2022 માં થશે 2 સૂર્યગ્રહણ અને 2 ચંદ્રગ્રહણ, જાણો આ વર્ષની મુખ્ય ખગોળીય ઘટનાઓ વિષે.

0
783

બે-બે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ સાથે આ 3 ગ્રહો બનાવશે ત્રિકોણ, જાણો 2022 માં ક્યારે કઈ ખગોળીય ઘટના થશે.

2022 શરુ થઇ ગયુ છે. આ વર્ષે કેટલીક આશ્ચર્યજનક ખગોળીય ઘટનાઓનું સાક્ષી બનશે, કેમ કે આ વર્ષે બે સૂર્યગ્રહણ, બે ચંદ્રગ્રહણ અને ઉલ્કાના વરસાદ સહીત ઘણી ખગોળીય ઘટનાઓ જોવા મળશે.

આ વર્ષ માનવજાતિ માટે ઘણું જ દુર્લભ અને ઐતિહાસિક બનનારુ વર્ષ હશે. કેમ કે આ વર્ષે દુનિયાભરના લોકો બે ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ, ઉલ્કાઓનો વરસાદ અને પાંચ સૌથી ચમકતા પાડોશી ગ્રહ એક સાથે જોવા મળશે. આજે અમે 2022 ની એવી જ કેટલીક આશ્ચર્યજનક ખગોળીય ઘટનાઓ વીશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની તમે તમારા કેલેન્ડર ઉપર નોંધ કરી શકો છો.

2022 ની પહેલી ઉલ્કા વર્ષા : નવા વર્ષની શરુઆત થઇ ગઈ છે. આ વર્ષનું સ્વાગત પ્રકૃતિ તેની રીતે કરવા જઈ રહી છે. ખાસ કરીને 4 જાન્યુઆરીની રાત્રી આકાશ માંથી ઉલ્કાઓનો વરસાદ થશે. ખાસ વાત એ છે કે તેમાં પ્રતિ કલાકે 25 થી 100 ઉલ્કાપાત જોવા મળશે.

શુક્ર, મંગળ અને શની બનાવશે ત્રિકોણ : આગળના આવતા અઠવાડિયાઓમાં શુક્ર, મંગળ અને શની ત્રિકોણીય સમૂહમાં એક સાથે એકત્રિત થશે. આ ગ્રહ 1 એપ્રિલ સુધી બદલાતા ખૂણાને એક સાથે ત્રિકોણ બનાવશે, એપ્રિલની શરુઆતમાં શની મંગળ સાથે જોડાઈ જાશે અને બંને 3 થી 5 એપ્રિલ વચ્ચે સીધા એક બીજાની પાસે જોવા મળશે. 4 એપ્રિલના રોજ બંને ગ્રહ એક સાથે નજીક રહેશે.

30 એપ્રિલના રોજ વર્ષનું આંશિક સૂર્યગ્રહણ : આ વર્ષે તમને બે સૂર્યગ્રહણ જોવા મળશે. 2022 નું પહેલું આંશિક સૂર્યગ્રહણ 30 એપ્રિલ એટલે શનિવારથી લાગવા જઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ દેશમાં જ નહિ પણ ઉત્તરી અને દક્ષિણી અમેરિકા, પ્રશાંત અને અટલાંટીક મહાસાગરના દક્ષિણી ભાગોમાં ગ્રહણ જોવા મળી શકે છે, ભારતીય સમય મુજબ તે રાત્રે લગભગ 12:15 ઉપર શરુ થઈને સવારે 4:07 ઉપર પૂરું થશે. આ ગ્રહણ લગભગ 4 કલાકનું રહેશે.

2022 ની બીજી ઉલ્કા વર્ષા : આ વર્ષે બીજી વખત તમને ઉલ્કાનો વરસાદ 5 મેની સવારે જોવા મળશે, ઉલ્કાઓના વરસાદ દરમિયાન ઉલ્કા નક્ષત્ર કુંભ રાશી માંથી નીકળતા જોવા મળશે, જે દક્ષીણપૂર્વી ક્ષિતિજની આસપાસ જોવા મળશે.

