ભગવાન દત્તાત્રેયના જન્મની રોચક કથા, જે ઘણા ઓછા લોકોને ખબર છે, અહીં જાણો તેમના વિષે. ભગવાન દત્તાત્રેય શ્રુષ્ટિ રચઈતા વિષ્ણુના અવતાર છે. પૌરાણીક કથા મુજબ 24 અવતારો માંથી ભગવાન દત્તાત્રેયનો અવતાર છઠ્ઠા નંબર ઉપર થયો હતો. અમુક માન્યતાઓ મુજબ ભગવાન દત્તાત્રેયને શિવજીનું પણ સ્વરૂપ માનવામાં આવે છે, અને એવી માન્યતા છે કે ભગવાન દત્તાત્રેયમાં ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને ગુરુ બંને બિરાજમાન છે. એટલા માટે અમુક સ્થાન ઉપર ભગવાન દત્તાત્રેયને શ્રી ગુરુદેવ દત્તના નામથી પણ પૂજવામાં આવે છે.
ભગવાન દત્તાત્રેયનું 700 વર્ષ જુનું મંદિર ઇન્દોરમાં આવેલું છે, જ્યાં દર્શન કરવા માટે ભક્ત દુર દુરથી આવે છે. ભગવાન દત્તાત્રેયની લોકો સંપૂર્ણ વિધિ પૂર્વક પૂજા કરે છે, તો ભગવાન તેની ઉપર પ્રસન્ન થઈને તેની તમામ મનોકામના પૂરી કરે છે. અને લોકો ઉપર હંમેશા બ્રહ્મા, વિષ્ણુ, મહેશની કૃપા જળવાઈ રહે છે.
ભગવાન દત્તાત્રેયના જન્મની રસપ્રદ કથા : પૌરાણીક માન્યતાઓ મુજબ, એક વખત દેવલોકમાં ત્રીદેવીયોં એટલે સરસ્વતી, લક્ષ્મી અને પાર્વતીજીને તેમના પતિ વ્રત ધર્મ ઉપર અભિમાન આવી ગયું, અને તેમનું એ અભિમાન જોઈ ભગવાન વિષ્ણુજીના મનમાં એક વિચાર આવ્યો, તેમણે વિચાર્યું કે કેમ ન આ દેવીઓ સાથે થોડી મસ્તી કરવામાં આવે.
એટલે વિષ્ણુજીએ તેના મનની વાત નારદ મુનીને જણાવી, ત્યારે સમગ્ર સૃષ્ટિનું ભ્રમણ કરી પાછા ફરેલા નારદજીએ ત્રીદેવીઓની સામે માતા અનસુયાના પતિવ્રતના વખાણ કરવા લાગ્યા, તેમના મુખેથી કોઈ બીજી નારીની પવિત્રતાની વાત સાંભળીને ત્રણે દેવીઓ વ્યાકુળ થઇ ઉઠી. અને તેમના પતિઓ પાસે માતા અનસુયાના પતિવ્રતની પરીક્ષા લેવાની હઠ કરવા લાગી. દેવીઓની હઠ સામે ત્રીદેવોંનું કાંઈ ન ચાલ્યું અને તે ત્રણે બ્રાહ્મણોના વેશ ધારણ કરી મહર્ષિ આત્રીના આશ્રમની બહાર ઉભા રહી ગયા.
આશ્રમમાં મહર્ષિ આત્રી ન હતા, તો તેમની પત્ની અનસુયાએ ત્રણે બ્રાહ્મણોને અંદર આમંત્રિત કર્યા. પરંતુ ત્રણે દેવ બોલ્યા કે જો તમે અમને તમારા ખોળામાં બેસાડીને ભોજન કરાવશો ત્યારે અમે તમારું આમંત્રણ સ્વીકારીશું. તે સાંભળતા જ માતા અનસુયા સંકટમાં પડી ગઈ. અને વિચારવા લાગી, હવે શું કરવું. પછી માતા અનસુયાએ પોતાના પતિનું સ્મરણ કરીને, કહ્યું જો તેમનો પતિવ્રતા ધર્મ સત્ય છે, તો આ ત્રણે બ્રાહ્મણ 6 મહિનાના બાળક બની જાય.
માતા અનસુયાના તપોબળથી બ્રાહમાં, વિષ્ણુ, મહેશ ત્રણે 6 માસના શિશુ બની ગયા. ત્રણે 6 માસના શિશુ બનતા જ રડવા લાગ્યા, પછી માતા અનસુયાએ તે ત્રણેને તેના ખોળામાં બેસાડીને દૂધ પીવરાવ્યું અને પારણામાં સુવરાવી દીધા.
થોડા સમય સુધી આમ ચાલતું રહ્યું. ત્યાં દેવલોકમાં ત્રણે દેવીઓ તેના પતિને પાછા ન આવવાથી દુઃખી થવા લાગી, ત્યારે જઈને નારદજીએ તેને સંપૂર્ણ વ્યથા સંભળાવી. જેથી ત્રણે દેવીઓ માતા અનસુયાના આશ્રમ ગઈ, અને તેમની ક્ષમા માગીને, તેના પતિઓને તેમના અસલ રૂપમાં લાવવાનો આગ્રહ કરવા લાગી.
ત્રીદેવીઓ પાસેથી સંપૂર્ણ વાત જાણ્યા પછી માતા અનસુયાએ તેમના પતિવ્રતા તપોબળથી ત્રણે દેવોને જેવા હતા તેવા કરી દીધા. જેનાથી પ્રસન્ન થઈને ત્રીદેવોએ માતા અનસુયાને વરદાન માગવાનું કહ્યું, તો માતા અનસુયા બોલ્યા હે નાથ મને તમે ત્રણેય પુત્ર રૂપમાં પ્રાપ્તિ થાવ, ત્રિદેવ તથાસ્તુ કહીને તેમની દેવીઓ સાથે ત્યાંથી નીકળી ગયા. થોડા સમય પછી તે ત્રણે દેવ માતા અનસુયાના ગર્ભ માંથી પ્રગટ થયા, જેને દત્તાત્રેયના નામથી ઓળખવામાં આવે છે.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.