ઓંકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનું મહત્વ, ગુપ્ત આરતી તેમજ પૂજા વિધિ, મેળવો આ મંદિર વિષે સંપૂર્ણ માહિતી. ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ ભગવાન શિવના બાર જ્યોર્તિલિંગ માંથી એક છે. ઓંકારેશ્વર કે ૐ કારેશ્વર મંદિર મધ્ય પ્રદેશના ખંડવા જીલ્લામાં આવેલું છે. પુરાણોમાં વાયુપુરાણ અને શિવ પુરાણમાં ઓંકારેશ્વર વિસ્તાર વિષે જણાવવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં શિવના પરમ ભક્ત કુબેરે તપસ્યા કરી હતી અને શિવલિંગની સ્થાપના કરી હતી. ધાર્મિક માન્યતાઓ મુજબ કુબેરના સ્નાન માટે શિવજીએ તેની જટા માંથી કાવેરી નદી ઉત્પન્ન કરી હતી.
ઓંકારેશ્વર જ્યોતિર્લિંગ ૐ ના આકારમાં છે, એટલા માટે તેને ઓંકારેશ્વર કે ૐ કારેશ્વર કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે ૐ શબ્દની ઉત્પતી ભગવાન બ્રહ્માના મુખ માંથી થઇ હતી.
ઓંકારેશ્વર સાથે જોડાયેલી પૌરાણીક કથા : એવું માનવામાં આવે છે કે રાજા માન્ધાતા જો કે અનન્ય શિવ ભક્ત હતા તેમણે નર્મદા નદીના કાંઠે ઘોર તપસ્યા કરી હતી. તેની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને તેમણે રાજા માન્ધાતાને દર્શન આપ્યા. શિવના દર્શનથી આનંદિત થયેલા રાજાએ શિવજીને નર્મદાના કાઠે જ નિવાસ કરવાનું વરદાન માગી લીધું. તે સમયથી જ આ નગરી ઓંકાર-માન્ધાતાના નામથી પ્રસિદ્ધ થઇ ગયી. માનવામાં આવે છે કે ભગવાન શિવ સાથે સાથે અહિયાં 33 કરોડ દેવી દેવતા પણ તેના પરિવાર સાથે રહે છે.
ઓંકારેશ્વર મંદિરના દર્શન : ભગવાન શિવના ભક્ત નર્મદાજીના ઘાટ ઉપર સ્નાન કરીને ઓંકારેશ્વર મંદિરના દર્શન કરવા જાય છે. મંદિરના પ્રથમ તલ ઉપર ભગવાન શિવની ઓંકારેશ્વર લિંગ રહેલી છે. શિવલીંગની ચારે તરફ પાણી ભરેલું હોય છે. શ્રદ્ધાળુઓ દ્વારા શિવલિંગ ઉપર જળ અને દુઘ અર્પણ કરવામાં આવે છે. તેની સાથે જ ઓંકારેશ્વર મંદિરના ત્રીજા તલ ઉપર સિદ્ધનાથ લિંગ, ચોથા તલ ઉપર ગુપ્તેશ્વર લિંગ અને પાંચમાં તલ ઉપર ધ્વજેશ્વર લિંગ રહેલા છે. ભક્તગણ શ્રી ઓંકારેશ્વર જ્યોતિર્લિંગગના દર્શન કર્યા પછી આ લિંગોના દર્શન પણ કરે છે.
ઓંકારેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનું મહત્વ : પ્રાચીન શાસ્ત્રો મુજબ નર્મદા ક્ષેત્રમાં ઓંકારેશ્વર સર્વોતમ તીર્થ છે. માનવામાં આવે છે કે ભલે કોઈ તીર્થયાત્રી બધા તીર્થોની યાત્રા કરી લે પરંતુ જ્યાં સુધી તે કરેલા તીર્થોનું જળ ઓંકારેશ્વરમાં લઈને નથી અર્પણ કરતા ત્યાં સુધી બધા તીર્થોની યાત્રા અધુરી માનવામાં આવે છે.
ઓંકારેશ્વર તીર્થ સાથે નર્મદા નદીનું પણ વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ જમુનાજીમાં 15 અને ગંગાજીમાં 7 દિવસના સ્નાનનું જે ફળ મળે છે, તે ફળ નર્મદાજીના દર્શન માત્રથી મળી જાય છે. એ કારણ છે કે હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા દરેક વ્યક્તિ એક વખત ઓંકારેશ્વર શિવલિંગના દર્શન જરૂર કરવા માંગે છે.
ઓંકારેશ્વરમાં વિશ્રામ કરે છે ભોલેનાથ : ઓંકારેશ્વર જ્યોર્તિલિંગ 12 જ્યોતિર્લીંગ માંથી એક માત્ર જ્યોતિર્લીંગ છે, જ્યાં શિવ ભગવાન શયન કરવા આવે છે. મંદિરના પુજારીઓ મુજબ શિવ ભક્ત અહિયાં વિશેષ રૂપમાં ભગવાન શિવના શયનના દર્શન કરવા આવે છે.
માન્યતા એ પણ છે કે ભગવાન શિવ સાથે અહિયાં માતા પાર્વતી પણ રહે છે અને તે શિવજી સાથે ચોરસ પાસા રમે છે. કદાચ એ કારણ છે કે શયન આરતી પછી જ્યોતિર્લીંગ પાસે ચોરસ પાસાની બિસાત સજાવવામાં આવે છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગર્ભગ્રહમાં શયનની આરતી પછી કોઈ પણ નથી આવતા પરંતુ સવારે પાસા ઉલટા મળે છે.
ભગવાન શિવની ગુપ્ત આરતી : ઓંકારેશ્વર મંદિરમાં મહાદેવની ગુપ્ત આરતીનું વિધાન છે. આ ગુપ્ત આરતીમાં મંદિરના પુજારીઓ ઉપરાંત કોઈ પણ ગર્ભગૃહમાં આવવાની પરવાનગી નથી હોતી. આ આરતી દરમિયાન મંદિરના પુજારી ભગવાન શિવની વિશેષ આરતી કરે છે અને તેના અભિષેક કરે છે.
ઓંકારેશ્વર મંદિરમાં પૂજાના નિયમ : ઓંકારેશ્વરમાં દરરોજ ભગવાન શિવની ત્રણ વખત પૂજા થાય છે, વિશેષ વાત એ છે કે ત્રણે સમયે અલગ અલગ પુજારી પૂજા કરે છે. સંધ્યાની પૂજા હોલકર સ્ટેટના પુજારી દ્વારા કરવામાં આવે છે, સવારની પૂજા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે, જ્યારે બપોરની પૂજા સિંધીયા કુટુંબના પુજારી દ્વારા કરવામાં આવે છે.
શ્રાવણ મહિનામાં વધી જાય છે ભક્તોની સંખ્યા : શ્રાવણ મહિનામાં હિંદુ ધર્મમાં આસ્થા રાખવા વાળા ઘણા શિવ ભક્ત ઓંકારેશ્વર આવે છે અને નર્મદા નદી માંથી પવિત્ર જળ ભરીને ભોલે બાબાને અર્પણ કરે છે અને વિધિ પૂર્વક શિવજીની પૂજા કરે છે. એવું માનવામાં આવે છે કે સાચા મન અને પૂર્ણ શ્રદ્ધાથી જે પણ ભક્ત શ્રાવણ મહિનામાં ઓંકારેશ્વરમાં જળ અર્પણ કરીને શિવની આરાધના કરે છે, તેની તમામ મનોકામનાઓ પૂરી થઇ જાય છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.