લગ્નના પચાસમાં વર્ષે પતિએ પત્નીની બેગ ખોલી, પછી જે થયું તે જાણવું અને સમજવું દરેક માટે જરૂરી છે

0
66492

“પતિ પત્નીનો સંબંધ”

લગ્નના એક દિવસે એક એટેચી(એક પ્રકારની બેગ) તરફ ઈશારો કરીને નવોઢા પોતાના પતિ પાસેથી વચન લે છે કે તે આ એટેચીને ક્યારે પણ ના ખોલે. તેના પતિએ પણ તેને વચન આપ્યું કે તે તેની પરવાનગી વગર આ એટેચીને ક્યારે પણ નહિ ખોલે.

લગ્નના પચાસમાં વર્ષમાં જયારે પત્ની પથારીમાં જીવનના છેલ્લા શ્વાસ ગણી રહ્યા હતા, ત્યારે પતિએ પોતાની પત્નીને એ એટેચીની યાદ અપાવી. પત્ની બોલી : હવે એ એટેચીનું રહસ્ય ખોલવાનો સમય પાકી ગયો છે. હવે તમે તે એટેચી ખોલી શકો છો.

પતિએ જયારે એ એટેચી ખોલી ત્યારે તેમાંથી બે ઢીંગલી અને 1 લાખ રૂપિયા બહાર નીકળ્યા. પતિએ પૂછ્યું ત્યારે પત્ની બોલી : મારી માં એ મને સફળ લગ્નનું રહસ્ય જણાવ્યું હતું, તેમણે જણાવ્યું કે ગુસ્સો પી જવો એ ઘણું સારું છે.

માં એ મને એક રીત બતાવી કે જયારે પણ તને પોતાના પતિની કોઈ ખોટી બાબત ઉપર ગુસ્સો આવે તો પતિ ઉપર ગુસ્સો થવાની જગ્યાએ એક ઢીંગલી બનાવવા લાગજે.

એટલા માટે જયારે પણ તમારી ખોટી બાબત ઉપર ગુસ્સો આવે ત્યારે હું એક ઢીંગલી બનાવી લેતી હતી. પતિ બે ઢીંગલી જોઈને ઘણો ખુશ થયો, કે તેણે પોતાની પત્નીને કેટલી ખુશ રાખી છે. સફળ લગ્નજીવનના પચાસ વર્ષ પુરા થયા પછી પણ તેની પત્નીએ ફક્ત બે ઢીંગલી બનાવી છે.

જિજ્ઞાસા વશ પતિએ એટેચીમાં રાખેલા 1 લાખ રૂપિયા વિષે પૂછ્યું તો પત્ની બોલી : મેં એક લાખ રૂપિયા બાકીની ઢીંગલીઓ વેચીને ભેગા કર્યા છે.

આટલું સાંભળીને તરત જ પતિને તેની બધી ભૂલોનો અનુભવ થયો અને તેણે પોતાની પત્નીને માથું નમાવીને માફી માંગી. પત્નીનું હૃદય એટલું મોટું હતું કે તેણે માફી આપી દીધી.

નોંધ : જીવનની ખુશી માટે પતિ-પત્નીના સંબંધને પ્રેમ, વિશ્વાસ, અને સમજદારીના દોરા વડે મજબૂત બનાવવો પડે છે. નાની નાની વાતો નજરઅંદાજ કરવી પડતી હોય છે. મુશ્કેલીના સમયમાં એકબીજાનો આધાર બનવું પડે છે.

પતિ-પત્નીનો સંબંધ આ દુનિયાનો સૌથી ખાસ સંબંધ છે. પતિ-પત્નીના સંબંધમાં વિશ્વાસ હોવો જોઈએ. અંદરો અંદર એકબીજા માટે રહેલા વિશ્વાસને ક્યારે પણ ડગમગવા દેશો નહિ. પતિ-પત્નીના સંબંધમાં એકબીજા માટે સમ્માન હોવું ખુબ જરૂરી છે.

પતિ-પત્નીના સંબંધમાં ક્રોધ અને અભિમાન માટે કોઈ જગ્યા હોવી ના જોઈએ. પતિ-પત્નીના સંબંધને મજબૂત બનાવવા માટે એકબીજાને સમય આપો. એકબીજાની ઇચ્છાનો આદર કરો. એકબીજાની લાગણીઓને સમજો.

એકબીજા પ્રત્યેના પોતાના પ્રેમને ક્યારે પણ ઓછો ના થવા દેશો. હંમેશા હળીમળીને પોતાના પ્રેમને વધારવા માટે કૈંકને કૈંક ખાસ કરતા રહેવું જોઈએ. સૌથી મહત્વની વાત બંનેને પોતાની જિંદગીમાં એકબીજાને વારંવાર સમજતા રહેવું જોઈએ.