જગ જનની જગદંબાને રોજ આ પ્રાર્થના જરૂર કરજો, ઘણી સરસ છે આ પ્રાર્થના, વાંચો.

0
1915

હે જગ જનનીની હે જગદંબા-હે જગ જનનીની હે જગદંબા,

માત ભવાની

આદ્યશક્તિ માં આદી અનાદી,

અંબા અરજ ઉરમાં ધરજે

હે જગ જનની

હોઈ ભલે દુખ મેરુ સરીખા,

રંજ એનો ના થવા દેજે

હે જગ જનની

રાજ સરીખું દુખ જોઈ બીજાનું ;

રોવાનો બે આંસુ દેજે

હે જગ જનની

કોઈના તીરનું નિશાન બનીને,

દિલ મારું વીંધવા દેજે

હે જગ જનની

ઘા સહી લઉં, ઘ કરું નહિ કોઈને,

ઘાયલ થાય પડી રહેવા દેજે

હે જગ જનની

આત્મા કોઈનો આનંદ પામે તો ,

ભલે સંતાપી લે મુજ આતમને

હે જગ જનની

આનંદ એનો અખંડ રહેજો ;

કંટક દે મને એને પુષ્પો દેજે

હે જગ જનની

ધૂપ બનું હું સુગંધ તું લેજે,

રાખ બની માંનેઉડી જવા દેજે

હે જગ જનની

બળું ભલે હું બાળ નહિ કોઈને;

જીવન મારું સુગંધિત કરજે

હે જગ જનની

અમૃત મળે કે ના મળે મુજને,

આશિષ અમૃત તું તે દેજે

હે જગ જનની

ઝેર જીવનના પી હું જાણું,

પચાવાની માં તું શક્તિ દેજે

હે જગ જનની

શક્તિ દે માં, ભક્તિ દે માં,

આ દુનિયા ના દુખ સહેવા દેજે

હે જગ જનની

‘શાંતિ દુર્લભ’ તારે ચરણે માં

હે માં મને તું શરણે લેજે

હે જગ જનની.

સર્વે સંતો ભક્તો અને મહાપુરુષો જ્ઞાનીજનો માતાનો બહેનોને દાસ ના કોટી કોટી વંદન.

સદગુરુ દેવ કી જય પ્રભુ.

જય અલખધણી કી પ્રભુ.

માતા-પિતા સંત ચરણમાં કોટીક નમન.

– સાભાર અમિત સેવક (અમર કથાઓ ગ્રુપ)