વાંચો યમનોત્રી સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાની સાથે ત્યાં આવેલા ધાર્મિક સ્થળો વિષે. ઉત્તરાખંડ રાજ્યમાં આવેલી યમુના નદીનું ઉદ્દગમ સ્થાન યમુનોત્રી છે. યમુનોત્રીને હિંદુઓના ચાર મહત્વના તીર્થો માંથી એક માનવામાં આવે છે. અને તે સ્થાન છે, જ્યાંથી પવિત્ર યમુના નદી નીકળે છે. અહિયાં દર વર્ષે, ગરમીઓમાં મોટા પ્રમાણમાં તીર્થયાત્રી આવે છે. પુરાણો મુજબ યમુના નદી સૂર્યની પુત્રી અને મૃત્યુના દેવતા યમની બહેન છે.
માન્યતા છે કે જે વ્યક્તિ યમુનામાં સ્નાન કરે છે, તેને યમ મૃત્યુ વખતે કષ્ટ નથી આપતા. યમુનોત્રી પાસે જ થોડા ગરમ પાણીના કુંડ છે. તીર્થ યાત્રી આ સ્ત્રોતના પાણીમાં જ પોતાનું ભોજન પકાવે છે. યમુનાજીનું મંદિર અહિયાંનું મુખ્ય દર્શનીય મંદિર છે. આગળ યમુનોત્રીની પૌરાણીક માન્યતા છે? અને આ ધામમાં બીજા ક્યા ક્યા દર્શનીય સ્થળ છે, તેના વિષે જાણીએ.
યમુનોત્રીની પૌરાણીક કથા : એક બીજી કથા મુજબ સૂર્યની પત્ની છાંયા માંથી યમુના અને યમરાજ જન્મ્યા. યમુના નદીના રૂપમાં પૃથ્વી ઉપર વહેવા લાગી અને યમદેવને યમલોક મળ્યું. કહેવામાં આવે છે કે યમુનાએ તેના ભાઈ યમરાજ પાસે ભાઈબીજના પ્રસંગ ઉપર વરદાન માગ્યું કે આ દિવસે જે યમુનામાં સ્નાન કરે તેને યમલોક ન જવું પડે. એટલા માટે માનવામાં આવે છે કે જે કોઈ પણ વ્યક્તિ યમુનાના પવિત્ર જળમાં ભાઈબીજના દિવસે સ્નાન કરે છે. તે અકાળ મૃત્યુના ભયથી મુક્ત થઇ જાય છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. એવી માન્યતાને કારણે અહિયાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ આવે છે.
પૌરાણીક કથા મુજબ મહર્ષિ અસિતનો આશ્રમ અહિયાં યમુનોત્રીમાં હતો. પરંતુ તે રોજ સ્નાન કરવા ગંગાજી જતા હતા અને સ્નાન કરી પાછા ફરતા હતા. જયારે મહર્ષિ અસિત વુંર્દ્ધાવસ્થામાં પહોચી ગયા, તો તેના માટે દુર્ગમ પવર્તીય રસ્તા રોજ પાર કરવા મુશ્કેલ બની ગયા. કહેવામાં આવે છે કે ત્યારે ગંગાજીએ પોતાનું એક નાનું ઝરણું ઋષિના આશ્રમ પાસે પ્રગટ કર્યું. તે ઉજવળ જટાનું ઝરણું આજે પણ ત્યાં છે. યમુનોત્રી ધામ ગયેલા શ્રદ્ધાળુ અહિયાં જરૂર જાય છે.
યમુનોત્રીના દર્શનીય સ્થળ : યમુનોત્રી ધામના યમુનાજીનું મંદિર શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર છે. તે ઉપરાંત અહિયાં સૂર્ય કુંડ, ગૌરી કુંડ અને ખરસાલી મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે.
યમુના મંદિર : યમુના ધામમાં યમુના મંદિર છે. ઉપલબ્ધ જાણકારી મુજબ મંદિરનું નિર્માણ ઈ.સ. 1855માં ગઢવાલ નરેશ સુદર્શન શાહે કરાવ્યું હતું. યમુનોત્રી મંદિરના દ્વારા વૈશાખ મહિનાના સુદ અક્ષય તૃતીયાના રોજ ખોલ્યા અને કારતક મહિનાની યમ દ્વિતીયાના રોજ બંધ કરી દેવામાં આવ્યા છે.
