જાણો શું છે કુંભ મેળાનું ધાર્મિક મહત્વ અને ઇતિહાસ, સમુદ્ર મંથન સાથે જોડાયેલી છે આ સ્ટોરી.

0
763

જાણો કુંભ મેળા શબ્દનો અર્થ અને કેવી રીતે થઇ હતી તેની શરૂઆત, વાંચો કુંભ મેળાનો સંપૂર્ણ ઇતિહાસ. હરિદ્વાર મહાકુભની શરુઆત થવાની છે. 14 જાન્યુઆરીથી તેની શરુઆત થઇ જશે. અને કુંભ મેળો 48 દિવસ સુધી ચાલશે. મહાકુંભ દરમિયાન દેશ વિદેશથી લોકો આવીને આસ્થાની ડૂબકી લગાવશે અને ત્યારે ચારે દિશાઓમાં હર હર ગંગેના ઉદ્દઘોષથી ગુંજી ઉઠશે. આ વખતે કુંભમાં ચાર શાહી સ્નાન છે.

આવી રીતે બન્યો કુંભ મેળો શબ્દ : કુંભ મેળો બે શબ્દો કુંભ અને મેળા માંથી બન્યો છે. કુંભ નામ અમૃતનું અમર પાત્ર કે કળશ માંથી લેવામાં આવ્યો છે. જેને દેવતા અને રાક્ષસોએ પ્રાચીન વૈદિક શાસ્ત્રોમાં વર્ણિત પુરાણોના રૂપમાં વર્ણિત કર્યું. મેળા, જેમ કે આપણે બધા પરિચિત છીએ, એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ છે ‘સભા’ કે ‘મળવું’ જ્યાં તે અમૃતના ટીપા પડ્યા હતા, તે જગ્યા ઉપર કુંભનું આયોજન થાય છે.

લગભગ 850 વર્ષ જુનો ઈતિહાસ : ઈતિહાસમાં કુંભ મેળાની શરુઆત ક્યારે થઇ, કોણે કરી, તેની કોઈ ગ્રંથોમાં કોઈ પ્રમાણિત જાણકારી નથી. કુંભ મેળાનો ઈતિહાસ ઓછામાં ઓછો 850 વર્ષ જુનો છે. માનવામાં આવે છે કે આદિ શંકરાચાર્યએ તેની શરુઆત કરી હતી, પરંતુ અમુક કથાઓ મુજબ કુંભની શરુઆત મંથનના આદિકાળથી જ થઇ ગઈ હતી. પરંતુ તેના વિષે જે પ્રાચીનતમ વર્ણન મળે છે, તો સમ્રાટ હર્ષવર્ધનના સમયનો છે, જેનો ચીનના પ્રસિદ્ધ તીર્થયાત્રી હ્વેનસંગ દ્વારા કરવામાં આવ્યું.

શાસ્ત્રોમાં કુંભનો ઈતિહાસ : શાસ્ત્રોમાં દર્શાવવામાં આવે છે કે પૃથ્વીનું એક વર્ષ દેવતાઓનો દિવસ હોય છે, એટલા માટે દર બાર વર્ષે એક સ્થાન ઉપર પુનઃ કુંભ મેળાનું આયોજન થાય છે. એવી માન્યતા છે કે 144 વર્ષ પછી સ્વર્ગમાં પણ કુંભનું આયોજન થાય છે એટલા માટે આ વર્ષે પૃથ્વી ઉપર મહાકુંભનું આયોજન કરવામાં આવે છે. મહાકુંભ માટે નિર્ધારિત સ્થાન પ્રયાગને માનવામાં આવે છે.

સમુદ્ર મંથન સાથે પણ જોડાયેલો છે ઈતિહાસ : અમુક કથાઓ મુજબ કુંભની શરુઆત સમુદ્ર મંથનથી જ થઇ ગઈ હતી. કહેવામાં આવે છે કે એક વખત મહર્ષિ દુર્વાસાના શ્રાપને કારણે જયારે ઇન્દ્ર અને દેવતા નબળા પડી ગયા, ત્યારે રાક્ષસોએ દેવતાઓ ઉપર આક્રમણ કરી તેને પરાસ્ત કરી દીધા. બધા દેવતા મળીને ભગવાન વિષ્ણુ પાસે પહોચ્યા અને તેને સંપૂર્ણ વાત જણાવી. ત્યારે ભગવાન વિષ્ણુએ દેવતાઓને દૈત્યો સાથે મળીને ક્ષીણ સાગરનું મંથન કરીને અમૃત કાઢવાની સલાહ આપી.

