વાંચો નિરાશ જીવને નવી ઉર્જાથી ભરી દેતી રચના ‘ઈશ્વર તણી મરજી’.

0
345

જે થાય તે થવાદો, ઈશ્વર તણી મરજી,

જે જાય તે જવાદો, ઈશ્વર તણી મરજી.

‘એ’ જે કરે છે તે, બધાના શ્રેય ને ખાતર,

કરવાની શી ફરિયાદો? ઈશ્વર તણી મરજી.

આમ બન્યું હોત નહિ, તો તેમ થઇ શકત,

છે વ્યર્થ આ વિવાદો, ઈશ્વર તણી મરજી.

ભાષા -જાતિ- કોમ-પ્રાંત વાદ ને તજીને,

સ્થાપો બધે સંવાદો, ઈશ્વર તણી મરજી.

એની ન મરજી હોય તો, પત્તુ ય હલે ના,

આમાં નથી અપવાદો, ઈશ્વર તણી મરજી.

ના દેવ- ના ફરિશ્તો, માનવ બની શકું,

છે એટલો ઈરાદો, ઈશ્વર તણી મરજી.

જો થઇ શકે તો કરીએ, બે કામ ભલાઈ ના,

બસ એટલી મુરાદો, ઈશ્વર તણી મરજી.

સુખ-દુઃખ; હાર-જીત માં ભૂલું નહીં તને,

કરું તુજ ભરોસે વાદો, ઈશ્વર તણી મરજી.

– ઓમપ્રકાશ વોરા, ચાંદખેડા, અમદાવાદ. (અમર કથાઓ ગ્રુપ)