ભગવાન બુદ્ધની આ શીખ આજના બાળકોને આપવી ખુબ જરૂરી છે નહિ તો માં બાપે પસ્તાવું પડી શકે છે.

0
343

આમ તો ભગવાન ગૌતમ બુદ્ધ પોતાની મસ્તીમાં જ રહેતા હતા, ધ્યાનમાં ડૂબેલા રહેતા હતા અને શાંત રહીને જ પોતાની ગતિવિધિઓથી જ સંદેશ આપી દેતા હતા. તે તેમની સભામાં આવવા જવાવાળા ઉપર પણ ખાસ નજર રાખતા હતા. વ્યક્તિની ચાલઢાલ અને વર્તનથી જ તેમના વિષે ઘણી વાતો સમજી જતા હતા.

તે દિવસોમાં તેમની સભામાં એક યુવાન આવતો હતો, તે ઘણો વિદ્વાન હતા. પણ તેને પોતાના જ્ઞાનનો થોડો અહંકાર પણ હતો. તે ગૌતમ બુદ્ધની સભાઓમાં ત્યાં સુધી ચુપ બેસતો, જ્યાં સુધી ગૌતમ બુદ્ધ હાજર રહેતા હતા. જયારે બુદ્ધ ચાલ્યા જતા, તો તે યુવક પોતાના જ્ઞાનની વાતો કરવા લાગતો. તે કહેતો કે મારી સામે કોઈ ટકી નથી શકતા. તે લોકોને પૂછતો કે, એવો કોઈ વિદ્વાન છે? જે મારી સામે ટકી શકે. મારા પ્રશ્નોના જવાબ આપી શકે.

લોકોએ જઈને ગૌતમ બુદ્ધને આ વાત જણાવી. તો એક દિવસ ગૌતમ બુદ્ધે પોતાનો વેશ બદલ્યો અને બ્રાહ્મણ બની ગયા. અને તે વ્યક્તિને આશ્રમની બહાર ઉભો રાખ્યો અને તેને પૂછ્યું કે તમારી વિદ્દ્વતા વિષે કંઈક જણાવો.

યુવાને કહ્યું – મારી વિદ્દ્વતા તો સ્વયં બોલે છે, તમે તમારા વિષે જણાવો, તમે કોણ છો.

ગૌતમ બુદ્ધે કહ્યું – હું એ છું જેનો પોતાના શરીર અને મન ઉપર પૂરો અધિકાર છે. એક ધનુર્ધારી જેવી રીતે પોતાના ધનુષ ઉપર અધિકાર ધરાવે છે, કુંભાર વાસણ બનાવવા પર અધિકાર ધરાવે છે, એક રસોઈયો પોતાની રસોઈ ઉપર અધિકાર ધરાવે છે, એવી જ રીતે હું મારા શરીર અને મન ઉપર અધિકાર ધરાવું છું.

તે યુવકે પૂછ્યું – પોતાના ઉપર નિયંત્રણ હોવાથી શું થાય છે?

ત્યારે ગૌતમ બુદ્ધે કહ્યું – જયારે આપણે આપણા શરીર અને મન ઉપર નિયંત્રણ રાખીએ છીએ, તો કોઈ આપણી પ્રસંશા કરે કે નિંદા કરે, તેનાથી આપણને કોઈ ફરક નથી પડતો. તમને પડે છે?

હવે તે યુવકને ધ્યાનમાં આવ્યું કે, તેને આ વાતોથી ફરક પડે છે. તેને તો ગુસ્સો પણ આવી જાય છે. ઈર્ષા પણ આવી જાય છે. ત્યારે તેને સત્ય સમજાયું. પછી ગૌતમ બુદ્ધ પણ પોતાના અસલ સ્વરૂપમાં આવ્યા અને યુવકને કહ્યું કે, જો તે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું પણ શરીર અને મન ઉપર નિયંત્રણ નથી મેળવ્યું તો તે જ્ઞાન જ તમારા માટે વિ ષનું કામ કરશે. યુવકને ગૌતમ બુદ્ધની વાત સમજાઈ ગઈ.

ઉપદેશ : ગૌતમ બુદ્ધે જે વાત તે યુવકને સમજાવી તે આપણે પણ સમજવી જોઈએ. આ શિક્ષણનો યુગ છે. આજની પેઢી ઘણું ભણશે, લખશે, પણ જો તેમણે પોતાના શરીર અને મનને નિયંત્રિત નથી કર્યું તો તે જ્ઞાન વિકૃત થઈને તેમને ખોટી દિશામાં લઇ જશે.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.