ધાર્મિક ગ્રંથોમાં વર્ણન છે કે ધરતી શેષનાગની ફેણ પર ટકી છે, જાણો તેની પાછળનું કારણ શું છે? આમ તો આ પ્રસંગનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં પણ મળે છે. તે મુજબ એક વખત શેષનાગે આ પૃથ્વીને પોતાની ફેણ ઉપર ધારણ કરી હતી. અને ત્યારથી આજ સુધી તે પૃથ્વી શેષનાગની ફેણ ઉપર જ ટકી છે.
ધાર્મિક ગ્રંથોમાં એવું વર્ણન મળે છે કે ધરતી શેષનાગની ફેણ ઉપર ટકેલી છે. તમે પણ ઘણી વખત લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે ધરતી શેષનાગની ફેણ ઉપર ટકેલી છે. આમ તો આ પ્રસંગનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં પણ મળે છે. તે મુજબ એક વખત શેષનાગ આ પૃથ્વીને તેની ફેણ ઉપર ધારણ કરી હતી. અને ત્યારથી આજ સુધી આ પૃથ્વી શેષનાગની ફેણ ઉપર જ ટકી છે. આગળ એ પણ જાણીએ કે ખરેખર ક્યાં કારણે શેષનાગે પૃથ્વીને તેની ફેણ ઉપર ધારણ કરી. સાથે જ તેની પાછળ ધાર્મિક માન્યતા શું છે?
શેષનાગ દ્વારા પૃથ્વીને પોતાની ફેણ ઉપર ધારણ કરવાનું વર્ણન મહાભારતના આદિ પર્વમાં મળે છે. મહાભારતની આ કથા મુજબ બ્રહ્માજીને 6 માનસ પુત્ર હતા. જેમાંથી એક મારીચી હતા. તેને એક પુત્ર હતો જેનું નામ પ્રજાપતિ હતું. ઋષિ કશ્યપે દક્ષ પ્રજાપતિની 17 પુત્રીઓ સાથે લગ્ન કર્યા હતા. જેમાંથી એકનું નામ કદુ હતું. જેની કોખ માંથી એક હજાર શક્તિશાળી નાગોનો જન્મ થયો. જેમાંથી સૌથી મોટા શેષનાગ હતા. કથામાં આગળ વર્ણન આવે છે કે મહર્ષિ કશ્યપની એક બીજી પત્ની હતી, જેનું નામ વિનતા હતું. કહેવામાં આવે છે કે એક વખત વિનતા અને કદુ ફરી રહ્યા હતા. ત્યારે તેને એક ઘોડો જોવા મળ્યો. કદુએ કહ્યું કે આ ઘોડો સફેદ છે.
પરંતુ તેની પૂછડી કાળી છે. એટલે વિનતાએ કહ્યું કે ઘોડો આખો સફેદ છે. એ વાતને લઈને બંનેમાં શરત લાગી કે જે હારશે તે બીજાની દાસી બનશે. આ ઘોડાને જોવા માટે બીજો દિવસ નક્કી થયો ઘરે આવીને કદુએ શરત હરવાના ડરથી પોતાના સર્પ પુત્રોને કહ્યુ કે તે એ ઘોડાની પૂછડીમાં ચોટીને કાળી પૂછડીનો આકાર લઇ લે. વિનતાના પ્રત્યેનો કદુ અને તેના ભાઈઓની કપટની ભાવના જોયા પછી શેષનાગે તેના પરિવારને અને પોતાના ભાઈઓને છોડી દીધા. પછી હિમાલય અને ગંધમાદનના પર્વત ઉપર તપસ્યા માટે જતા રહ્યા.
તે માત્ર હવાના આધારે જીવન નિર્વાહ કરવા લાગ્યા અને તેની ઇન્દ્રિયો ઉપર કાબુ મેળવવા માટે ધ્યાન કરવા લાગ્યા. તેની તપસ્યાથી પ્રસન્ન થઈને બ્રહ્માજી પ્રગટ થયા અને શેષનાગને વરદાન આપ્યું કે તેની બુદ્ધી ધર્મથી ક્યારે પણ વિચલિત નહિ થાય. સાથે જ બ્રહ્માજીએ શેષનાગને એ પણ કહ્યું કે તે પૃથ્વી પહાડ અને નદીઓને કારણે હંમેશા હલતી રહે છે, તો શું તું તેને તારી ઉપર ધારણ કરી શકે છે. કહેવામાં આવે છે કે બ્રહ્માજીના કહેવા ઉપર શેષનાગે પૃથ્વીને પોતાની ફેણ ઉપર ધારણ કરી લીધી.
આ માહિતી જનસત્તા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.