વહુએ મામાની સામે ન કાઢ્યો ઘૂંઘટ ને ઘરમાં થયો મોટો હંગામો, પછી જે થયું તે વિચારવા અને સમજવા જેવું છે. 

0
1817

અરે હીના… ઓ હીના, તું હજી સૂઈ રહી છે કે શું? હીનાની જેઠાણી રજની ઘરના આંગણામાં ઊભી રહીને જોરથી બૂમો પાડી રહી હતી.

હીના એટલે હું. પછી હું દોડીને ઘરની બહાર ગઈ અને કહ્યું દીદી હું આવી ગઈ.

જેઠાણીએ કહ્યું, હીના, મેં તને રાત્રે જ સમજાવ્યું હતું ને કે સવારે વહેલા ઉઠી જજે, વિધિ કરવાની છે. મેં કહ્યું કે, દીદી રાત્રે ઊંઘ જ નહિ આવી, નવી જગ્યા અને મારા મનમાં થોડો ડર હતો કે સવારે મારી આંખ નહિ ખુલી તો…

રજની દીદી હસ્યા અને કહ્યું હીના, મારી વહાલી દેરાણી, જલ્દી ઘૂંઘટ ઓઢી લે, મમ્મી આવશે તો ઠપકો આપશે. મેં ઘૂંઘટ ઓઢ્યો ત્યાં જ મમ્મી આવ્યા ને કડક અવાજે કહ્યું, હવે તમે બંને આમ જ ગપ્પાં મારતા રહેશો.

અમે ચાલવા માંડ્યા ત્યાં જ મમ્મીએ રજની દીદીના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, તને ખબર છે કે ક્યાંથી જવાનું છે અને કેવી રીતે જવાનું છે. મમ્મીએ કહ્યું કે, જ્યારે પણ તમારી સામે કોઈ વડીલ ઊભું હોય ત્યારે હંમેશા ઘૂંઘટમાં રહેવું અને તમારા વડીલોની સામે ઓછામાં ઓછું આવવું અને ઘૂંઘટ વગર તો ક્યારેય ન આવવું.

રજની દીદી કશું બોલ્યા નહીં, માત્ર માથું હલાવીને હા કહી દીધું. મેં પણ માત્ર હા માં માથું હલાવ્યું. મમ્મીના ગયા પછી મેં રજની દીદીને પૂછ્યું, તમે તો બહુ ભણેલા છો અને આ બધી બાબતો કેવી રીતે સંભાળો છો.

રજની દીદીએ હસતાં હસતાં કહ્યું કે, હું તારા જેઠને ખૂબ પ્રેમ કરું છું, તેથી અત્યાર સુધી હું ચૂપચાપ બધું જ કરું છું.

મેં કશું કહ્યું નહિ અને ચુપચાપ રજની દીદી સાથે હોલમાં બેસી ગઈ. ત્યાં પાડોશના એક કાકી બેઠા હતા, તેમણે કહ્યું કે આ કેવી વહુ છે, સામે સસરા ઉભા છે અને તે અહીં બેઠી છે.

મને કંઈ સમજાયું જ નહીં. પછી રજની દીદીએ કહ્યું કે, કાકી આ નવી વહુ છે, અહીંના રીતિ રિવાજો શીખવામાં થોડો સમય લાગશે.

રજની દીદી મને ત્યાંથી લઈને અને મારા રૂમમાં મૂકી ગયા. 6 મહિના આમ જ નાની-નાની વાતોમાં પસાર થઈ ગયા. પછી એક દિવસ હું મારા પતિ રાહુલને લઈને સાડી ખરીદવા ગઈ.

રાહુલના ફોન પર અગત્યનો કોલ આવ્યો અને તે દુકાનની બહાર વાત કરવા ગયો. હું આરામથી દુકાનમાં સાડીઓ જોઈ રહી હતી.

એટલામાં નજીકમાં બેસેલા એક વડીલે ખાંસી ખાધી. એક વાર, બે વાર, ત્રણ વાર ખાંસી ખાધી. મેં સાડીવાળા ભાઈને કહ્યું કે ભાઈ, આ વડીલને પાણી આપો, તેમને ખૂબ ઉધરસ આવે છે.

તે વડીલ ગુસ્સે થયા અને બોલ્યા, આ કેટલી અસંસ્કારી છોકરી છે, કાંઈ શરમ છે જ નહીં. દુકાનમાં હંગામો જોઈ રાહુલ બહારથી દોડીને અંદર આવ્યો અને વડીલને પગે લાગીને કહ્યું, મામા તમે અહીં?

હું ગભરાઈને દુકાનની બહાર નીકળી ગઈ અને લાંબો ઘૂંઘટ ઓઢીને કારમાં બેસી ગઈ. રાહુલ બહાર આવ્યો અને કારમાં બેસી ગયો અને ખૂબ જ ઝડપથી કાર ચલાવવા લાગ્યો. મેં નીચા અવાજે કહ્યું, તમે બહુ ઝડપથી ગાડી ચલાવો છો, ધીમેથી ચલાવો નહિ તો અકસ્માત થઇ જશે.

અમે ઘરે પહોંચ્યા જ હતા કે મમ્મી જોર જોરથી બૂમો પડતા બહાર આવ્યા, જુઓ, આવી ગઈ હીના મેડમ પરિવારની ઈજ્જત માટીમાં ભેળવીને. ત્યારે જ રજની દીદીએ આવીને કહ્યું, મમ્મી મારા લગ્નને 6 વર્ષ થઈ ગયા છે, હજી સુધી હું મામાને નથી ઓળખતી, તો આ કેવી રીતે ઓળખશે.

મમ્મીએ જોરથી બૂમ પાડી કહ્યું, જુવો આ રજનીની પણ કેવી જીભ ચાલી રહી છે.

રાહુલે બધાની વાત કાપતા કહ્યું, મમ્મી બંને સાચુ જ કહે છે, જો તેઓ હંમેશા ઘૂંઘટમાં રહેશે અને વડીલોની સામે ખૂબ જ ઓછું આવશે તો તે મામાજીને કે બીજા કોઈ જેન્ટસને કેવી રીતે ઓળખશે?

અને મમ્મી આજે તમે મામાના એક ફોન પર આખા ઘરની શાંતિ ભંગ કરી દીધી. મમ્મી આ એ જ સમાજ છે જેણે સીતા માતા પર પણ આંગળી ચીંધી હતી. પછી તો પપ્પા અને જેઠ પણ રાહુલના પક્ષમાં બોલ્યા.

મમ્મી, થોડીવાર વિચાર્યા પછી રજની દીદી અને મારી પાસે પાછા આવ્યા અને કહ્યું કે, તમને બંને તમારી ગરિમા જાણો છો, હું આશા રાખું છું કે તમે ક્યારેય મારું માથું શરમથી નીચું નહીં કરો.

આપણે એક જ પરિવારના સભ્યો છીએ, આપણે હંમેશા સાથે રહેવાનું છે, સમય સારો હોય કે ખરાબ, દરેક સભ્ય પોતની મર્યાદા જાણે છે. પછી મમ્મી મને અને રજની દીદીને ભેટી પડ્યા.