જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલા આ રોચક તથ્ય તમારે પણ જરૂર જાણવા જોઈએ.

0
678

ઓરિસ્સાના જગન્નાથ પુરી મંદિર સાથે જોડાયેલા આ તથ્યો વિષે જાણીને તમે વિચારવા પર મજબુર થઈ જશો.

ઓરિસ્સામાં આવેલા સર્વ પ્રસિદ્ધ પૂરીના જગન્નાથ મંદિરમાં દુર દુરથી પ્રવાસીઓ દર્શન માટે આવે છે. પુરાણોમાં જગન્નાથ પૂરીને ધરતીનું વૈકુંઠ એટલે કે સ્વર્ગ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે, પૂરીમાં ભગવાન વિષ્ણુએ પુરષોત્તમ નીલમાધવના રૂપમાં અવતાર લીધો હતો. આ મંદિરનું હિંદુ ભક્તો માટે વધુ મહત્વ છે, કેમ કે તે ચાર ધામ તીર્થસ્થળોમાંથી એક છે.

આ મંદિરને વર્ષ 1078 માં સહસ્રાબ્દી પહેલા નિર્મિત એક શક્તિશાળી ઐતિહાસિક સંરચનાના રૂપમાં પણ ઓળખવામાં આવે છે. ભગવાન જગન્નાથના આશીર્વાદ મેળવવા માટે લાખો લોકો દર વર્ષે ઓરિસ્સા જાય છે, અને જગન્નાથ પૂરી મંદિરના દર્શનનો લાભ લે છે. આવો જાણીએ આ મંદિર સાથે જોડાયેલા કેટલાક એવા રોચક તથ્યો વિષે જે સાંભળીને તમે પણ આશ્ચર્યમાં પડી જશો.

વિરુદ્ધ દિશામાં લહેરાય છે ધજા : જગન્નાથ મંદિરના શિખર ઉપર આવેલી ધજા હંમેશા હવાની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. જગન્નાથ મંદિરની ટોચ ઉપર લાગેલી ધજા સિદ્ધાંતનો એક અનોખો અપવાદ છે. આ ખાસ ધજા હવાની વિરુદ્ધ દિશામાં કોઈ વૈજ્ઞાનિક કારણ વગર લહેરાય છે. તેનું વૈજ્ઞાનિક કારણ આજ સુધી જાણવા મળ્યું નથી, પણ તે કોઈ આશ્ચર્યથી ઓછું નથી.

ધજા રોજ બદલાય છે : મંદિરના ઘુમ્મટ ઉપર લાગેલી ધજાને બદલવા માટે દરરોજ એક પુજારી 45 માળની ઈમારતની બરોબર ઊંચાઈ વાળા મંદિરની દીવાલો ઉપર ચડે છે. હકીકતમાં તે થોડું મુશ્કેલ કામ છે, પણ તે અનુષ્ઠાન તે દિવસથી સતત ચાલી રહ્યુ છે જે દિવસથી મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા કોઈ પણ સુરક્ષાના સાધન વગર ઉઘાડા હાથે દરરોજ પુનરાવર્તિત કરવામાં આવે છે. માન્યતા એ છે કે, જો કેલેન્ડરના એક દિવસ પણ આ અનુષ્ઠાન છોડી દેવામાં આવે, તો મંદિર 18 વર્ષ સુધી બંધ રહેશે.

સુદર્શન ચક્રનું રહસ્ય : મંદિરના શિખર ઉપર સુદર્શન ચક્ર તરીકે બે રહસ્ય રહેલા છે. પહેલી વિષમતા (અસામાન્યતા) એ સિદ્ધાંતની આસપાસ ઘૂમે છે કે, તે સમયે એક ટન જેટલા વજનની ધાતુ કોઈ પણ મશીનરી વગર ફક્ત માનવ બળથી ત્યાં સુધી કઈ રીતે ઉંચકવામાં આવી. બીજી આ ચક્ર સાથે સંબંધિત વાસ્તુ ટેકનીક સાથે જોડાયેલી છે. તમે દરેક દિશામાંથી જુવો તો આ ચક્ર એક જ રૂપમાં દેખાય છે. તે એવું છે જાણે કે તેને દરેક દિશામાંથી એક જેવું દેખાવા માટે ડીઝાઈન કરવામાં આવ્યું હતું. આ ચક્રને તમે જે પણ દિશામાંથી જોવાનો પ્રયત્ન કરશો તે તમને તમારી સામે જ દેખાશે.

