ભારતના આ મંદિરમાં સૂર્યનારાયણ અને માતા રાંદલ એક સાથે બિરાજમાન છે, જાણો તેની રોચક વાતો.

0
925

આપણી ઘરોહર આપણી સંસ્કૃતિ, તા 26/9/21.

સૂર્ય રન્નાદે મન્દિર, બગવદર, પોરબંદર જિલ્લા, ગુજરાત.

દેશનું એકમાત્ર સૂર્ય રન્નાદેનું મંદિર કે જે મંદિરમાં સૂર્યનારાયણ અને માતા રાંદલ એક સાથે બિરાજમાન છે. પોરબંદરમાં નિર્મિત કલ્યાણકારી સૂર્યમંદિર. આ એકમાત્ર એવું મંદિર છે જ્યાં સૂર્યદેવ પોતાના અર્ધાંગીની દેવી રન્નાદે સાથે દર્શન આપે છે. તો વળી નવ ગ્રહોની પણ અહિં સ્થાપના કરવામાં આવી છે. તો આવો શું છે પોરબંદરના સૂર્યરન્નાદે મંદિરનો મહિમા સાથે મળીને જાણીએ.

સંસારને પ્રકાશ રુપી ઊર્જા પ્રદાન કરતા એકમાત્ર સાક્ષાત દેવ છે સૂર્યદેવ. આમ તો ભારતવર્ષમાં સુર્યદેવના વિવિધ મંદિરો આવેલા છે, પરંતુ ગુજરાતનું એક એવુ ધામ જ્યાં પત્ની રન્નાદે સંગ ભગવાન ભાસ્કરના દર્શન કરી શકાય છે. પોરબંદરથી 16 કી.મી દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલું છે બગવદર ગામ. જ્યાં ગામના સીમાળા પાસેય આવેલું છે.

વિશ્વમાં પ્રથમ આવું મંદિર હસે કે જ્યાં સૂર્યનારાયણ અને માં રાંદલ એક સાથે બિરાજમાન હોય. સાથો સાથ મંદિરની ફરતે નવ ગ્રહો પણ છે. આ મંદિરની અદ્ભુત સેવાઓ પણ પ્રાચીન કાળ થી ચાલી આવે છે. પોરબંદરથી 16 કિલોમીટર દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલું બગવદર ગામ આ બગવદર ગામના સીમાડા પાસે આવેલું સૂર્ય રન્નાદે મંદિર વિશ્વમાં પ્રથમ આવું મંદિર હશે કે જ્યાંપતિ પત્ની સાથે બિરાજમાન છે.

આ મંદિરની ખાસિયત પણ કાઇક આવી છે કે, એપ્રિલ માસમાં સૂર્ય મંદિરની બંને પ્રતિમા માં રાંદલ અને સૂર્યદેવ પર ઊગતા સૂર્યનો સિધો પડછાયો બંને મૂર્તિઓ પર સિધો આવે છે. અને આ મંદિર એક જ આવું છે કે જ્યાં સૂર્ય રન્નાદે ની ફરતે બાજુ રાશીઓના નવ ગ્રહો પોતાની દિશા અને સ્થાન પ્રમાણે બિરાજે છે.

આ મંદિર નું નિર્માણ કરવાની અને પાયાનું બાંધકામ સને 1983 માં શરૂઆત કરવામાં આવી હતી. ખુબજલાંબા સમય સુધી આ મંદિરના બાંધકામ અને આકારણી માં સમય લાગતાં 20 વર્ષ બાદ એટ્લે સને 2003 માં આ મંદિર નિર્માણ પામ્યું છે.

આ મંદિર પહેલાતો એક વાદળના જાળ નીચે બંને મૂર્તિઓ આઠમી સદીઓથી હતી અને આ પૌરાણિકમૂર્તિઓ અને મહત્વ જળવાઈ રહે તેવા હેતુથી આ મંદિરને શિખરબંધ બનાવવામાં આવ્યું અને આ મંદિરમાં સદીઓપુરાણી એક પરંપરા છે કે જો કોઈ ઘરે રાંદલ માના લોટા ના તેડી શકે અથવા તો ઘરમાં અડચણ અને વિઘ્ન હોય તો આ મંદિરે આવી પોતે નજીવા દર ની રકમ ચૂકવી અને માતાજીનાં લોટા તેડી શકે અને ત્યાં બેસાડીને ભાવિ ભક્તોને પ્રસાદી અને ખીર જુવારવાની વિધિ પણ મંદિરમાં જ કરવામાં આવે છે જેને લઈને ભાવિ ભક્તો પણ ખુશી અનુભવે છે.

– સાભાર મુકુંદરાય ધારૈયા (અમર કથાઓ ગ્રુપ)