“ઈંઢોણી” દેવાયત ભમ્મરની આ જોરદાર રચના તમારું દિલ જીતી લેશે.

0
825

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

ટુકડા નકામાં લાવજો.

કપડાં નકામાં મંગાવજો.

તાણા વાણા જોડી જરા ગુંથેલી બનાવજો.

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

એ ઈંઢોણી લઈ ને હું તો.

આવું ભાત દઈ ને હું તો.

એને ન બવ મોટી બવ નાનેરી બનાવજો.

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

ફુમકું મુકાવજો ચોટલે.

છે ઇ મારા જેવી એટલે.

તમે કોઈ કન્યા એવી એનોખી બનાવજો.

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

સાથે રાખીશ સુય તોય.

મેલીશ નહીં હું મુય તોય.

એને સહેજ મજબૂત ને મોંઘેણી બનાવજો.

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

મોતીએ મઢાવી લઈશ હું.

એને માથે ચઢાવી જઈશ હું.

તમે એને પારકી ને પાછી પરોણી બનાવજો.

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

‘દેવ’ સાસરિયે લઈ ફરીશ હું.

‘બાપૂ એ બનાવી’ કહીશ હું.

તમે ‘મા” જેવી જ ચોખી સલૂણી બનાવજો.

બાપૂ મારી સાટું એક ઈંઢોણી બનાવજો..

– દેવાયત ભમ્મર.