આ મંદિરમાં ભ્રષ્ટ અધિકારીઓના આવવા પર છે પ્રતિબંધ, જાણો તેની પાછળનું કારણ. ભારતમાં ઘણા એવા મંદિર છે જ્યાં પુરુષોનું જવું પ્રતિબંધિત છે, અને ઘણા એવા મંદિર પણ છે, જ્યાં સ્ત્રીઓ નથી જઈ શકતી. હવે આ બંને પરિસ્થિતિઓ ઉપરાંત અને તમને એ જણાવીએ છીએ કે, ભારતમાં એક એવું મંદિર પણ છે, જ્યાં ભ્રષ્ટ માણસના જવા ઉપર મનાઈ છે. માનવામાં આવે છે કે આ મંદિરમાં ભ્રષ્ટ અધિકારીઓને આવવા ઉપર પ્રતિબંધ છે. આ મંદિરનું નામ ભ્રષ્ટ તંત્ર વિનાશક શની મંદિર.
ક્યાં આવેલું છે આ મંદિર? : ભ્રષ્ટ તંત્ર વિનાશક શની મંદિર ઉત્તર પ્રદેશના કાનપુરમાં આવેલું છે. આ મંદિર કાનપુર વિશ્વવિદ્યાલયની પાછળ એક ખાનગી જમીન ઉપર બનેલું છે. સામાન્ય લોકો માટે આ મંદિર હંમેશા માટે ખૂલું રહે છે પરંતુ અહિયાં કોઈ ભ્રષ્ટ માણસને નથી આવવા દેવામાં આવતા. આ મંદિરમાં શની દેવની ત્રણ મંત્રીઓ છે, જે એક બીજા તરફ પીઠ રાખેલા છે. કહેવામાં આવે છે કે આ મંદિર સામાજિક કાર્યકર્તા બોબી શર્મા દ્વારા બનાવવામાં આવ્યું હતું.
શું હતો ભ્રષ્ટ તંત્ર વિનાશક શની મંદિર બનાવવાનો હેતુ : આજે ભારત સહીત ભ્રષ્ટાચાર એક મુખ્ય સમસ્યા છે. ભ્રષ્ટાચારને દુર કરવા માટે અને ભ્રષ્ટ અધિકારીઓ અને નેતાઓને પાઠ ભણાવવા માટે આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તેનાથી સમાજમાં એ સંદેશ આપવામાં આવ્યો કે કોઈ પણ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરવા વાળા લોકોને સાથ ન આપે અને તેને પોતાના ભગવાન ન સમજે. સાથે જ ભ્રષ્ટ અધિકારીઓના આત્માને ઢંઢોળવા માટે અને તેને યોગ્ય માર્ગ ઉપર લાવવા માટે પણ આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
20 વર્ષમાં દુર થશે ભ્રષ્ટાચાર તો છે આ વ્યવસ્થા : આ મંદિરમાં શની દેવની મૂર્તિઓ સાથે સાથે ભગવાન બ્રહ્મા અને હનુમાનજીની મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી છે. પરંતુ અહિયાં મંદિરમાં તેલ, પ્રસાદ અને ઘંટી ચડાવવાની અહિયાં મનાઈ છે. લોકોની માન્યતા છે કે આ મંદિરમાં શની દેવના દર્શન કરવાથી ન્યાય પ્રાપ્ત થાય છે અને ભ્રષ્ટ લોકોને તેના ખરાબ કર્મો માટે સજા મળે છે. મંદિરમાં એ વ્યવસ્થા પણ છે કે જો આગલા 20 વર્ષોમાં દેશમાંથી ભ્રષ્ટાચાર દુર થાય છે તો અહિયાં મંત્રીઓ અને અધિકારીઓને પણ આવવા દેવામાં આવશે.
એકંદરે કહેવામાં આવે તો આ મંદિર દ્વારા સમાજને સુધારવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. પોતાની માનતાઓ પૂરી કરવા માટે તો લોકો મંદિરના ચક્કર લગાવે છે પરંતુ આ મંદિરમાં લોકો દેશની વ્યવસ્થા સુધારવાની કામના પણ કરે છે. સમાજના કુરીવાજોને દુર કરવા અને લોકતંત્રને ભ્રષ્ટાચારી નામના રાક્ષસની પકડ માંથી મુક્ત કરવો જ આ ભ્રષ્ટ તંત્ર વિનાશક શની મંદિરનો મુખ્ય ઉદેશ્ય કહેવામાં આવી શકે છે.
જો તમને સ્ટોરી સારી લાગી હોય તો તમારા મિત્રો, સંબંધિઓને અને ફેસબુક ઉપર જરૂર શેર કરશો જેથી તે પણ આ બાબતથી વાકેફ થઇ શકે. અને આવા પ્રકારના બીજા લેખ વાંચવા માટે જોડાયેલા રહો અને તેનો આનંદ ઉઠાવતા રહો.
આ માહિતી એસ્ટ્રો સેજ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.