મિત્રતાનો અસલી મતલબ જણાવે છે રાજા અને ફકીરની આ એક ખુબ જ પ્રેરણાદાયક વાર્તા

0
401

એક ફકીર ઘણા દિવસો સુધી રાજાની સાથે રહેતો હતો, રાજાને તે ફકીર પર ખુબ વિશ્વાસ થઇ ગયો હતો. વિશ્વાસ એટલો કે રાજા રાત્રે પણ તેને પોતાના રૂમમાં સુવડાવતો હતો. કોઈ પણ કામ હોય બંને સાથે સાથે જ કરતા. એક દિવસ બંનેશિ *કાર કરવા ગયા અને રસ્તો ભટકી ગયા. ભૂખ્યા-તરસ્યા એક ઝાડ નીચે પહુંચ્યા. ઝાડ પર એક જ ફળ હતું.

રાજાએ ઘોડા પર ચઢીને ફળને પોતાના હાથથી તોડ્યું. રાજાએ ફળના ચાર ટુકડા કર્યા અને પોતાની આદત મુજબ પહેલો ટુકડો ફકીરને આપ્યો. ફકીરે ટુકડો ખાદ્યો અને બોલ્યો ખુબ સ્વાદિષ્ટ, આવું ફળ મેં હજુ સુધી ક્યારેય ખાધું નથી. હજુ એક ટુકડો આપી દો. બીજો ટુકડો પણ ફકીરને મળી ગયો. ફકીરે હજુ એક ટુકડો રાજા પાસેથી માંગી લીધો. આવી રીતે ફકીરે રાજા પાસેથી ત્રણ ટુકડા ખાઈ લીધા. જયારે ફકીરે છેલ્લો ટુકડો માંગ્યો હતો રાજાએ કહ્યું, આ સીમાના બહાર છે, હું પણ તો ભૂખ્યો છું. મારો તમારા પર પ્રેમ છે, પણ તમે મને પ્રેમ કરતા નથી.

ગુસ્સામાં રાજા પાસે જે છેલ્લો ટુકડો હતો તે પોતે ખાઈ લીધો. ફળનો ટુકડો જેવો મોં માં રાખ્યો, તેવો જ રાજાએ થૂંકી દીધું કારણ કે તે ખુબ જ કડવો હતો. રાજા બોલ્યો તમે ગાંડા છો કે આટલું કડવું ફળ કેવી રીતે ખાઈ શકો છો. ફકીરે જવાબ આપ્યો, જે હાથથી હંમેશા મીઠા ફળ ખાવા મળે, તેમાં એક કડવા ફળની ફરિયાદ કેવી રીતે કરી શકું? બધા ટુકડા એટલા માટે જ લેતો ગયો, જેથી તમને ખબર ન પડે.

મિત્રો જ્યાં વિશ્વાસ અને દોસ્તી હોય ત્યાં શંકા ન કરવી, આવો કંઈક આવા જ સંબંધ બનાવીએ, કંઈક અમારી પાસેથી શીખો, કંઈક અમને શીખવાડો, નસીબની એક આદત છે, તે જરૂર પલટે છે અને જયારે પલટે ત્યારે બધું બદલાઈ જાય છે. એટલા માટે સારા દિવસોમાં અહંકાર ન કરો અને ખરાબ સમયમાં થોડું સંયમ રાખો.