ભગવાન વિષ્ણુના એમ કહેવાથી બધા દેવતા રાક્ષસો સાથે સંધી કરવા અમૃત કાઢવાના પ્રયત્નમાં લાગી ગયા. સમુદ્ર મંથનથી અમૃત નીકળતા જ દેવતાઓના ઈશારે ઇન્દ્ર પુત્ર ‘જયંત’ અમૃત કળશને લઈને આકાશમાં ઉડી ગયા. રાક્ષસોએ અમૃત મેળવવા માટે જયંતનો પીછો કર્યો અને અથાગ પરિશ્રમ પછી તેમણે રસ્તામાં જ જયંતને પકડ્યો અને અમૃત કળશ ઉપર અધિકાર જમાવવા માટે દેવ અને દાનવમાં 12 વર્ષ સુધી ભયંકર યુદ્ધ થતું રહ્યું.

અહિયાં છલકાયું અમૃત : મંથનમાં નીકળેલા અમૃતનો કળશ હરિદ્વાર, ઇલાહાબાદ, ઉજ્જેન અને નાસિકના સ્થાનો ઉપર જ પડ્યો, એટલા માટે આ ચાર સ્થાનો ઉપર જ કુંભ મેળો દર ત્રણ વર્ષ પછી ભરાય છે. 12 વર્ષ પછી આ મેળો તેના પહેલા સ્થાન ઉપર પાછો આવે છે.

એટલા માટે ચાર સ્થાનો ઉપર થાય છે કુંભ મેળો : એ કારણ છે કે કુંભના મેળાને તે ચાર સ્થાનો ઉપર મનાવવામાં આવે છે. કુંભને 4 ભાગમાં વહેચવામાં આવ્યો છે. જેને જો પહેલો કુંભ હરિદ્વારમાં થાય છે, તો બસ તેના ત્રણ વર્ષ પછી બીજો કુંભ, પ્રયાગમાં અને પછી ત્રીજો કુંભ 3 વર્ષ પછી ઉજ્જેનમાં, અને પછી 3 વર્ષ પછી ચોથો કુંભ નાસિકમાં થાય છે.

આ દિવસે થશે શાહી સ્નાન : આ વખતે પહેલી શાહી સ્નાન (Shahi Snan 2021) 11 માર્ચ, શિવરાત્રીના દિવસે આવશે, બીજું શાહી સ્નાન 12 એપ્રિલ, સોમવતી અમાસના દિવસે આવશે, ત્રીજું શાહી સ્નાન 14 એપ્રિલ, મેષ સંક્રાંતિ ઉપર આવશે અને ચોથું શાહી સ્નાન 27 એપ્રિલની વૈશાખ પુનમના દિવસે આવશે.

કુંભ મેળો 2021ના શુભ મુહુર્ત અને તિથી

પહેલું શાહી સ્નાન : 11 માર્ચ શિવરાત્રી

બીજું શાહી શાન : 12 એપ્રિલ સોમવતી અમાસ

ત્રીજું શાહી સ્નાન : 14 એપ્રિલ મેષ સંક્રાંતિ

ચોથું શાહી સ્નાન : 27 એપ્રિલ વૈશાખ પુનમ

6 બીજા સ્નાન

14 જાન્યુઆરી 2021 મકર સંક્રાંતિ

11 ફેબ્રુઆરી મૌની અમાસ

16 ફેબ્રુઆરી વસંત પંચમી

27 ફેબ્રુઆરી માધ પુનમ

13 એપ્રિલ ચૈત્ર સુદ એકમ (હિન્દી નવું વર્ષ)

21 એપ્રિલ રામ નવમી

આ માહિતી ઝી ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.