“જળ કમળ છાંડી જાને બાળા” કેટલાને આજે પણ કંઠસ્થ છે નરસિંહ મહેતા રહિત આ અદ્દભુત રચના.

0
2286

જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે

જાગશે, તને મા રશે, મને બા ળ હ તયા લાગશે … જળ કમળ

કહે રે બાળક તું મારગ ભૂલ્યો? કે તારા વેરીએ વળાવીયો?

નિશ્ચે તારો કાળ જ ખૂટ્યો, અહીંયા તે શીદ આવિયો? … જળ કમળ

નથી નાગણ હું મારગ ભૂલ્યો, કે મારા વેરીએ વળાવિયો,

મથુરા નગરીમાં જુ ગટુ રમતાં નાગનું શી શ હારિયો … જળ કમળ

રંગે રૂડો, રૂપે પુરો, દીસંતો કોડિલો કોડામણો,

તારી માતાએ કેટલા જનમ્યાં, તેમાં તું અળખામણો … જળ કમળ

મારી માતાએ બેઉ જનમ્યાં, તેમાં હું નટવર નાનડો,

જગાડ તારા નાગને, મારું નામ કૃષ્ણ કાનુડો … જળ કમળ

લાખ સવાનો મારો હાર આપું, આપું હું તુજને દોરિયો,

એટલું મારા નાગથી છાનું, આપું તુજને ચોરિયો … જળ કમળ

શું કરું નાગણ હાર તારો? શું કરું તારો દોરિયો?

શાને કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોરીઓ? …જળ કમળ

ચરણ ચાંપી, મૂછ મરડી, નાગણે નાગ જગાડિયો,

ઉઠોને બળવંત કોઇ, બારણે બાળક આવિયો … જળ કમળ

બેઉ બળિયા બા થે વળ ગ્યાં, કૃષ્ણે કાળીનાગ નાથિયો,

સહસ્ત્ર ફેણ ફુંફવે, જેમ ગગન ગાજે હાથિયો … જળકમળ

નાગણ સહુ વિલાપ કરે છે, નાગને બહુ દુ:ખ આપશે,

મથુરા નગરીમાં લઇ જશે, પછી નાગનું શી શ કા પશે … જળ કમળ

બેઉ કર જોડી વિનવે, સ્વામી ! મુકો અમારા કંથને,

અમે અપરાધી કાંઇ ન સમજ્યાં, ન ઓળખ્યાં ભગવંતને … જળ કમળ

થાળ ભરીને નાગણ સર્વે, મોતીડે કૃષ્ણ વધાવિયો,

નરસૈંયાના નાથ પાસેથી, નાગણે નાગ છોડાવિયો … જળ કમળ

– નરસિંહ મહેતા