શુક્ર-બૃહસ્પતિની જોડી : આ વર્ષે બૃહસ્પતિ અને શુક્ર એટલા નજીક હશે કે તે આકાશમાં વિલીન થઇ શકે છે. 30 એપ્રિલના રોજ બૃહસ્પતિ સૂર્યોદય પહેલા ચમકતા ગ્રહ શુક્રની નજીકથી પસાર થશે, આ ઘટના સૂર્યની નજીક થશે, તેને દરેક વ્યક્તિ જોવાની ઈચ્છા વ્યક્ત કરશે.

વર્ષનું પહેલુ ચંદ્રગ્રહણ : આ વર્ષે તમને બે સૂર્યગ્રહણની જેમ બે ચંદ્રગ્રહણ પણ જોવા મળશે. 2022 નું પહેલું ચંદ્રગ્રહણ 16 મેના રોજ લાગવા જઈ રહ્યું છે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ હશે, તે દેશમાં નહિ જોવા મળે. ભારતીય સમય મુજબ તે સવારે લગભગ 7.57 ઉપર શરુ થશે અને 11:25 ઉપર પૂરુ થઇ જશે. આ ચંદ્રગ્રહણ પશ્ચિમી યુરોપ, આફિકાના પૂર્વી અને મધ્ય ક્ષેત્રોમાં, દક્ષિણી અમેરિકા, અંટાર્કટીકા, અટલાંટીકા અને પ્રશાંત મહાસાગરમાં જોવા મળશે.

18 જુનથી 27 જુન વચ્ચે પૃથ્વી ઉપરથી જોઈ શકાશે આ છ ગ્રહણ : 18 જુનથી 27 જુન વચ્ચે પૃથ્વી ઉપરથી તમે બુધ, શુક્ર, મંગળ, બૃહસ્પતિ, શની અને સંભવતઃ યુરેનસને તમારી આંખોથી જોઈ શકો છો. 18 જુનથી 27 જુન વચ્ચે ચંદ્રમાં તેમાંથી દરેક ગ્રહની નજીકથી પસાર થશે.

વર્ષનું બીજુ સૂર્યગ્રહણ : વર્ષનું બીજું આંશિક સૂર્યગ્રહણ દિવાળીના બીજા દિવસે એટલે 25 ઓક્ટોબરના રોજ લાગવા જઈ રહ્યું છે. તે ભારતમાં પણ દેખાશે. એટલા માટે તેનું ધાર્મિક મહત્વ પણ રહેશે, પણ દિવાળી ઉપર થનારી લક્ષ્મી પૂજા ઉપર તેની અસર નહિ રહે. ભારતીય સમય મુજબ તે બપોરે લગભગ 02:28 ઉપર શરુ થઈને સાંજે 6:32 ઉપર પૂરું થશે. ગ્રહણ યુરોપ, ઉત્તરી આફ્રિકા, પશ્ચિમ એશિયા, ઉત્તરી અટલાંટીક મહાસાગર, ઉત્તરી હિન્દ મહાસાગરમાં જોવા મળશે.

વર્ષનું બીજું ચંદ્રગ્રહણ : 7 અને 8 નવેમ્બર, 2022ની રાત્રે વર્ષનુ બીજું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે. તે ભારતમાં પણ જોવા મળશે. એટલા માટે ધર્મિક મહત્વ પણ રહેશે, તે પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતીય સમય મુજબ બપોરે લગભગ 2:38 ઉપર શરુ થશે અને સાંજે 6:19 સુધી રહેશે. તે ભારત સિવાય બીજા ઉત્તરી અને દક્ષિણી અમેરિકા, ઓસ્ટ્રેલીયા, ઉત્તરી પ્રશાંત મહાસાગર અને હિન્દ મહાસાગરમાં જોવા મળશે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.