ્યક્તિ જયારે પણ કોઈ શુભ કાર્ય કરે છે, તો સૌથી પહેલા શ્રીગણેશની આરાધના કરે છે, અને તેમની આરાધનામાં શ્રીગણેશાય નમઃ લખીને તેમના મંત્રોનો જાપ કરે છે. તેની સાથે જ વિશેષ રૂપથી ગણેશ ચાલીસાનો પાઠ કરે છે. કહેવામાં આવે છે કે, સૃષ્ટિની શરૂઆતથી જ વિધાતાએ ગણપતિને પ્રથમ પૂજનીય માન્યા છે. અને તેમના આશીર્વાદથી જ કોઈ પણ કાર્યને નિર્વિઘ્ન રૂપથી થવાની કામના કરી છે.

માનવામાં આવે છે કે, સાચા મનથી શ્રી ગણેશની આરાધના કરવાથી ઘરમાં ખુશહાલી, વ્યાપારમાં બરકત અને દરેક કામમાં સફળતા પ્રાપ્ત થાય છે. ગજનું માથું ધારણ કરેલા ભગવાનની આ મૂર્તિ અદ્દભુત છે. તેમની કૃપાથી દરેક અટકેલા કામ પુરા થાય છે.

ગણેશજીના અન્ય પણ ઘણા નામ છે, જેમ કે શિવપુત્ર, ગૌરી નંદન વગેરે. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે, મોટાભાગના લોકો ક્યારેય પણ શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરે છે, પણ કદાચ તેઓ એ વાત નથી જાણતા કે, તેના પણ અમુક વિશેષ નિયમ જણાવવામાં આવ્યા છે. આજે અમે તમને આ લેખમાં શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરવાની યોગ્ય વિધિ જણાવીશું, અને સાથે જ તેના મહત્વની પણ ચર્ચા કરીશું.

શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરવાની યોગ્ય વિધિ :

દરરોજ ગણપતિની પૂજા કરવાવાળા ભક્તોના જીવનમાંથી દુઃખના વાદળ હંમેશા માટે દૂર થઈ જાય છે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ યોગ્ય રીતે કરવાથી ગણપતિ જલ્દી પ્રસન્ન થાય છે, અને વ્યક્તિને મન ગમતા ફળની પ્રાપ્તિ થાય છે. તો આવો જાણીએ, શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરવાની યોગ્ય રીત કઈ છે.

હિંદુ ધર્મ શાસ્ત્રો અનુસાર ગણપતિની આરાધના કરવા માટે સવારનો સમય યોગ્ય માનવામાં આવ્યો છે.

નિત્ય ક્રિયાથી નિવૃત થઈને સ્નાન વગેરે કરો.

સ્નાન પછી સૌથી પહેલા સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.

હવે પૂજા સ્થળ પર ભગવાન ગણેશની મૂર્તિ અથવા ફોટો સ્થાપિત કરો. જો પૂજાઘરમાં પહેલાથી મૂર્તિ સ્થાપિત હોય તો તેને કોઈ સ્વચ્છ કપડાંથી સાફ કરી લો.

ઘી, ધૂપ, દીવો, પુષ્પ, કંકુ, લાલ ચંદન અને દુર્વા વગેરેથી ગણપતિની પૂજા કરો. મોદક અથવા બેસનના લાડુનો ભાગ ધરાવો.

ત્યારબાદ શ્રીકૃષ્ણની આરતી ઉતારો.

પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મુખ રાખીને આસન પણ બેસી જાવ.

હવે સાચા મનથી શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો.

આ માહિતી એસ્ટ્રો સાઇન્સ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.