જાણો જાહલપરની માં મેલડીના પરચા વિષે, જાહલપરમાં તેમને બડી અમ્મા કહીને પૂજવામાં આવે છે.

0
706

જાહલપરની મેલડીની વાત :

જ્યારે કડીનો રાજા મલાવરાવ જાહલપરની મેલડીની વાવ તોડીને તેના પથ્થર કડી લઇ જતો હતો, ત્યારે મેલડી મલાવરાજાને મા-રવા કડી પહોંચી જ હતી. પરંતુ આ વાવનો એક પથ્થર કડી- જાહલપરની વચ્ચે નંદાસર કરીને એક ગામ છે ત્યાં પડ્યો રહ્યો હતો. આ નંદાસર ગામમાં મુસલમાનોની વસતી વધારે હતી.

આ વાતને સાત વરસથી વધારે સમય થઇ ગયો. પછી મુસલમાનની એક બાઇ આ વાવનો પથ્થર તેમના ઘરે લઇ ગઇ અને આ પથ્થર ઉપર કપડા ધોવા બેઠી. જેવી આ મુસલમાનની બાઇએ કપડા ઉપર ધોકા મારીયો કે, સાત વરસે જાહલપરની મેલડી જાગૃત બની. અને પેલી મુસલમાનની બાઇને ધુણવા આવી. અને કહ્યું કે, “ખમ્મા… ખમ્મા… હું જાહલપરની વાવની મેલડી આવી.”

ત્યારે બન્યું એવું કે, આ જ સમયે મુસલમાનોના તાજીયા નીકળ્યા હતા. એક બાજુ તાજીયા રમાઇ રહ્યા છે અને બીજી બાજુ આ મુસલમાનની બાઇ ધુણતા ધુણતા આવી અને મેલડી આ બાઇને ત્રણ તાલે ધુણી રહી છે. એટલે બધા મુસલમાનો કહેવા લાગ્યા કે, “દૂર રહેજો આ હીન્દુની માતા ધુણે છે.” ત્યારે આ મુસલમાનોનો નંદાસરનો સુબો જેનું નામ સૈયદ તે પણ ત્યા હાજર હતો.

આ સુબા સૈયદે વીચાર કરીયો કે, આ માતા સાચી લાગે છે. પણ પારખું લેવું પડશે. એટલે સુબાએ કીધું કે, જો તું સાચી જાહલપરની વાવની મેલડી હોય તો, મારા મન માં જે વાત છે તે કઇ દે. જો તુ મારા મનની વાત કહી દે, તો અમારા નંદાસરના 200 ઘર મુસલમાનના છે. અમે બધા નમાજ પછી પઢશું પહેલા તારો તાવો -પુજા કરશું.

એટલે મેલડી વોરંકો લાવી આંશકો મારી બોલી કે, “સુબા સૈયદ સાંભળ. તારે ત્રણ બીબીઓ છે અને તારી ઉંમર 60 વરસની છે. પણ તારે વસ્તાર નથી. અને તુ આ મુસલમાનની બાઇને ધુણતી જોઇને મનમાં વીચાર કરે છે કે, આ માતા મને દીકરો આપશે. તો સાંભળ મને ધુણતી જોઇને તને ભરોસો પડ્યો ને તો સુબા આજથી તુ દીવસ ગણવાના શરૂ કરી દે, 9 મહીના અને 13 દીવસે તારી ત્રણેય બીબીઓને એક સાથે, એક સમયે, એક – એક દીકરો આપું તો એમ માનજે કે જાહલપરના વાવની મેલડી એ આપ્યા છે.“

અને માતા મુસ્લમનને ત્રણ દીકરા આપ્યા. આજની તારીખે પણ જાહલપરમાં મુસલમાનો નમાજ પહેલા “બડી અમ્મા…….. બડી અમ્મા…..” કરીને મેલડીની પુજા કરે છે.

– ક્ષત્રિય સેના બ્લોગ અને જય માં મેલડી બ્લોગ

(સાભાર પરેશ વાલવિયા, અમર કથાઓ ગ્રુપ)