મોંઘા આલીશાન મહેલ માં, કૂતરા મોજ માણે છે,
માઁ બાપ ઘણાય ના, વૃદ્ધાશ્રમ માં જીવન ગાળે છે,
વ્ય સન અને ફેશન માં લોકો બેફામ રૂપિયા ફેંકે છે,
પેટ નો ખાડો પુરવા ઘણાય રાત દિ મુશ્કેલી વેઠે છે,
દિકરી ને માની દેવ, આજ ઘણાય લોકો પૂજે છે,
દિકરી ઓ ના નામે ઘણાય, ઉઘાડી લુ ટ પણ લુ ટેછે,
ધરા, ધરમ ને ખાતર, ઘણા શીશ મેદાને મૂકે છે,
નિજ સ્વાર્થ ને ખાતર, ઘણા ગૌચર પણ ક્યા મૂકે છે,
(રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા, ધ્રુવનગર, મોરબી.)
સમજણ એજ સલામતી :
વધી રહેલી ગતિ માં, અધોગતિ જણાય છે,
પ્રગતિ ની આ ઝડપ, દિશા વિહીન જણાય છે,
આધુનિકતા ની આડ માં સંસ્કૃતિ લાચાર થતી જણાય છે,
વિકૃતિ જુઓ રાત દીન સરા જાહેર વિચરતી જણાય છે,
નકલી ઉજાસ ના વેગ માં, નિહાળો તો અંધકાર પણ જણાય છે
ભવિષ્ય ભાવી પેઢી નુ હવે, ખરેખર જોખમાતુ જણાય છે,
દેખા દેખી ના યુગ માં પ્રજા તણુ હીર હ ણાતુ જણાય છે,
” રાજ ” સમય છે હજુ વિચારવા નો પતન નજર સમક્ષ જણાય છે.
[રચના – રાજેશભાઇ એસ કુકરવાડિયા, (વ્યાસ) ધ્રુવનગર, મોરબી.]