જાણો કેમ થયું હતું અર્જુન અને શ્રીકૃષ્ણનું યુદ્ધ?

0
377

પોતાના પ્રિય અર્જુન સાથે ભગવાન શ્રીકૃષ્ણએ કેમ કરવું પડ્યું હતું યુદ્ધ, કારણ છે રોચક. એક વખત મહર્ષિ ગાલવ જયારે સવારે સવારે સુર્યાર્ધ્ય પ્રદાન કરી રહ્યા હતા, તેની અંજલિમાં આકાશ માર્ગમાં જતા ચિત્રસેન ગંધર્વની બનેલી પીક પડી ગઈ. મુનીને તેનાથી ઘણો ગુસ્સો આવ્યો. તે તેને શાપ દેવા જ માંગતા હતા કે તેમને તેના તપોનાશનો ખ્યાલ આવી ગયો અને તે અટકી ગયા. તેમણે જઈને ભગવાન શ્રીકૃષ્ણને ફરિયાદ કરી. શ્યામ સુંદર તો બ્રહ્મણદેવ હતા જ, તરત પ્રતિજ્ઞા કરી લીધી – ચોવીસ કલાકની અંદર ચિત્રસેનનો વધ કરી દેવાની. ઋષિને પૂર્ણ સંતુષ્ટ કરવા માટે તેમણે માતા દેવકી અને મહર્ષિના ચરણોના સોગંધ લઇ લીધા.

ગાલવજી હતું પાછા જ ફર્યા હતા કે દેવર્ષિ નારદ વીણા વગાડતા પહોચી ગયા. ભગવાને તેનું સ્વાગત કર્યું. શાંત થયા પછી નારદજીએ કહ્યું, પ્રભુ, તમે તો પરમાનંદ કહેવાવ છો, તમારા દર્શનથી લોકો વિશાદમુક્ત થઇ જાય છે, પણ ખબર નહિ કેમ આજે તમારા મુખ ઉપર વિશાદની રેખા જોવા મળી રહી છે.’ એટલે શ્યામ સુંદરે ગાલવજીને આખો પ્રસંગ સંભળાવીને તેની પ્રતિજ્ઞા સંભળાવી.

હવે નારદજીને કેવી શાંતિ? આનંદ આવી ગયો. ઝડપથી ગયા અને પહોચ્યા ચિત્રસેન પાસે ચિત્રસેન પણ તેના ચરણોમાં પડી તેની કુંડળી વગેરે લાવીને ગ્રહ દશા પૂછવા લાગ્યા. નારદજીએ કહ્યું, ‘અરે તમે અત્યારે આ બધું શું પૂછી રહ્યા છો? તમારો અંતકાળ નજીક આવી ગયો છે. તમારું કલ્યાણ ઈચ્છતા હો તો બસ, કાંઈક દાન પુણ્ય કરી લો. ચોવીસ કલાકમાં શ્રીકૃષ્ણએ તમને મારવાની પ્રતિજ્ઞા કરી લીધી છે.’

હવે તો બિચારા ગંધર્વ ગભરાયા. તે આમ તેમ દોડવા લાગ્યા. તે બ્રહ્મધામ, શિવપૂરી, ઇન્દ્ર-યમ- વરુણ બઘાના લોકમાં દોડતા રહ્યા, પણ કોઈએ તેને પોતાને ત્યાં રોકવા ન દીધા. શ્રીકૃષ્ણ સાથે દુશ્મની કોણ લેવા માંગે. હવે બિચારા ગંધર્વરાજ તેની રોતી કકળતી સ્ત્રીઓ સાથે નારદજીના શરણોમાં આવ્યા.

નારદજી દયાળુ તો હતા જ, કહ્યું, ‘સારું યમુના કાંઠા ઉપર ચાલો’ ત્યાં જઈને એક સ્થાન દેખાડીને કહ્યું, ‘આજે, અડધી રાત અહિયાં એક સ્ત્રી આવશે. તે સમયે તું જોર જોરથી વિલાપ કરવા લાગજે. તે સ્ત્રી તને બચાવી લેશે. પણ ધ્યાન રાખજે, જ્યાં સુધી તે તારું દુઃખ દુર કરી દેવાની પ્રતિજ્ઞા ન કરી લે, ત્યાં સુધી તું તારા દુઃખનું કારણ ભૂલથી પણ ન જણાવીશ.

નારદજી પણ વિચિત્ર હતા. એક તરફ તો ચિત્રસેનને એ સમજાવ્યું, બીજી તરફ પહોચી ગયા અર્જુનના મહેલમાં સુભદ્રા પાસે. તેને કહ્યું, સુભદ્રા, આજનું પર્વ ઘણું જ મહત્વનું છે. આજે અડધી રાત્રે યમુના સ્નાન કરવા અને દિવસનું રક્ષણ કરવાથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે.’

અડધી રાત્રે સુભદ્રા તેની એક બે સહેલીઓ સાથે યમુના સ્નાન માટે ગઈ. ત્યાં તેને રડવાનો અવાજ સાંભળવા મળ્યો. નારદજીએ દિનોદ્વારના મહત્વ દેખાડી જ દીધું હતું. સુભદ્રાએ વિચાર્યું, ચાલો અક્ષય પૂર્ણ લુટી જ લઉં. તે તરત ત્યાં ગઈ તો ચિત્રસેન રડતા મળ્યા. તેમણે ઘણું પૂછ્યું, પણ તે પ્રતિજ્ઞા વગર જણાવ્યું જ નહિ. છેલ્લે તે પ્રતિજ્ઞાબદ્ધ થયા પછી તેમણે સ્થિતિ સ્પષ્ટ કરી.

