કાચનું બનેલું આ મંદિર ન ફક્ત આધ્યાત્મનું પ્રતિક છે, પણ પોતાની સ્થાપત્ય કલા, આર્કિટેક્ચર, બનાવટ અને સુંદરતા માટે પણ ઓળખાય છે. લગભગ 2000 વર્ષ પહેલા ભારતમાં જૈન ધર્મની સ્થાપના થઈ હતી. તમે ભલે કોઈ પણ ધર્મને માનતા હોય પણ અમુક ધાર્મિક સ્થળ પર જઈને મન આપમેળે શાંત થઈ જાય છે. ઘણી સદીઓ પસાર થઈ ગઈ અને આજે પણ ભારતમાં એવા ઘણા જૈન મંદિરો છે, જ્યાં જઈને મનની શાંતિ મળે છે. દરેક મંદિર પવિત્રતા અને શાંતિનું પ્રતીક છે.
આપણા દેશમાં ઘણા પ્રખ્યાત જૈન મંદિર છે, જ્યાં એક વાર જરૂર જવું જોઈએ. આજે અમે તમને એક એવા જ મંદિર વિષે જણાવીશું. આ મંદિર અહિલ્યા નગરી, ઇન્દોરમાં આવેલું છે. આમ તો આ શહેરમાં હિંદુ ઘર્મ સાથે જોડાયેલા ઘણા મંદિરો છે, પણ એક જૈન મંદિર પણ છે કે બહુચર્ચિત છે. મિત્રો અમે અહીં વાત કરી રહ્યા છીએ ઇન્દોરના ‘કાચ મંદિર’ ની. આ મંદિર ન ફક્ત આધ્યત્મનું પ્રતીક છે, પણ પોતાની સ્થાપત્ય કલા, આર્કિટેક્ચર, બનાવટ અને સુંદરતા માટે પણ ઓળખાય છે.
તમે કદાચ સમજી જ ગયા હશો કે આ મંદિરના નામમાં ‘કાચ’ કેમ છે. કારણ કે આ મંદિર કાચમાંથી બનેલું છે. છતથી લઈને, સ્તંભ, દરવાજા, બારી, ઝુમ્મર બધું જ કાચનું છે. મંદિરમાં કાચના ઝુમ્મર અને કાચના ફાનસ લગાવવામાં આવ્યા છે.
એક રિપોર્ટ અનુસાર, 20 મી શતાબ્દીમાં એક રૂ ના વ્યાપારી સેઠ હુકુમચંદે આ શાનદાર મંદિર બનાવડાવ્યું હતું. ઇન્દોર રજવાડા માટે ઓળખાય છે, પણ કાચ મંદિર પણ કાંઈ ઓછું નથી. મંદિરના ફોટા જોઈને મુગલ-એ-આઝમ ફિલ્મનો શીશ મહેલ યાદ આવી જાય છે, પણ આ કોઈ મહેલ નથી પણ મંદિર છે.
એક લેખ અનુસાર, મંદિરને કોઈ પણ એંગલથી જોવા પર એવું લાગે છે કે, આ મંદિરમાં ઘણા રૂમ છે. કહેવામાં આવે છે કે, આ મંદિર બનાવવા માટે બેલ્જીયમથી કાચ મંગાવ્યા હતા. મંદિરના લાકડાના દરવાજા પર ચાંદીનું પડ ચડાવવામાં આવ્યું હતું. મંદિરની મુખ્ય મૂર્તિ શ્રી શાંતિનાથ ભગવાનની છે. કાળા પથ્થરની આ મૂર્તિ જયપુરમાં બનાવવામાં આવી હતી. મૂર્તિની બંને તરફ શ્રી ચંદ્રપ્રભા ભગવાન અને આદિનાથ ભગવાન છે.
આ મંદિરના દર્શનનો સૌથી સારો સમય સૂર્યાસ્ત પછીનો છે, જયારે સૂર્યના કિરણો કાચ પર પડે છે, તો મંદિરનું સૌંદર્ય વધી જાય છે. આ દૃશ્યને ભૂલી શકવું લગભગ અશક્ય છે. હવે તમે વિચારો કે જે લોકોએ આ મંદિર બનાવ્યું હશે તેમની પ્રતિભા કેવી રહી હશે.
આ માહિતી સ્કોપવોપ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.