જાણો એવા 5 કામ વિશે જે નવરાત્રી દરમિયાન કરવાથી દુર રહેવું જોઈએ, તેની જીવનમાં થાય છે ખરાબ અસર.
આ વખતે 22 માર્ચથી ચૈત્ર નવરાત્રી શરૂ થઈ છે, જે 30 માર્ચે સમાપ્ત થશે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, માઁ દુર્ગા નવરાત્રીના આ 9 દિવસો દરમિયાન પૃથ્વી પર રહીને તેમના તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. જો કે આ સમય દરમિયાન એવા 5 કામ છે, જે ભૂલથી પણ ન કરવા જોઈએ, નહીં તો ઘરમાં અશુભતાનું આગમન થતાં વાર નથી લાગતી.
અખંડ જ્યોતિનું મહત્વ :
નવરાત્રીની શરૂઆત ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવવાથી થાય છે. આ જ્યોત 9 દિવસ સુધી સતત પ્રજ્વલિત રહે છે. ભૂલથી પણ આ જ્યોત ઓલવાઈ ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું પડશે. જે જગ્યાએ અખંડ જ્યોત પ્રગટી રહી હોય, ત્યાં પરિવારના કોઈને કોઈ સભ્યએ હાજર રહેવું જોઈએ.
માંસ અને દારૂથી દૂર રહો :
નવરાત્રીના 9 દિવસો દરમિયાન માતા દુર્ગાની રાત-દિવસ પૂજા કરવામાં આવે છે. આ દિવસો ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં ઘરના કોઈપણ સભ્યએ ભૂલથી પણ માંસ-દારૂનું સેવન ન કરવું જોઈએ. આમ કરવાથી નવરાત્રી દરમિયાન કરવામાં આવતી પૂજા વ્યર્થ થઈ જાય છે. જોકે આવી વસ્તુઓથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
વાળ અને દાઢી-મૂછ ન કાપવો :
પૌરાણિક શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રીના દિવસોમાં વ્રત અને કળશ સ્થાપના કરનારા લોકોએ આખા 9 દિવસ સુધી પોતાના વાળ અને દાઢી-મૂછ ન કપાવવા જોઈએ. આવું કરવું અશુભ માનવામાં આવે છે, જેને કરવાથી પરિવારે ખરાબ પરિણામ ભોગવવા પડે છે.
કાળા કપડાં ન પહેરો :
કાળો રંગ શોક અને અનિષ્ટનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે નવરાત્રી ઉત્સવ આનંદ અને આરાધનાનો પર્યાય છે. આ જ કારણ છે કે નવરાત્રી દરમિયાન કાળા રંગના કપડાં પહેરવાની મનાઈ છે. આવું કરવું માઁ દુર્ગાનું અપમાન માનવામાં આવે છે.
ડુંગળી-લસણ ન ખાઓ :
લસણ-ડુંગળી ખાવાથી શરીરમાં તામસિક પ્રવૃત્તિ વધે છે, જેના કારણે માનવીનું ધ્યાન ભક્તિ અને ઉપાસનામાંથી હટી જાય છે. આ જ કારણ છે કે નવરાત્રી દરમિયાન લસણ અને ડુંગળી ખાવાની મનાઈ છે. આ 9 દિવસોમાં માત્ર ફળ જ લેવા જોઈએ. આમ કરવાથી માણસ પ્રગતિ કરે છે.
(ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમે કોઈપણ પ્રકારની માન્યતા, જાણકારીને સમર્થન આપતા નથી. અમે તેની પુષ્ટિ કરતા નથી. કોઈપણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાંતની સલાહ લો.)
આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.