જાન્યુઆરી 2022 નું તહેવારોનું લિસ્ટ, જાણો ક્યારે છે મકર સંક્રાતિ, પુત્રદા એકાદશી, પોષી પૂર્ણિમા વગેરે પર્વ.

0
1198

હિંદુ કેલેન્ડરના હિસાબે જાણો જાન્યુઆરી 2022 માં આવતા તહેવારોની યાદી, આ દિવસે છે માસિક શિવરાત્રી.

નવું વર્ષ શરૂ થવામાં થોડા દિવસો જ બાકી છે. દરેક વ્યક્તિ નવા વર્ષમાં નવી શરૂઆત કરવા માંગે છે. 2020 અને 2021 માં જે રીતે રોગચાળો ફાટી નીકળ્યો તેનાથી રોજગાર પર અસર પડી, અને એવું આ વર્ષે ન થાય તેવી સૌની પ્રાર્થના છે. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે, નવા વર્ષમાં આવનારા તહેવારો આનંદ અને ઉલ્લાસ સાથે ઉજવવામાં આવે. નવા વર્ષમાં મોટા તહેવારો 1 જાન્યુઆરીથી શરૂ થશે જ્યારે સમગ્ર વિશ્વ નવા વર્ષની ઉજવણી કરશે. આ દિવસે તમામ સ્થળોએ રજા રહે છે.

હિંદુ કેલેન્ડર મુજબ, જાન્યુઆરી 2022 નો પહેલો મોટો તહેવાર મકરસંક્રાંતિ હશે. તેના એક દિવસ પહેલા એટલે કે 13 જાન્યુઆરી, 2022 ના રોજ લોહડી ઉજવવામાં આવશે. 14 જાન્યુઆરી, 2022 ના રોજ મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણ સાથે પોંગલની ઉજવણી કરવામાં આવશે. 23 જાન્યુઆરી 2022 ના રોજ સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ ઉજવવામાં આવશે. એ પછીનો રાષ્ટ્રીય તહેવાર ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી, બુધવારે ઉજવવામાં આવશે. અહીં જુઓ જાન્યુઆરી 2022 ના તહેવારોનું લીસ્ટ.

હિંદુ કેલેન્ડર જાન્યુઆરી 2022 :

1 જાન્યુઆરી (શનિવાર) : નવું વર્ષ, માસિક શિવરાત્રી

2 જાન્યુઆરી (રવિવાર) : અમાસ, પ્રકૃતિ દિવસ

3 જાન્યુઆરી (સોમવાર) : ચંદ્ર દર્શન, સોમવાર વ્રત

6 જાન્યુઆરી (ગુરુવાર) : વરદ ચતુર્થી

8 જાન્યુઆરી (શનિવાર) : છઠ

9 જાન્યુઆરી (રવિવાર) : ગુરુ ગોવિંદસિંહ જયંતિ

10 જાન્યુઆરી (સોમવાર) : દુર્ગાષ્ટમી વ્રત

12 જાન્યુઆરી (બુધવાર) : રાષ્ટ્રીય યુવા દિવસ, સ્વામી વિવેકાનંદ જયંતિ

13 જાન્યુઆરી (ગુરુવાર) : લોહડી (લોહરી), પુત્રદા એકાદશી, વૈકુંઠ એકાદશી

14 જાન્યુઆરી (શુક્રવાર) : ગંગા સાગર સ્નાન, કૂર્મ બારસ વ્રત, મકર સંક્રાંતિ, રોહિણી વ્રત, પોંગલ

15 જાન્યુઆરી (શનિવાર) : પ્રદોષ વ્રત

17 જાન્યુઆરી (સોમવાર) : માઘસ્નાન શરૂઆત, પોષ પૂનમ, સત્ય વ્રત, પૂનમનું વ્રત, પોષી પૂર્ણિમા

21 જાન્યુઆરી (શુક્રવાર) : સંકષ્ટી ગણેશ ચતુર્થી, સંકટ ચોથ

25 જાન્યુઆરી (મંગળવાર) : કાલાષ્ટમી

26 જાન્યુઆરી (બુધવાર) : ગણતંત્ર દિવસ

28 જાન્યુઆરી (શુક્રવાર) : ષટતિલા એકાદશી

30 જાન્યુઆરી (રવિવાર) : માસિક શિવરાત્રી, પ્રદોષ વ્રત, ગાંધી પૂણ્યતિથિ

આ માહિતી નઈ દુનિયા અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.