હિન્દુ ધર્મના અકલ્પનીય બાંધકામવાળા મંદિરો હોવા છતાં ભારતની ઓળખ કુતુબમિનાર, તાજમહેલથી કેમ થાય છે?

0
757

શું કારણ હશે કે દુનિયામાં ગમે ત્યાં પુસ્તકોમાં કોઈ પણ પન્ના પર ભારત લખ્યું હોય તો ત્યાં ફક્ત કુતુબમિનાર, લાલ કિલ્લા અને તાજમહેલ ના ફોટો જ છપાયેલા હોય છે? જરૂર વિચારો! ભારતમાં મોગલોના આ કર મણ અને ૪૦ હજાર મંદિરોને તોડયા પછી પણ આપણા દેશમાં એવા બેનમૂન નકશીકામ વાળા મંદીરો છે કે જેની અદ્ગીતીય કારીગરી સામે તાજમહેલ પણ પાણી ભરે છે.

જયારે ભૂખથી બેહાલ દુનિયાના લોકો કંઈજ પ્રગતિ વગર આદમખોર અને લુ ટારૂઓ જેવી જિંદગી જીવી રહ્યા હતા ત્યારે આપણા પૂર્વજોએ એક પહાડને કોતરીને આ મંદિરનું નિર્માણ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી નાંખી હતી.

ઈલોરાની કૈલાસ મંદિરનું નિર્માણ રાષ્ટ્રકુટ વંશજોના રાજા કૃષ્ણ પ્રથમે કરાવ્યું હતું.

ખાલી કૈલાસ મંદિરના નિર્માણ માટે ૪૦ હજાર ટન પથ્થરો કોતરીને કાઢવામાં આવ્યા હતા. એક અનુમાન મુજબ જો સાત હજાર કારીગરો પ્રતિદિન મહેનત કરીને ૧૫૦ વર્ષે આ મંદિરનું નિર્માણ કરી શકે. પરંતુ આ મંદિરનું નિર્માણ કાર્ય ૧૮ વર્ષમાં જ પુરુ કરી લીધું હતું.

જરા વિચારો આધુનિક ક્રેઈન અને પથ્થરો કાપવાના મોટા મોટા મશીનો વગર એવાં કયા ઉપકરણોનો ઉપયોગ કર્યો કે જેનાથી આ મંદિરનું નિર્માણ આટલા ઓછા સમયમાં શકય બન્યું?

જયારે આખી દુનિયામાં નિર્માણ કાર્ય નીચેના પથ્થરોની ઉપર પથ્થરો મુકીને કરવામાં આવતું હતું ત્યારે એક વિશાળ પર્વતને ઉપરથી નીચેની તરફ કોતરીને કરવામાં આવ્યું હતું.

આધુનિક સમયમાં એક બિલ્ડિંગ ના નિર્માણ કાર્યમાં 3D ડીઝાઇન સોફ્ટવેર, CAD સોફ્ટવેર અને અનેક ડ્રોઈંગ મદદથી તેના નાના મોડેલ બનાવીને રીસર્ચ કરવાની જરૂર હોય છે. ત્યારે આપણા પૂર્વજોએ આ મંદિરનું નિર્માણ કેવી રીતે કર્યુ હશે?

આશ્ચર્યની વાત તો એ છે કે પર્વત કાપીને કાઢેલા ૪૦ હજાર ટન પથ્થરો પણ આસપાસના સો કિલોમીટરના વિસ્તારમાં કંયાય મોજુદ નથી. આખરે આટલી મોટી સંખ્યામાં નીકળેલા પથ્થરો શેની મદદથી અને કેટલા દૂર હટાવ્યાં હશે?

જરૂરી સ્થાન ઉપર સામસામે બે થાંભલા, બે નીર્માણ ની વચ્ચે પુલ, મંદિર ની ઉપર ટાવર, ડીઝાઇન વાળી સુંદર છાજલી, ગુપ્ત અંડરગ્રાઉન્ડ રસ્તા, મંદિરમાં જવા માટે સીડીઓ, અને પાણી સંગ્રહ કરવા માટે નાળીઓ, આ બધાનું ધ્યાન કેન્દ્રિત કરીને પર્વતને ઉપર થી નીચે કેવી રીતે કંડાર્યો હશે?

જય હો સનાતન હિન્દુ ધર્મની.

– સાભાર ચીમન ભલાલા (અમર કથાઓ ગ્રુપ)