રામ સેતુ સાથે જોડાયેલા આ છ તથ્યો વિષે કદાચ તમે જાણતા નહિ હોય, જાણો તેના વિષે વિસ્તારથી.

0
2182

ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલા રામ સેતુના આ તથ્યો જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો.

રામ સેતુ જેને સામાન્ય રીતે એડમ બ્રીજના નામથી પણ ઓળખવામાં આવે છે, તે એક વિવાદિત બ્રીજ છે અને વર્ષોથી તેને લઈને ચર્ચા થતી રહે છે કે, તે કુદરતી છે કે માનવ નિર્મિત. એક અમેરિકી વિજ્ઞાન ચેલનના જણાવ્યા મુજબ તે એક માનવ નિર્મિત પુલ છે. અને કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે, આ ચુનાના પથ્થરની શીલા દ્વારા નિર્મિત એક કુદરતી પુલ છે. રામ સેતુનો ઉલ્લેખ મહાકાવ્ય રામાયણમાં પણ કરવામાં આવ્યો છે.

રામાયણ મુજબ, આ પુલનું નિર્માણ ભગવાન શ્રી રામ અને તેમની વાનર સેના દ્વારા કરવામાં આવ્યો હતો. જયારે લંકાના રાજા રાવણ માતા સીતાનું હરણ કરીને તેમને લંકામાં લઇ ગયા હતા ત્યારે પ્રભુ શ્રી રામે વાનરો સાથે લંકા જવા માટે આ પુલ બનાવ્યો હતો. એટલા માટે આ બ્રીજનું પોતાનું એક ધાર્મિક મહત્વ પણ છે.

ભારતના તમિલનાડુમાં આવેલો આ એક એવો બ્રીજ છે, જે આજે પણ એરિયલ વ્યુ પ્રદાન કરે છે. સાથે જ આ પુલ ભારતના તમિલનાડુના પંબન દ્વીપને શ્રીલંકાના મન્નાર દ્વીપ સાથે જોડે છે. તો આવો આજે આ લેખમાં અમે તમને રામ સેતુ બ્રીજ સાથે જોડાયેલા અમેઝિંગ ફેક્ટસ વિષે જણાવીએ, જે ખરેખર તમને પણ ઘણા પસંદ આવશે.

વોકેબલ બ્રીજ :

એવું કહેવામાં આવે છે કે રામનો સેતુ સમુદ્ર સપાટીથી ઉપર હતો. કેટલાક ઐતિહાસિક રેકોર્ડ એવું દર્શાવે છે કે, 15 મી સદી સુધી આ બ્રીજ ઉપર ચાલીને તેને સરળતાથી પાર કરી શકાતો હતો. તે જમીનમાં લગભગ 3 થી 30 ફૂટ સુધી ઊંડો છે.

વૈજ્ઞાનિક આજ સુધી રહસ્ય નથી ઉકેલી શક્યા :

આ બ્રીજ ન માત્ર પોતાની રીતે લોકોને નવાઈ પમાડે છે, પણ આજ સુધી વૈજ્ઞાનિક તેના નિર્માણ સાથે જોડાયેલા ઘણા કિસ્સાનું રહસ્ય નથી ઉકેલી શક્યા. આ પુલના નિર્માણમાં પથ્થરોને એક બીજા સાથે જોડવા માટે કઈ ટેકનીકનો ઉપયોગ કરવામાં આવ્યો, તેના વિષે આજ સુધી કોઈ નથી જાણતું. આખી દુનિયાના વૈજ્ઞાનિક તેને લઈને ઘણા રીસર્ચ કરી ચુક્યા છે, તેમ છતાં પણ તે કોઈ સ્પષ્ટ કારણ નથી આપી શક્યા.

એક નહિ અનેક નામ :

તમિલનાડુના રામેશ્વરમમાં આવેલા આ પુલનું એક રામ સેતુ છે એ તો તમે જાણો છો. પણ શું તમને ખબર છે કે તેને બીજા પણ ઘણા નામોથી ઓળખવામાં આવે છે. તેને એડમ બ્રીજ, નલ સેતુ અને સેતુ બંધ પણ કહેવામાં આવે છે. આ બ્રીજ રામ અને તેમની સેના દ્વારા બનાવવામાં આવ્યો હતો, એટલા માટે તેને રામ સેતુ કહેવામાં આવે છે. અને તેને નલ સેતુ એટલા માટે પણ કહેવામાં આવે છે, કેમ કે તે નલ જ હતા જેમણે પુલને ડીઝાઈન કર્યો હતો. એડમ બ્રીજ નામ કેટલાક પ્રાચીન ઇસ્લામિક ગ્રંથોની દેન છે.

નથી જઈ શકતા જહાજ :

સન 1480 માં સમુદ્રમાં એક વિશાળ ચક્રવાત આવ્યા પછી આ પુલ પાણીની અંદર ડૂબી ગયો હતો. રામ સેતુ આજે પણ પાણીની અંદર છે, તેમ છતાં પણ અહિયાંથી જહાજ નથી જઈ શકતા. કેટલીક જગ્યાએ પાણીનું સ્તર ઊંડું છે. સાથે જ આ પુલ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબેલો નથી. એટલા માટે ભારત માંથી નીકળતા જાહાજોએ શ્રીલંકા પહોંચવા માટે બીજા રસ્તેથી જવું પડે છે.

રહસ્યમય અને આશ્ચર્યજનક :

ઓશનોગ્રાફીના અધ્યયન ઉપરથી જાણવા મળ્યું કે, આ પુલ 7000 વર્ષ જુનો છે. એ ગણતરીએ જોવામાં આવે તો તે ચીનની દીવાલ અને મિસ્રના પીરામીડ વગેરેથી પણ જુનો છે. આ સંરચનાઓ 3 થી 4 હજાર વર્ષ જૂની છે, જયારે રામ સેતુ ઓછામાં ઓછો સાત હજાર વર્ષ જુનો છે.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.