જાણો જગન્નાથ સાથે જોડાયેલા એવા રહસ્યો જેના વિષે તમને ખબર નહિ હોય.
પરંપરાઓ અને ઐતિહાસિક વારસાની ભૂમિ ભારતના હૃદયમાં એવા ઘણા રહસ્ય સંતાયેલા છે, જે વાર્તાઓ બનીને આજે પણ સાંભળવા અને સંભળાવવામાં આવે છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની મૂર્તિ અને ભગવાન શ્રીકૃષ્ણના મૃત્યુ સાથે જોડાયેલી એવી જ સ્ટોરી જણાવવા જઈ રહ્યા છીએ.
હિંદુ ધર્મના ઘણા પવિત્ર સ્થળ અને ચાર ધામોમાંથી એક જગન્નાથ પુરીની ધરતીને ભગવાન વિષ્ણુનું સ્થળ માનવામાં આવે છે. જગન્નાથ મંદિર સાથે જોડાયેલી એક રહસ્યમય સ્ટોરી પ્રચલિત છે, તે પ્રમાણે મંદિરમાં રહેલા ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર પોતે બ્રહ્મા વિરાજમાન છે.
બ્રહ્મા કૃષ્ણના નશ્વર શરીરમાં વિરાજમાન હતા અને જયારે કૃષ્ણનું મૃત્યુ થયું, ત્યારે પાંડવોએ તેમના શરીરના અગ્નિ સંસ્કાર કર્યા, પણ શ્રીકૃષ્ણનું હૃદય (પિંડ) સળગતું જ રહ્યું. ભગવાનના આદેશ અનુસાર પાંડવોએ તે પિંડને પાણીમાં પ્રવાહિત કરી દીધું. તે પિંડે લાકડાના ટુકડાનું રૂપ લઇ લીધું.
રાજા ઇન્દ્રદ્યુમન જે ભગવાન જગન્નાથના ભક્ત હતા, તેમને આ લાકડું મળ્યું અને તેમણે તેને જગન્નાથની મૂર્તિની અંદર સ્થાપિત કરી દીધું. તે દિવસથી લઈને આજ સુધી તે લાકડું ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર છે. દર 12 વર્ષના અંતરાળ પછી જગન્નાથની મૂર્તિ બદલાય છે, પણ તે લાકડું તેમાં જ રહે છે.
તે લાકડાના ટુકડાની એક ચકિત કરી દેનારી વાત એ પણ છે કે, મૃતિ દર 12 વર્ષમાં એક વાર બદલાય છે પણ તે લાકડાનો ટુકડો આજ સુધી કોઈએ જોયો નથી. મંદિરના પૂજારી જે આ મૂર્તિને બદલે છે, તેમનું કહેવું છે કે તેમની આંખો પર પટ્ટી બાંધવામાં આવે છે, અને હાથ પર કપડું ઢાંકી દેવામાં આવે છે. એટલા માટે તે લાકડાના ટુકડાને જોઈ પણ નથી શકતા અને તેનો અનુભવ પણ નથી કરી શકતા. પુજારીઓ અનુસાર તે લાકડાનો ટુકડો એટલો નરમ છે જાણે કે, કોઈ સસલું તેમના હાથમાં કૂદી રહ્યું હોય તેવું લાગે છે.
પુજારીઓનું એવું માનવું છે કે, જો કોઈ વ્યક્તિ આ મૂર્તિની અંદર સંતાયેલા બ્રહ્માને જોઈ લે તો તેમનું મૃત્યુ થઈ જશે. આ કારણે જે દિવસે જગન્નાથની મૂર્તિ બદલવાની હોય છે, ત્યારે ઓરિસ્સા સરકાર દ્વારા આખા શહેરની વીજળી બંધ કરી દેવામાં આવે છે. આ વાત આજ સુધી એક રહસ્ય જ છે કે, શું હકીકતમાં ભગવાન જગન્નાથની મૂર્તિમાં બ્રહ્માનો વાસ છે.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.