ફેરા ફરવાનો સમય આવ્યો અને દીકરીએ અટકાવ્યા લગ્ન, પછી દીકરીએ જે કર્યું તે જાણીને તમે રડી પડશો.

0
2538

દરેક છોકરી માટે પ્રેરણાદાયી સ્ટોરી અને છોકરાઓ માટે અનુકરણીય શિક્ષા, સમય કાઢીને અચૂક વાંચજો.

કોઈપણ છોકરીની સુંદરતા તેના ચહેરા કરતાં તેના હૃદયની વધુ હોય છે.

અશોક ભાઈએ ઘરમાં પગ મુકતા જ કહ્યું ‘એરે, સાંભળે છે!’

અવાજ સાંભળતા જ અશોક ભાઈની પત્ની હાથમાં પાણીનો ગ્લાસ લઈને બહાર આવ્યા અને કહ્યું, આપણી દીકરી માટે સંબંધ આવ્યો છે. સારું એવું સુખી અને ઈજ્જત વાળું કુટુંબ છે. છોકરાનું નામ યુવરાજ છે. બેંકમાં નોકરી કરે છે. બસ, દીકરી હા કહે તો સગાઈ થઈ જાય.

સ્વેતા તેમની એકમાત્ર છોકરી હતી. ઘરમાં હંમેશા આનંદનું વાતાવરણ રહેતું. સિગારેટ અને પાન મસાલાના કારણે ક્યારેક અશોકભાઈને તેમની પત્ની અને પુત્રી સાથે રકજક થઇ જતી, પણ અશોક ભાઈ તેને મજાકમાં ટાળી દેતા.

સ્વેતા ખૂબ જ બુદ્ધિશાળી અને સંસ્કારી છોકરી. S.S.C પાસ કર્યા પછી ટ્યુશન, સિલાઈકામ કરીને પિતાની મદદ કરવાનો પ્રયત્ન કરતી. હવે તો સ્વેતા ગ્રેજ્યુએટ થઈ ગઈ હતી અને નોકરી પણ કરતી હતી. પરંતુ અશોકભાઈ તેના પગારમાંથી એક રૂપિયો પણ લેતા ના હતા. અને હંમેશા કહેતા, ‘દીકરી, આ પગાર તારી પાસે રાખ, ભવિષ્યમાં તને જ ઉપયોગી થશે.’

બંને ઘરની સંમતિથી દીકરી અને યુવરાજની સગાઈ થઈ ગઈ અને લગ્નનું મુહૂર્ત પણ નીકળી ગયું.

લગ્નને હવે 15 દિવસ બાકી હતા. અશોક ભાઈએ દીકરીને પાસે બેસાડી અને કહ્યું – દીકરા, મેં તારા સસરા સાથે વાત કરી છે. તેમણે કહ્યું કે હું દહેજમાં કંઈ નહીં લઈશ, ન પૈસા, ન દાગીના કે કોઈપણ વસ્તુ નહિ. તો દીકરા, મેં તારા લગ્ન માટે થોડા રૂપિયા જમા કર્યા હતા. હું તને આ બે લાખ રૂપિયા આપું છું. જે લગ્ન પછી તમારા ભવિષ્યમાં ઉપયોગી થશે, તું તેને તારા ખાતામાં જમા કરાવી દે.

“ઓકે પપ્પા” – સ્વેતાએ ટૂંકો જવાબ આપ્યો અને પોતાના રૂમમાં ચાલી ગઈ.

સમયને જતા ક્યાં વાર લાગે છે? શુભ દિવસે આંગણે જાન આવી. પંડિતજીએ મંડપમાં લગ્નની વિધિ શરૂ કરી. ફેરા ફરવાનો સમય આવ્યો. કોયલ જેમ ટહુકો કરે એમ સ્વેતા બે શબ્દોમાં બોલી, થોભો, પંડિતજી. મારે તમારા બધાની હાજરીમાં મારા પિતા સાથે વાત કરવી છે.

સ્વેતા આગળ બોલી – પપ્પા, તમે મને લાડ કોડથી મોટી કરી, ભણાવી, ઘણો પ્રેમ આપ્યો, હું તેનું ઋણ ચૂકવી શકતી નથી. પણ યુવરાજ અને મારા સસરાની સંમતિથી હું તમારા દ્વારા આપેલ બે લાખ રૂપિયાનો ચેક પાછો આપું છું. આ પૈસાથી મારા લગ્ન માટે લીધેલી ઉધાર ચૂકવી દેજો.

અને બીજો ચેક ત્રણ લાખનો જે મેં મારા પગારમાંથી બચત કર્યો છે. જ્યારે તમે નિવૃત્ત થશો, ત્યારે તમારે કામ આવશે. હું નથી ઇચ્છતી કે તમને વૃદ્ધાવસ્થામાં કોઈની સામે હાથ લંબાવવો પડે! જો હું તમારો છોકરો હોત તો પણ આટલું તો કરતે જ ને?

બધાની નજર સ્વેતા પર હતી.

પપ્પા, હવે હું જે દહેજ તમારી પાસે માંગું તે તમે મને આપશો?

અશોક ભાઈ ભારે અવાજમાં – “હા દીકરા”. (તે આટલું જ બોલી શક્યા.)

તો પપ્પા, મને વચન આપો કે આજ પછી તમે સિગારેટને હાથ નહિ લગાડશો. તંબાકુ, પાન અને મસાલાનું વ્ય-સન આજથી જ છોડી દેશો. બધાની હાજરીમાં, હું દહેજમાં ફક્ત આટલું જ માંગું છું.

છોકરીના પિતા કેવી રીતે ના પાડી શકે? લગ્નમાં છોકરીની વિદાય વખતે ફક્ત કન્યા પક્ષને રડતા જોયા હશે, પણ આજે જાનૈયાની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી હતી.

હું દૂરથી તે સ્વેતાને લક્ષ્મીના રૂપમાં જોઈ રહ્યો હતો. રૂપિયાનું પરબિડીયું હું મારા ખિસ્સા માંથી બહાર કાઢી શકતો નોહ્તો. સાક્ષાત લક્ષ્મીને હું કેવી રીતે લક્ષ્મી આપું?

પણ મારા મનમાં એક પ્રશ્ન ચોક્કસ થયો, ભ્રૂ-ણ-હ-ત્યા કરનારાઓને આ રીતની લક્ષ્મી મળશે શું?

કૃપા કરીને રડશો નહીં, તમારા આંસુ લૂછો અને આ પ્રસંગ પરથી પ્રેરણા લો.