નથી હોતા કોઈ પક્ષી : આપણે પક્ષીઓને હંમેશા આપણા ઘરની ઉપર બેસેલા, આરામ કરતા અને ઉડતા જોઈએ છીએ. પણ આ વિશેષ વિસ્તાર પક્ષીઓથી પ્રતિબંધિત છે. આ મંદિરના ઘુમ્મટ ઉપર એક પણ પક્ષી નથી. અહીં સુધી કે કોઈ વિમાનને આ મંદિરની ઉપરથી નીકળતા પણ નથી જોઈ શકતા.

જગન્નાથ પૂરીની રસોઈ : હિંદુ પૌરાણીક કથાઓમાં ભોજનનો બગાડ કરવો એક ખરાબ સંકેત માનવામાં આવે છે. અને મંદિરના ચાલક દળ તે વાતનું અનુસરણ કરે છે. મંદિરમાં આવતા લોકોની કુલ સંખ્યા દરરોજ 2,000 થી 2,00,000 લોકોની વચ્ચે હોય છે. અહીં દરરોજ તૈયાર કરવામાં આવતા પ્રસાદમ જેને મહાપ્રસાદ કહેવામાં આવે છે, તેની પ્રભાવી વ્યવસ્થાને પ્રભુની ઈચ્છા કહેવામાં આવે તો ખોટું નહિ ગણાય.

એટલું જ નહિ મંદિરની રસોઈમાં પ્રસાદ બનાવવા માટે 7 વાસણ એક બીજા ઉપર રાખવામાં આવે છે, અને આ પ્રસાદ માટીના વાસણમાં લાકડા ઉપર જ બનાવવામાં આવે છે. આ રીતે સૌથી નીચેના વાસણનું ખાવાનું સૌથી પહેલા તૈયાર થવું જોઈએ, પણ જગન્નાથ પૂરીમાં તેનાથી વિપરીત સૌથી ઉપરના વાસણમાં ખાવાનું સૌથી પહેલા પાકે છે.

શાંત જળ : જયારે તમે સિંધા દ્વારથી મંદિરની અંદર પહેલો પગ મુકો છો, તો દરિયાની લહેરોનો અવાજ સંભળાવાનું એકદમ બંધ થઇ જાય છે. આ ઘટના સાંજના સમયમાં વધુ જોવા મળે છે. કોઈ વૈજ્ઞાનિક સ્પષ્ટીકરણ આ તથ્યને નથી જોડતું. જયારે તમે મંદિર છોડો છો તો અવાજ પાછો આવે છે. સ્થાનિક વિદ્યા મુજબ, તે બે રજાઓની બહેન સુભદ્રા મેઈની ઈચ્છા હતી, જેમણે મંદિરના દ્વારની અંદર શાંતિની કામના કરી હતી. એટલા માટે તેમની ઈચ્છા પૂરી થઇ ગઈ હતી જે આજે પણ જળવાયેલી છે.

હવાની વિપરીત દિશા : પૃથ્વી ઉપર કોઈ પણ સ્થળે દિવસના સમયમાં સમુદ્રમાંથી હવા આવે છે, અને સાંજે વિપરીત હોય છે. પણ પૂરીમાં હવામાં વિરોધાભાસ અને સચોટ વિપરીત દિશાનો વિકલ્પ પસંદ કરવાની પ્રવૃત્તિ છે. દિવસમાં હવા જમીનથી સમુદ્ર તરફ વહે છે અને સાંજે હવા તેનાથી વિપરીત હોય છે.

આટલા આશ્ચર્યોથી ભરેલા અને શ્રદ્ધા અને ભક્તિમાં ઓત પ્રોત જગન્નાથ પૂરીનું આ મંદિર હકીકતમાં આકર્ષિત કરે છે, અને ભક્તિ ભાવમાં લીન થવા માટે તમારે પણ આ સ્થળની યાત્રા ઓછામાં ઓછું એક વખત તો જરૂર કરવી જોઈએ.

આ માહિતી હર જિંદગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.