હવે તો એ સાંભળીને સુભદ્રા મોટા ધર્મ સંકટ અને મુંજવણમાં પડી ગઈ. એક તરફ શ્રીકૃષ્ણની પ્રતિજ્ઞા – તે પણ બ્રાહ્મણ માટે જ, બીજી તરફ તેની પ્રતિજ્ઞા. છેલ્લે શરણાગત ત્રાણનો નિશ્ચય કરીને તે તેને પિતાની સાથે લઇ ગઈ. ઘરે જઈને તેમણે તમામ પરિસ્થિતિ અર્જુનની સામે રજુ કરી (અર્જુનનો ચિત્રસેન મિત્ર પણ હતો) અર્જુને સુભદ્રાને સાંત્વના આપી અને કહ્યું કે તમારી પ્રતિજ્ઞા પૂરી થશે.

નારદજીએ અહિયાં જયારે તે બધું ઠીક કરી લીધું, ત્યારે દ્વારકા પહોચ્યા અને શ્રીકૃષ્ણને કહી દીધંપ કે મહારાજ, અર્જુને ચિત્રસેનને આશ્રય આપી દીધો છે, એટલા માટે તમે સમજી વિચારીને જ યુદ્ધ માટે જશો. ભગવાને કહ્યું, નારદજી, એક વખત તમે મારી તરફથી અર્જુનને સમજાવીને પાછા આવવાની કૃપા તો કરી જુવો. હવે દેવર્ષિ તરત દોડતા દ્વારકાથી ઇન્દ્રપ્રસ્થ ગયા.

અર્જુને બધું સાંભળીને સ્પષ્ટ કરી દીધું – આમ તો હું દરેક રીતે કૃષ્ણના જ શરણમાં છું અને મારી પાસે માત્ર તેમનું બળ છે, ત્યારે હવે તો તેમના આપવામાં આવેલા ઉપદેશ – ક્ષાત્ર – ધર્મથી ક્યારે પણ વિમુખ ન થવાની વાત ઉપર હું મક્કમ છું. હું તેમના બળ ઉપર જ મારી પ્રતિજ્ઞાનું રક્ષણ કરીશ. પ્રતિજ્ઞા છોડવામાં તો તે જ સમર્થ છે.

દોડીને દેવર્ષિ હવે દ્વારકા આવ્યા અને જેવું અને તેવું અર્જુનનું વર્ણન કહી સંભળાવ્યું, હવે શું થાય? યુદ્ધની તૈયારી થઇ. બધા યાદવ અને પાંડવ રણક્ષેત્રમાં પૂરી સેના સાથે ઉપસ્થિત થયા. તુમુલ યુદ્ધ શરુ થયું. મોટું ધમાસાણ યુદ્ધ થયું. પણ કોઈ જીતી ન શક્યું. છેલ્લે શ્રીકૃષ્ણએ સુદર્શન ચક્ર છોડ્યું. અર્જુને પશુપતાસ્ત્ર છોડી દુધુ.

પ્રલયના લક્ષણ જોઈ અર્જુને ભગવાન શંકરને સ્મરણ કર્યા. તેમણે બંને શસ્ત્રોને મનાવ્ય. પછી તે ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ પાસે ગયા અને કહેવા લાગ્યા, પ્રભુ, રામ સદા સેવન રૂચી રાખી. વેદ, પુરાણ, લોક સબ રાખી.’ ભક્તોની વાત આગળ તેની પ્રતિભાને ભૂલી જવું તો તમારો સદેવ સ્વભાવ છે. તેની તો અસંખ્ય આવૃત્તિઓ થઇ હશે. હવે તો આ લીલાને અહિયાં સમાપ્ત કરો.

બાણ સમાપ્ત થઇ ગયા. પ્રભુ યુદ્ધથી વીરત થઇ ગયા. અર્જુનને ગળે લગાવીને તેમણે યુદ્ધશ્રમ થી મુક્ત કર્યા, ચિત્રસેનને અભય કર્યા. બધા લોકો ધન ધાન્ય કહી ઉઠ્યા. પણ ગાલવને તે વાત સારી ન લાગી. તેમણે કહ્યું, ‘આ તો સારી મજાક હતી.’ સ્વચ્છ હ્રદયના ઋષિ બોલી ઉઠ્યા, ‘લો હું મારી શક્તિ પ્રગટ કરું છું, હું કૃષ્ણ, અર્જુન સુભદ્રા સહીત ચિત્રસેનને સળગાવી નાખું છું.’

પણ બિચારા સાધુએ જેવું જળ હાથમાં લીધું, સુભદ્રા બોલી ઉઠી, ‘હું જો કૃષ્ણની ભક્ત હોઉં અને અર્જુન પ્રત્યે મારું પતિવ્રતા પૂર્ણ થઇ ગયું હોય તો જળ ઋષિના હાથમાંથી પૃથ્વી ઉપર ન પડે. ગાલવ ઘણા શરમાઈ ગયા. તેમણે પ્રભુને નમસ્કાર કર્યો અને તે તેના સ્થાન ઉપર જતા રહ્યા. તદનંતર બધા પોત પોતાના સ્થાને પધારો.

આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.