ઇન્દ્રના અહંકારે તેમને સત્તા અને વૈભવ વિનાના કરી દીધા હતા, જાણો તેમણે શું કર્યું હતું.

0
836

દુર્વાસા ઋષિ સ્વર્ગ માંથી પાછા ફરી રહ્યા હતા. તે સતત ભ્રમણ કરતા રહેતા હતા. બધા જાણતા હતા કે તેમનો ગુસ્સો ઘણો તેજ છે. જે લોકોને વધુ ગુસ્સો આવે છે, તેમનું નામ જ દુર્વાસા રાખી દેવામાં આવે છે. દુર્વાસા ગુસ્સામાં હોય ત્યારે કોઈને પણ છોડતા ન હતા.

એક વખત દુર્વાસા જઈ રહ્યા હતા તે માર્ગ પર સામેથી દેવતાઓના રાજા દેવરાજ ઇન્દ્ર આવી રહ્યા હતા. તે ઐરાવત હાથી ઉપર બેઠા હતા. બંનેએ એક બીજાને જોઈ લીધા. દુર્વાસાજી પાસે એક માળા હતી, જે ભગવાને ભેંટમાં આપી હતી.

દુર્વાસાજીએ વિચાર્યું કે, ઇન્દ્ર ત્રિલોકપતિ છે, આ માળા મારા શું કામની, હું તેમને આ માળા આપી દઉં. દુર્વાસા ઋષિએ તે માળા ઇન્દ્રને આપી દીધી. દેવરાજે માળા તો લીધી. પણ તે રાજા હતા અને હાથી ઉપર બેઠા હતા. એક રાજાની જેમ તેમનામાં પણ અહંકાર હતો. ઇન્દ્રએ વિચાર્યું કે આ માળાનું હું શું કરીશ. એવું વિચારીને ઇન્દ્રએ તે માળા પોતાના હાથી ઉપર નાખી દીધી. તેમણે એક ઋષિ દ્વારા આપવામાં આવેલી માળાનું સન્માન કરવાનું હતું, પણ તેમણે એવું ન કર્યું.

હાથી તો પશુ હતો, આથી તેણે પોતાની સુંઢ ઉપર કરી, માળા લઇ લીધી અને પગ નીચે કચરી નાખી. દુર્વાસા આ દૃશ્ય જોઈને ગુસ્સે થઇ ગયા અને કહ્યું, ઇન્દ્ર હું તમને શ્રાપ આપું છું કે તારું રાજ્ય જતુ રહેશે, તારો વૈભવ પણ જશે અને તું શ્રીહીન થઇ જઈશ.

દુર્વાસાના શ્રાપના કારણે એવું જ બન્યું. દેવતાઓ ઉપર અસુરોએ આ કર મણ કરી દીધું, જેમાં દેવતાઓ પરાજીત થઇ ગયા. ત્યાર પછી બધા દેવતા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીએ બધાને સમજાવ્યા કે તે બધું દુર્વાસાજીના અપમાનનું પરિણામ છે.

ઉપદેશ – આ કથાનો સંદેશ એ છે કે આપણે ક્યારેય પણ આપણા માતા પિતા, સાધુ-સંત અને ગુરુજનો દ્વારા આપવામાં આવેલી વસ્તુનું અપમાન ન કરવું જોઈએ. તેમણે આપેલી વસ્તુનું સન્માન કરો અને તેમની વાતોનું પણ માન રાખો. આપણે કોઈ પણ હોદ્દા ઉપર હોઈએ, તે લોકોનું હંમેશા સન્માન કરો. આપણો અહંકાર આપણા નજીકના લોકોનું અપમાન કરાવી દે છે. જેવું આપણે નજીકના લોકો અને વિદ્વાનોનું અપમાન કરીએ છીએ, આપણા જીવનમાં તકલીફો વધવા લાગે છે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.