આજે પણ વીરપુર જલારામ બાપાના મંદિરે કોઈપણ દાન લેવામાં આવતું નથી, આની પાછળના સાચા કારણને જાણીને તમને પણ થઈ જશે કે વાહ ટ્રસ્ટ હોય તો આવું.
વીરપુર જલારામ બાપાના પરચા હજારો લોકોને થયા હશે. આજે પણ વીરપુર જલારામ બાપાના મંદિરમાં ચાલતું ભોજનાલય કોઈપણ દાન લીધા વગર ચલાવવામાં આવે છે. લોકો દેશ વિદેશથી અહીં દર્શન કરવા માટે આવે છે. જલારામ બાપાએ પોતાનું આખું જીવન ગરીબો અને દુખીયા માટે સમર્પિત કરી દીધું હતું. ગરીબોની સેવા કરીને તેમને ભોજન કરાવતા હતા.
કહેવામાં આવે છે કે જલારામ બાપા પાસે એક અક્ષય પાત્ર હતું. તેના લીધે તેમની પાસે ક્યારેય અનાજ ખૂટતું ન હતું. જલારામ બાપાએ આજીવન લોકોને જમાડ્યા અને આજે પણ આ સદાવ્રત 24 કલાક ભક્તો માટે ચાલુ છે.
અને આ સદાવ્રત માટે આજે પણ કોઈપણ કોઈ પણ દાન લેવામાં નથી આવતું. જલારામ બાપાના દર્શન કરવા માટે આજે પણ ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.
દાન ન લેવા પાછળનું સૌથી મોટું કારણ એ છે કે આજ સુધી આ મંદિરને એટલું દાન મળી ગયું છે કે આ સેવા કોઈ પણ દાન વગર 100 વર્ષ સુધી ચાલી શકે છે. માટે અહીં આવતા કોઈ પણ ભક્ત પાસેથી કોઈપણ પ્રકારનું દાન લેવામાં નથી આવતું.
અને આજે એ વાતને 20 વર્ષ થઇ ગયા છે. 20 વર્ષથી વીરપુર જલારામ બાપાના મંદિરમાં કોઈ પણ પ્રકારનું દાન લેવામાં આવ્યું નથી. આજે પણ મંદિરના અંગ્રેજો દ્વારા લેવામાં આવેલો જલારામ બાપાનો સાચો ફોટો છે. જલારામ બાપાના દર્શન કરવાથી જ દુખિયાના દુઃખ દૂર થાય છે.
ધન્ય હશે એ કુળ જયા લીધો અવતાર,
ધન્ય હશે એ કુખ માતાની જયા જનમ લીધો,
ધન્ય હશે એ રજ ભુમી વિરપુર ધામ, જયા પગલા પડયા તમારા,
ભુખ્યા ને ભોજન આપનાર જલારામ બાપા,
તમને વંદન કરુ વારંવાર .
જય જલારામ
ચીમન ભલાલ (અમર કથાઓ ગ્રુપ)