સૂર્યકુંડ : આ કુંડ સૌથી મહત્વપૂર્ણ ગરમ પાણીનો સ્ત્રોત માનવામાં આવે છે. આ સ્ત્રોત માંથી પ્રસાદ તૈયાર કરવા માટે ચોખા અને બટેટાને એક મુલાયમ કપડામાં રાખીને ગરમ ઉકળતા પાણીમાં ડુબાડીને પકાવવામાં આવે છે. કુંડને લઈને માન્યતા છે કે સૂર્ય દેવ તેની દીકરી યમુનાને મળવા માટે અહિયાં પ્રગટ થયા હતા.
ગૌરી કુંડ : આ કુંડના પાણી ન તો વધુ ગરમ અને ન તો વધુ ઠંડું છે. એટલા માટે કુંડના પાણીનો ઉપયોગ શ્રદ્ધાળુ સ્નાન કરવા માટે કરે છે. ત્યાર પછી શ્રદ્ધાળુ પાસેના જ આવેલા દિવ્ય શીલાની પૂજા કરી યમુનાની આરતી કરે છે.
ખરસાલી : યમુનોત્રી પાસે આવેલા એક નાનું એવું ગામ છે. અહિયાં ઘણા પ્રાકૃતિક ઝરણા અને ભગવાન શિવ ને સમર્પિત એક પ્રાચીન મંદિર છે. યમુનોત્રી મંદિર પાસે દિવ્ય શીલા નામનો એક પવિત્ર પથ્થર છે. ધામ આવેલા ભક્તગણ યમુનોત્રી મંદિરમાં જતા પહેલા દિવ્ય શીલાની પૂજા કરે છે.
યમુનોત્રી કેવી રીતે પહોચવું? યમુનોત્રી સુધી આવવાના ઘણા માધ્યમો દ્વારા પહોચી શકાય છે, પરંતુ સૌથી ઉત્તમ રસ્તો રોડ રસ્તો જ છે. અહિયાં અમે તમને યમુનોત્રી પહોચવાના ત્રણ રસ્તા વિષે જણાવી રહ્યા છીએ.
વિમાન માર્ગ : યમુનોત્રીની સૌથી નજીકનું વિમાનઘર દહેરાદુનનું જોલી ગ્રાંટ વિમાનઘર છે. જે યમુનોત્રીથી લગભગ 210 કિલોમીટર દુર આવેલું છે. દિલ્હીથી આ વિમાનઘર માટે રોજ વિમાન ઉપલબ્ધ છે. તે ઉપરાંત શ્રદ્ધાળુ દહેરાદુનથી હેલિકોપ્ટર સર્વિસ પણ લઇ શકે છે, જે એક જ દિવસમાં યમુનોત્રીના દર્શન કરાવી પાછા દહેરાદુન પાછા લાવશે.
રેલ રસ્તે : યમુનોત્રીની સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દહેરાદુનનું છે, જે લગભગ 175 કિલોમીટર દુર છે. તે ઉપરાંત ઋષિકેશનું રેલ્વે સ્ટેશન નજીક 200 કિલોમીટર દુર આવેલું છે. આ રેલ્વે સ્ટેશન દેશના બીજા રેલ્વે સ્ટેશન સાથે સારી રીતે જોડાયેલું છે. અહિયાંથી તમે રોડ રસ્તે આવવાની સફર ગોઠવી શકો છો.
રોડ રસ્તે : યમુનોત્રી મંદિર સુધી પહોચવા માટે માત્ર આ એક ઉત્તમ રસ્તો છે. યમુનોત્રી માટે ઘરાસુ સુધીનો રસ્તો છે જે ગંગોત્રીનો છે. ઘરાસુથી યમુનોત્રી અને ગંગોત્રીના રસ્તા અલગ થઇ જાય છે. અહીં પહોચવાનો સૌથી સારો રસ્તો બંડકોટ-દહેરાદુન થઈને નીકળે છે. ત્યાર પછી બસના માધ્યમથી ઘરાસુથી યમુનોત્રી તરફ બડકોટ પછી જાનકી ચટ્ટી સુધીનો પ્રવાસ કરવાનો હોય છે. જાનકી ચટ્ટીથી 6 કિલોમીટર પગપાળા કરી યમુનોત્રી ધામ પહોચી શકાય છે.
આ માહિતી એસ્ટ્રો યોગી અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.