જાણો કુંજ બિહારીજીની આરતીના લાભ અને યોગ્ય પૂજા વિધિ.

0
521

પ્રેમ અને લગ્નમાં સફળતા અપાવે છે કુંજ બિહારીની આરતી, જાણો તેના બીજા લાભ અને પૂજા વિધિ. આરતી કુંજ બિહારીની ભગવાન કૃષ્ણને સમર્પિત છે. આ આરતીના પાઠથી વ્યક્તિના ઘણા દુઃખ દર્દ દુર થઇ જાય છે. આજે અમે આ લેખમાં તમને આ આરતી વિષે મહત્વની જાણકારી આપીશું. આવી સૌથી પહેલા વાંચીએ આરતી કુંજ બિહારીજીની સંપૂર્ણ આરતી.

આરતી કુંજ બિહારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

આરતી કુંજ બિહારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

ગલે મેં બેજંતી માલા,

બજાવે મુરલી મધુર બાલા.

શ્રવણ મેં કુંડલ ઝલકલા,

નંદ કે આનંદ નંદલાલા.

ગગન સામ આંગ કાંતિ કાલી,

રાધિકા ચમક રહી આલી.

લતન મેં થાડે બનામાળી

ભ્રમર સી અલક,

કસ્તુરી તિલક,

ચંદ્ર સી ઝલક,

લલિત છવી શ્યામા પ્યારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

આરતી કુંજ બિહારી કી… ॥

કનકમય મોર મુકુટ બિલસે,

દેવતા દર્શન કો તરસે.

ગગન સો સુમન રાસી બરસે

બાજે મુર્ચના,

મધુર મૃદંગ,

ગ્વાલિન સંગ

અતુલ રતિ ગોપ કુમારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

આરતી કુંજ બિહારી કી …॥

જહાં તે પ્રગટ ભઈ ગંગા,

સકલ મન હરણી શ્રી ગંગા.

સ્મરણ તે હોટ મોહ ભંગા

બસી શિવ શિશ,

જટા કે બીચ,

હરેઈ અળ કીચ,

ચરણ છવી શ્રી બનાવારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

આરતી કુંજ બિહારી કી …॥

ચમકતી ઉજ્જવલ તત્ રેનુ,

બાજ રહી વૃંદાવન બેનુ.

ચહુ દિસી ગોપી ગ્વાલ ધેનુ

હંસત મૃદુ માંડ,

ચાંદની ચંદ્ર,

કટટ ભાવ ફંડ,

તેર સન દીન દુખારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

આરતી કુંજ બિહારી કી …॥

આરતી કુંજ બિહારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

આરતી કુંજ બિહારી કી,

શ્રી ગિરધર કૃષ્ણ મુરારી કી ॥

હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા ખાસ કરીને ભગવાન કૃષ્ણના ભક્ત આ આરતીને નિયમિત પાઠ કરે છે. માત્ર એટલું જ નહિ લગભગ દરેક ધાર્મિક કાર્યક્રમોમાં આ આરતી ગાવામાં આવે છે. કૃષ્ણ ભક્તોએ આ આરતીને અલગ અલગ ધૂનોમાં ફેરવીને આનંદ લીધો છે.

આરતી કુંજ બિહારીની આરતીનું મહત્વ : આ આરતી કૃષ્ણ ભક્તો માટે અમૃતના સાગર જેવું છે. તે ગાવાથી વાતાવરણમાં એક સકારાત્મકતા આવી જાય છે. ભગવાન કૃષ્ણના રૂપના ગુણગાન કરનારી આ આરતી માનસિક શાંતિ પણ પ્રદાન કરે છે. આ આરતીના પાઠથી વ્યક્તિની ગરીબી પણ દુર થાય છે અને સામાજિક સ્તર ઉપર પણ તેને માન સન્માનની પાપ્તી થાય છે. કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે ભગવાન કૃષ્ણની આ આરતી ગાઈને લોકો ઝૂમી ઉઠે છે. અને કૃષ્ણ મંદિરોમાં આ આરતીના નિયમિત પાઠ કરવામાં આવે છે.

આ આરતીમાં બિહારી શબ્દનો ઉપયોગ થયો છે, જે ભગવાન કૃષ્ણના ઘણા નામો માંથી એક છે. તેનો એક અર્થ ભ્રમણ કરવા વાળા પણ થાય છે. અને કુંજનો અર્થ લીલાછમ વન ઉપવનો સાથે છે. એટલે કુંજનો અર્થ થયો કે વૃંદાવનના વન ઉપવનોમાં ભ્રમણ કરવા વાળા.

પ્રેમ અને લગ્નમાં સફળતા અપાવવા માટે કુંજ બિહારીની આરતી : જે લોકો પ્રેમ સંબંધોમાં અને મનથી તેના સાથીને પ્રેમ કરે છે અને પોતાના પ્રેમને લગ્નના બંધનમાં બાંધવા માગે છે, તેને ભગવાન કૃષ્ણની આરાધના જરૂર કરવી જોઈએ અને કુંજ બિહારીની આરતીના પાઠ કરવા જોઈએ. આ આરતીના પાઠથી લગ્નજીવનમાં સકારાત્મક ફેરફાર આવે છે. અને ગર્ભવતી મહિલાઓ માટે પણ આ આરતી શુભ માનવમાં આવી છે કેમ કે તેના ઉચ્ચારણથી ગર્ભમાં ઉછરી રહેલા બાળકની અંદર સારા ગુણ આવે છે.

કેવી રીતે કરવી આરતી કુંજ બિહારીની ભગવાન કૃષ્ણની આ આરતીના પાઠ સવાર સાંજ ક્યારે પણ કરી શકાય છે. સવારના સમયે સ્નાન ધ્યાન કર્યા પછી શુદ્ધ મનથી પૂજા સ્થળ ઉપર ધૂપ દિવસ પ્રજ્વલિત કર્યા પછી આ આરતીના પાઠ કરવા જોઈએ. જો તમે ભગવાનની સતત પૂજા કરો છો, તો પૂજા સ્થળ ઉપર એક વાંસળી રાખો. પૂજા દરમિયાન ભગવાન કૃષ્ણની મૂર્તિ સામે ફૂલ અર્પણ કરો.

કુંજ બિહારીજીની આરતીના લાભ : ભગવાન કૃષ્ણનું નામ માત્ર જ ઘણા દુઃખો દુર કરનારું છે, તેથી જો શુદ્ધ આત્માથી તેમની આરતીના પાઠ કરવામાં આવે તો વ્યક્તિને ઘણા શુભ લાભ પ્રાપ્ત થાય છે.

આ આરતી સવારે અને સાંજે બે સમયે કરવાથી કૌટુંબિક જીવનમાં આવી રહેલી તકલીફો દુર થાય છે.

આ આરતી મનને શાંત કરે છે.

આ આરતીના પાઠ કરવાથી બીજા દેવી દેવતા પણ પ્રસન્ન થાય છે.

આર્થિક સંકટો માંથી પણ આ આરતીના પાઠ કરવાથી મુક્તિ મળે છે.

આરતીના પાઠથી નકારાત્મક શક્તિઓ તમારી આસ પાસ નથી આવતી.

પ્રેમ જીવનમાં આ આરતીના પાઠ કરવાથી સફળતા મળે છે.

આ આરતીને આત્મવિશ્વાસ વધારનારી પણ માનવામાં આવે છે.

આ આરતી ગાવાથી સંસારીક તકલીફો માંથી પણ વ્યક્તિને મુક્તિ મળે છે.