1) “સમય” એવી વસ્તુ છે કે…ગણે રાખો તો ખૂટે…વાપરો તો વધી પડે…સંઘરો તો નીકળી જાય…પણ, સાચવી લ્યો તો તમારો થઈ જાય…
2) જે વ્યક્તિ પાસે સમાધાન કરવાની શક્તિ જેટલી વધારે હોય છે, એમના સંબંધોનો વિસ્તાર પણ એટલો જ વિશાળ હોય છે.
3) માન્યું કે સમય હેરાન કરી રહ્યો છે પણ કેવી રીતે જીવવું એ પણ તો શીખવાડી રહ્યો છે.
4) જેની જરૂર નથી તે ખરીદશો તો જેની જરૂર છે તે વેચવું પડશે.
5) જેમ જેમ લાભ થાય છે, તેમ તેમ લોભ વધતો જાય છે.
6) ઈશ્વર માનવીને લાયકાત કરતા, વધારે સુખ આપતા નથી… તો સહનશક્તિ કરતા વધારે, દુઃખ પણ નથી આપતા.
7) જેવી રીતે માળો ઊંઘતાં પક્ષીઓને આશ્રય આપે છે, તેવી જ રીતે મૌન તમારી વાણીને આશ્રય આપે છે.
8) એવું ક્યારેય નહીં વિચારવાનું કે, કોણ, ક્યારે, અને કેવી રીતે બદલાય ગયું…!!
સાહેબ બસ એટલું યાદ રાખો કે, એ જીવનમાં શું શીખવાડી ગયું..
9) સ્નેહના સાગરમાં તરવું તો સર્વને ગમે છે, પણ એ સાગરમાં સુનામી આવે ત્યારે પણ સાથ ન છોડે એ જ સંબંધ સાચો…
10) જીવનમાં એટલી બધી ભૂલોના કરવી કે પેન્સિલ પેહલા જ રબર ઘસાઈ જાય.
11) કચરા પેટીમા પડેલી રોટલીને કુતરા એ પૂછ્યું તું કેમ આયા પડી છો? રોટલી એ ખૂબ સરસ જવાબ આપ્યો માણસની ભૂખ સંતોષાય જાય એટલે એ તેની ઔકાત ભૂલી જાય છે.
12) અનુભવ થી મોટી કોઈ જ ડિગ્રી નથી..!
13) જો દુનિયામાં છોડવા જેવું કંઈ હોય, તો પોતાને ઊંચા દેખાડવાનું છોડી દો.
14) સારુ પુસ્તક અને સારા લોકો તરત નથી સમજાતાં તેમને વાંચવા પડે છે.
15) તમારી જિંદગીમાં કંઈ જ નઈ બદલાય, જ્યાં સુધી તમે નઈ બદલાવ !
16) હજીપણ ક્યાં સુધી આવી જ અક્કડ રાખશો, હૃદયને ખોલવા શું પાના-પક્કડ રાખશો
17) સપનાઓને સફળ કરવા માટે, સમજદારની સાથે સાથે પાગલ પણ બનવું પડે છે !!
18) જીવનમાં ગુમાવેલ બધુ જ પાછુ મેળવી શકાય છે. સાહેબ.. પરંતુ ગુમાવેલ વિશ્વાસ કયારેય મેળવી શકાતો નથી.
19) અહમ્ ના તમામ પગથિયા ઉતરતા જે તળેટી મળે… એ સંબંધનું સર્વોચ્ચ શિખર હોય છે..
20) સુખ હોય પણ શાંતિ ના હોય તો સમજવું કે તમે ભુલથી સગવડને સુખ સમજી બેઠા છો.