આ અદ્દભુત મંદિરમાં થાય છે બિલાડીની પૂજા, જાણો 1000 વર્ષ જૂની રોચક પરંપરા વિષે.

0
277

જાણો કેમ આ મંદિરમાં થાય છે બિલાડીની પૂજા, તેનું કારણ છે ઘણું રોચક જે છુપાયું છે 1000 વર્ષ પહેલાના સમયમાં હિંદુ ધર્મમાં બિલાડીને અશુભ માનવામાં આવી છે. બિલાડી દેખાવા પર અથવા તે રસ્તો કાપી જાય તો માથા પર ટેંશન આવી જાય છે. પણ કર્ણાટકમાં એક એવું અનોખું મંદિર છે, જ્યાં બિલાડીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં છેલ્લા 1000 વર્ષથી બિલાડીની પૂજા કરવામાં આવી રહી છે.

આ અનોખું મંદિર કર્ણાટકના માંડ્યા જિલ્લાથી 30 કિલોમીટર દૂર બેક્કાલેલે ગામમાં આવેલું છે. આ ગામનું નામ કન્નડના બેક્કૂ શબ્દ પરથી પડ્યું છે, જેનો અર્થ બિલાડી થાય છે. આ ગામના લોકો બિલાડીને દેવીનો અવતાર માને છે, અને તેમની વિધિ-વિધાન સાથે પૂજા કરે છે.

દેવી સ્વરૂપ છે બિલાડી : આ ગામના લોકો બિલાડીને દેવી મનગમ્માનો અવતાર માને છે. માન્યતાઓ અનુસાર, દેવી મનગમ્માએ બિલાડીનું રૂપ ધારણ કરીને ગામમાં પ્રવેશ કર્યો હતો અને ખરાબ શક્તિઓથી ગામની રક્ષા કરી હતી. ત્યારથી અહીંના લોકો બિલાડીની પૂજા કરે છે. આ વાત તમારા માટે થોડી વિચિત્ર જરૂર હોઈ શકે છે પણ તે એકદમ સાચી છે.

ગામના લોકો બિલાડીની કરે છે રક્ષા : કર્ણાટકના આ ગામના લોકો બિલાડીની હંમેશા રક્ષા કરવામાં વિશ્વાસ રાખે છે. આ ગામમાં જો કોઈ બિલાડીને નુકશાન પહોંચાડે છે, તો તેને ગામની બહાર કાઢી મુકવામાં આવે છે. સાથે જ બિલાડીના મર્યા પછી તેને સંપૂર્ણ વિધિ-વિધાન સાથે દાટવામાં આવે છે. આ ગામમાં દર વર્ષે દેવી મનગમ્માનો તહેવાર ધૂમધામથી ઉજવવામાં આવે છે. આવું દેશના ફક્ત આ ભાગમાં જ થાય છે.

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.