ક્યારે છે પરશુરામ જયંતિ, જાણો તેનું મહત્વ અને પૂજાનું મુહૂર્ત.

0
104

હિંદુ પંચાંગ મુજબ, અખાત્રીજ (અક્ષય તૃતીયા) નો તહેવાર વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. આ તહેવારનું પોતાનું મહત્વ છે. આ તહેવાર પર પૂજા કરવાનું વિશેષ મહત્વ છે. માન્યતાઓ પ્રમાણે આ દિવસે અન્ય એક વિશેષ તહેવાર છે. અખાત્રીજને વિવિધ સ્વરૂપોમાં ઉજવવામાં આવે છે.

આ તિથિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે દાન ઉપરાંત સોનું ખરીદવાનું પણ મહત્વ છે. આ દિવસે લગ્ન વગેરે જેવા માંગલિક કાર્યો મુહૂર્ત વિના કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે પુરાણોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે ભગવાન વિષ્ણુએ પોતાનો છઠ્ઠો અવતાર લીધો હતો.

તે તેમનો આવેશાવતાર ભગવાન પરશુરામના હતા. આ કારણોસર અખાત્રીજના દિવસે પરશુરામ જયંતિ ઉજવવામાં આવે છે. પુરાણો પ્રમાણે મહર્ષિ જમદગ્નિએ પુત્ર પ્રાપ્તિ માટે યજ્ઞ કર્યો અને પછી દેવરાજ ઈન્દ્રને પ્રસન્ન કર્યા અને પુત્ર પ્રાપ્તિનું વરદાન મેળવ્યું, મહર્ષિની પત્ની રેણુકાએ વૈશાખ સુદ પક્ષમાં ત્રીજ તિથીએ પરશુરામને જન્મ આપ્યો. આ વર્ષે પરશુરામ જયંતિ 3 મે ના રોજ ઉજવવામાં આવશે.

હિંદુ કેલેન્ડર મુજબ, પરશુરામ જયંતિ ખાસ કરીને દેશના વિવિધ ભાગોમાં વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે ઉજવવામાં આવે છે. ત્રીજ તિથિ 03 મે, મંગળવારના રોજ સવારે 05:20 કલાકથી શરૂ થશે, જે બુધવાર, 04 મે, 2022 ના રોજ સવારે 7:30 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં એવું માનવામાં આવે છે કે આ દિવસે કરવામાં આવેલ પુણ્ય ક્યારેય સમાપ્ત થતું નથી.

જાણો પરશુરામ જયંતિની તારીખ અને શુભ મુહૂર્ત :

પરશુરામ જયંતિ 3 મે 2022, મંગળવાર.

ત્રીજ તિથિ 3 મે 2022, મંગળવાર સવારે 5:20 થી શરૂ,

ત્રીજ તિથિ 4 મે 2022, બુધવાર સવારે 7:30 એ સમાપ્ત થશે.

પરશુરામ જયંતિનું મહત્વ :

સનાતન ધર્મમાં પરશુરામ જયંતિનું પોતાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સવારે સૂર્યોદય પહેલા કોઈપણ પવિત્ર નદીમાં સ્નાન કરવું જોઈએ અને પછી ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરવી જોઈએ. આમ કરવાથી ઇચ્છિત ફળ પ્રાપ્ત થાય છે અને બધી પરેશાનીઓ દૂર થાય છે. એટલું જ નહીં, સંતાન પ્રાપ્તિ માટે પણ પરશુરામ જયંતિ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. પરશુરામ જયંતિ પર ભૂખ્યાને ભોજન આપવાનું પણ મહત્વ છે.

આ માહિતી ટીવી 9 અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.