વાત એક એવી કળાની જે આજે લુપ્ત થવાને આરે છે, આજકાલના બાળકોએ તો આવા કારીગરને જોયા નહિ હોય.

0
798

આજે હું વડલા નીચી ઉભો હતો અને લુપ્ત થવાની કતાર માં ઉભેલા એક દ્રશ્ય ને પંપાળી રહેલો કારીગર મારી નજરે ચડી ગયો. આપણાં બધાં નાં ઘર માં અત્યારે મશિન થી બનાવેલા એલ્યુમિનીયમ અને સ્ટીલ નાં ડબ્બા હસે. થોડાક વર્ષો પહેલાં આજ ડબ્બા તેલ અથવા ઘી નાં ડબ્બા ને કોતરી એણે સજાવીધજાવી બનવી આપવામાં આવા કારીગારો આપણ ને ઉપયોગી નીવડતાં.

લીમડી ના છાયા નીચે બેસી ઓજાર ની પેટી ખોલી જમીન માં લોખંડ નો ખીલી ગાલિ એનાં પર પતરાનાં ડબ્બા ને મુકી સરસ આકાર આપનાર આ કારીગરો હવે ગામનાં પાદરે ઓછા જોવા મળે છે. કારીગર આવ્યો હોય ત્યારે એની કળાને જોવા બાળકો નું ટોળું ખરી ગરમી માં કારીગર નો પવન રોકી ઉભુ થઈ જાતું. કારીગર ની કાતર ડબ્બાના પતરાને આરામથી કાપતી જાય અને કારીગર ની બહુ માં પડતાં બાહુબળ ને જોવાની મજા જ કંઈક અલગ હતી.

તળીયે થી ફૂટેલા તગારાનો સડેલો ભાગ કાઢી એની ઉપર નવું પતરુ મુકી રીવીટ ને નીચે રાખી ઉપરના ભાગ માં બોલ્ટ રાખી કારીગર હથોડી નો એક ફટકો મારે એટલે રીવીટ ઉપર આવી જાય આ કળા જોઈ આપણું મન અચરજ પામી જાય. અને કારીગર ની પણ કેટલી આવડત કે એ જ્યા ફટકો મારે ત્યાંથીજ રીવીટ બહાર આવે. જુના તગારા ને નવું તળિયું આપી કારીગર એનાં સાંધા માં ગ્રીસ બારીકાયથી પૂરતો જાય અને સામે વાલી વ્યક્તિ ને ભરોસો આપવા તગારા માં પાણી ભરી અવલોકન કરી આપે.

સીધા પતરા ને બાકીકાઈ થી કાપી એનાં ચારે ખૂણા વાળી સરસ મજાની સુંપડી બનવી આપે એટલે આપણને આશ્ચર્ય થઈ આવે. ગામડે આવો કારીગર આવ્યો હોય એટલે ફળિયા માં ઘટાદાર લીંબડી નીચે બેસે અને ફળિયા નાં બધાં લોકો જરુરીયાત પૂરતી વસ્તુ ઘડાવવાં આવી જાય. કોઈ શાક રોટલો આપી જાય કોઈ ઉનાળા ની લૂ ને ટાઢિ કરવા પ્યાલો છાસ આપી જાય, જમવા ના સમયે ટોળેવળી ઊભેલા બાળકો ને એ કારીગર પ્રેમ થી કહે ” કે જાવો હવે થોડી વાર પછી આવજો હું ટોયકો પાડું તમન…! ” રોચકતા સાથે પીરશાતા પ્રેમ ને જોઈ બાળકો ઘેલા બની જતાં.

કારીગર ની પેટી પણ અદ્દભુત હોય એમાં બધો સામાન સલામતીથી આવી જાય અને એ પેટી માં એક નાની પેટી હોય એમાં રીવીટ ભરેલાં હોય. હું નાનો હતો ત્યારે એ પેટીને જોઈ દર વખતે એવું થતું કે ” આ પેટી કારીગર મને આપી દે તો કેવી મજા આવી જાય…. ! ” કામ પુરુ થાય એટલે કારીગર પેટીનાં પટ્ટો ને ખભે પરોવી પીઠ પાછળ ટટળતી કરી મુકે અને ખભાપર નો ભાર ઓછો કરવા ખભા પર આવતાં પટ્ટા માં કોષ પરોવી હાથ વડે એણે પકડી રાખે.

શહેર નાં સમણાં જોતાં માનવી ઓ વચ્ચે હવે આ કારીગરો લુપ્ત થઈ ગયાં છે. હવે થિગડા ને ફેંકી દેવાય અને નવાને લાવી દેવાય છે.

– રશ્મિન પ્રજાપતિ. (અમર કથાઓ ગ્રુપ)