વાંચો શનિદેવના જીવનનો એ કિસ્સો જયારે તે લંગડા થઇ ગયા હતા. જ્યોતિષ અનુસાર શની એક ધીમી ગતિથી ચાલવા વાળા ગ્રહ છે. શનિદેવને એક રાશીને પાર કરવામાં લગભગ અઢી વર્ષનો સમય લાગે છે. પૌરાણીક શાસ્ત્રો મુજબ શનિદેવ લંગળાતા ચાલે છે. જેથી તેની ચાલવાની ગતિ ધીમી છે. ખરેખર શનિદેવ લંગડા કેવી રીતે થયા, તેના વિષે શાસ્ત્રોમાં એક રસપ્રદ કથા આપવામાં આવી છે. કથાનુસાર શનિદેવની સાવકી માં ના કારણે શનિદેવને લાગેલો શ્રાપ અને શનિદેવ થઇ ગયા લંગડા. આવો જાણીએ શનિદેવના જીવન સાથે જોડાયેલા રહસ્ય.
સૂર્યદેવનું તેજ સહન ન કરી શકવાને કારણે તેની પત્ની સંજ્ઞા (છાયા) દેવીએ તેના શરીર માંથી તેના જેવી જ એક પ્રતિમૂર્તિ તૈયાર કરી અને તેનું નામ રાખ્યું સ્વર્ણા. સંજ્ઞા દેવીએ સ્વર્ણાને આજ્ઞા આપી કે તું મારી ગેરહાજરીમાં મારા સંતાનોની સંભાળ રાખીને સૂર્યદેવની સેવા કરો અને પત્ની સુખ ભોગવે. આ આદેશ આપીને તે તેના પિતાના ઘરે ચાલી ગઈ. સ્વર્ણાએ પણ પોતાને એવી રીતે ઢાળી કે સૂર્યદેવ પણ આ રહસ્યને ન જાણી શક્યા. તેવામાં સૂર્યદેવે સ્વર્ણાને પાંચ પુત્ર અને બે પુત્રીઓ થઇ. સ્વર્ણા પોતાના બાળકો ઉપર વધુ અને સંજ્ઞાના સંતાનો ઉપર ઓછું ધ્યાન આપવા લાગી.
એક દિવસ સંજ્ઞાના પુત્ર શનીને કડકડતી ભૂખ લાગી, તો તેણે સ્વર્ણા પાસે ભોજન માગ્યું. ત્યારે સ્વર્ણાએ કહ્યું કે હમણાં થોભો, પહેલા હું ભગવાનને ભોગ ચલાવી દઉં અને તારા નાના ભાઈ બહેનોને ખવરાવી લઉં, પછી તમે ભોજન આપીશ. તે સાંભળી શનિદેવને ગુસ્સો આવી ગયો અને તેમણે ભોજન ઉપર લાત મારવા માટે પોતાનો પગ ઉપાડ્યો તો સ્વર્ણાએ શનીને શ્રાપ આપી દીધો કે તારો પગ હમણાં જ તૂટી જાય.
માતાનો શ્રાપ સાંભળીને શનિદેવ ડરીને તેના પિતા પાસે ગયા અને આખી ઘટના જણાવી દીધી. સૂર્યદેવ સમજી ગયા કે કોઈ પણ માતા પોતાના બાળકને આવી રીતે શ્રાપ ન આપી શકે. ત્યારે સૂર્યદેવે ગુસ્સામાં આવીને પૂછ્યું કે જણાવો તમે કોણ છો? સૂર્યનું તેજ જોઈને સ્વર્ણા ગભરાઈ ગઈ અને સંપૂર્ણ સત્ય જણાવી દીધું.
ત્યારે સૂર્યદેવે શનીને સમજાવ્યા કે સ્વર્ણા તારી માતા નથી પરંતુ માં સમાન છે, એટલા માટે તેનો શ્રાપ વ્યર્થ તો નહી જાય પરંતુ તે એટલી કઠોર તો નહિ હોય કે આખો પગ સંપૂર્ણ રીતે અલગ થઇ જાય. હા, તું આજીવન એક પગથી લંગડાઈને ચાલતો રહીશ. એ કારણ છે શનિદેવની ધીમી ગતિનું.
પિપ્પલાદ મુની સાથે જોડાયેલી એક બીજી કથા : પૂરનો મુજબ, ભગવાન શંકરે તેના પરમ ભક્ત દધીચિ મુનીને ત્યાં પુત્ર રૂપે જન્મ લીધો. ભગવાન બ્રહ્માએ તેનું નામ પિપ્પલાદ રાખ્યું, પરંતુ જન્મ પહેલા જ તેના પિતા દધીચિ મુનીનું અવસાન થઇ ગયું. યુવાન થયા પછી જયારે પિપ્પલાદે દેવતાઓ પાસે પોતાના પિતાના મૃત્યુનું કારણ પૂછ્યું તો તેમણે શનિદેવની કુદ્રષ્ટિને તેનું કારણ જણાવ્યું.
પિપ્પલાદ તે સાંભળીને ઘણા ગુસ્સે થયા અને તેમણે શનિદેવ ઉપર તેના બ્રહ્મ દંડનો પ્રહાર કર્યો, શનિદેવ બ્રહ્મ દંડનો પ્રહાર સહન ન કરી શક્યા હતા એટલા માટે તે તેનાથી ડરીને ભાગવા લાગ્યા. ત્રણે લોકની પરિક્રમા કર્યા પછી પણ બ્રહ્મ દંડે શનિદેવનો પીછો ન છોડ્યો અને તેના પગ ઉપર આવીને લાગ્યું.
મુની પિપ્પલાદ દ્વારા ફેંકવામાં આવેલા બ્રહ્મ દંડના પગ ઉપર લાગવાથી શનિદેવ લંગડા થઇ ગયા. ત્યારે દેવતાઓએ પિપ્પલાદ મુની પાસે શનિદેવને ક્ષમા કરવા માટે કહ્યું, દેવતાઓએ કહ્યું કે શનિદેવ તો ન્યાયધીશ છે અને તે તો પોતાના કર્તવ્યોનું પાલન કરે છે. તમારા પિતાના મૃત્યુનું કારણ શનિદેવ નથી.
દેવતાઓની પ્રાર્થના ઉપર પિપ્પલાદે શનીને તે વાત ઉપર ક્ષમા કર્યા કે શની જન્મથી લઈને 16 વર્ષ સુધીની ઉંમર સુધી શિવભક્તોને કષ્ટ નહિ આપે, જો એમ થયું તો શનિદેવ ભસ્મ થઇ જશે. ત્યારથી પિપ્પલાદ મુનીનું સ્મરણ કરવા માત્રથી શનીની પીડા દુર થઇ જાય છે.
જય શની દેવ.
આ માહિતી અજબ ગજબ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.