જામ લાખો ઘુરારો ( શ્રી કૃષ્ણ થી ૯૪ મો.) જામ લાખીયાર પછી તેના પુત્ર જામ લખપત કે જે પાછળ થી લાખો ઘુરારો તરીકે ઓળખાયા તે સિંધ ની ગાદી એ આવ્યા. તેઓ સરીરે કદાવર મજબુત અને ઘણા જ બળવાન પુરુષ હતા. સિવાય તર વારો ના પટ્ટા ખેલવા તથા નિશા ને બાજી વગેરે ના પ્રયોગો માં પણ તે કુશળ હતા.
રોજ સવારે વેહલા પોતાના શ્યામકર્ણ નામ ના ઘોડા પર સવારી કરી દરરોજ શિ કારે જતા અને શિ કાર માંથી પાછા વળતા નગરસમે થી બે ત્રણ માઈલ ઉપર એક ધાર છે જે હાલ પણ ઘોડા ઘોડી નામે જાહેર છે. ત્યાંથી ઘોડા ને સખત પુર જોશ માં દોડાવી રસ્તા માં એક મોટું વડ નું વૃક્ષ આવતું તે નીચેથી રસ્તો ચાલતો હોવાથી જયારે ઘોડો બરોબર વડ નીચે આવતો ત્યારે લાખો ઘુરારો એ વડ ની ડાળ ને પોતાના બંને હાથ ને વળગી રહી સાથળ ની ભીષ થી ઘોડાને અધર ઊંચકી લેતો. દોળતો ઘોડો એકદમ ઊંચકવા થી એક સેલારો (હીંચકો) ખાઈ પછી હાથ છૂટો થતા પાછો રસ્તા ઉપર દોડતો જતો .
આવી રીતે નિત્યક્રમ અનુસાર લાખા ને તમામ હથિ યારો થી સજ્જ થયેલો અને બખ્તર અને પખાર સીખે દોડ્તે ઘોડે વડલા ની મજબુત ડાળે હિચાકતો જોઈ લોકો ઘનુજ અસ્ચાર્ય પામતા. એ કબીરવડ સરખા વડે હીંચકો ખાઈ લાખો જયારે ખોંખારો મારતો ત્યારે તેની ઘૂર (ગર્જના ) ઘને દુર સંભળાતી અને તેને વરસાદ ની ગર્જના સમજી મોરલાઓ બોલી ઉઠતા.
જેમ કેશરી સિંહ ની ગર્જના ઘણે દુર સંભળાઈ તેમ લાખા ની ગર્જના ઘણે દુર સંભળાતી હોવાથી લોકો તેને ‘લાખો ઘુરારો’ કેહવા લાગ્યા. જામ લાખો ઘુરારો નગરસમે ની ગાદી એ બેઠા ત્યારે તેમની ઉમર ૭૦ વર્ષ ની હતી. કેટલાક વર્ષો પછી લાખો વૃદ્ધ થવા થી રાજ્ય નો કારભાર તેમના પાટવી કુંવર મોડ સંભાળવા લાગ્યા .
તે વખતે ખેરગઢના રાજા સુર્યસિંહ ગોહિલના કુંવરી ચન્દ્રકુંવરબાનું સગપણ જામ લાખા ઘુરારા સાથે કરાવ્યું. કેમકે ચંદ્રકુંવરબા નાનપણ માજ નાવ્ચાન્દ્રી ભેંશ ની પાડી લઇ ને ગઢ ની દીવાલ ના પગથીયા ચડી જતા. આ જોઈને ભાભીએ મેહનું માર્યું કે ‘ચંદ્રકુંવરબાને તો સિંધપતિ લાખા ઘુરારાને વરવું છે, કેમકે લાખો ઘુરારો ઘોડો ઉપાડે છે ને બાઈ ભેંશ જેવડી પાડી ઉપાડે છે’.
મેહનું સાંભળીને ચંદ્રકુંવરબા 100 વર્ષના જામ લાખા ઘુરારાને પરણે છે. જામ લાખા ઘુરારાના બાહુબળને સાવજ જેવી ગર્જનાને જોઈને કનોજના ચાવડાને ઈર્ષ્યા જાગી તે કાબુલના બાદશાહ સુલ્તાન્શાહને લઇને મોટું લશ્કર લઇ સિંધ પર ચડી આવ્યો. પણ ૧૨૧ વર્ષની ઉમરે પણ લાખા ઘુરારાએ બન્નેને હરાવીને યુ ધજીતી લીધું. જામ લાખા ઘુરારાએ ૧૩૦ વર્ષનું લાંબુ આયુષ ભોગવ્યુંને સમાવંશ(જાડેજા) ને સિંધમાં વિશ્ત્રવ્યો.
લાખે ધારા લખ્ખ, જુડે બિયા જુવાન તય,
મુફે ભીડે ફમખ, ઘુરરાસે ગડ બિયશ,
લાખા બિયા લખ, પળ ધુરારો ગુણ હિફડે,
ઘોડા પઘે પરખા, સમે જો સિરધાર.
જય માતાજી મારા રાજપુત દરબાર પરીવાર
– સાભાર ખોડુભા સરવૈયા (કાઠિયાવાડી સાહિત્ય અને વાર્તા ગ્રુપ)