જેમની પાસે હોય છે આ 5 વસ્તુઓ તે જીવનમાં રહે છે સુખી, જાણો સુખી થવાની 5 ચાવી જે વિદુરે આપી છે.

0
453

મહાભારતમાં કૌરવ-પાંડવની કથા દ્વારા જીવનને સુખી અને સફળ બનાવવાના સૂત્રો જણાવવામાં આવ્યા છે. મહાભારતમાં વિદુર અને ધૃતરાષ્ટ્ર વચ્ચેના સંવાદો છે, જે વિદુર નીતિ તરીકે ઓળખાય છે. આ નીતિઓને જીવનમાં લાગુ કરવાથી આપણી ઘણી સમસ્યાઓનો અંત આવી શકે છે.

ધન-સંપત્તિ, સ્વાસ્થ્ય, વાત માનતા (આજ્ઞાકારી) સંતાન, સમજદાર જીવનસાથી અને પૈસા કમાવવામાં મદદરૂપ થાય એવી વિદ્યા, જેમના જીવનમાં આ 5 વસ્તુઓ હોય છે, તેમનું જીવન હંમેશા સુખી રહે છે.

જો પુરતી ધન-સંપત્તિ હશે તો આપણે આપણી જરૂરિયાતો પૂરી કરી શકીશું અને ખરાબ સમયમાં પૈસાના કારણે ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. ધન-સંપત્તિ છે, પરંતુ જો સ્વાસ્થ્ય સારું ન હોય તો તે ધન-સંપત્તિનો યોગ્ય રીતે આનંદ લઈ શકાતો નથી. એટલા માટે સારું સ્વાસ્થ્ય પણ મહત્વનું છે. સંતાન છે પણ જો તે તમારી વાત નથી માનતું તો પરિવારમાં કલેશ થતા રહે છે. જો સંતાન આજ્ઞાકારી હોય તો ઘરમાં સુખ-શાંતિ રહે છે.

જે લોકોના જીવનસાથી ખરાબ સમયમાં પણ સાથે રહે છે તેઓ મુશ્કેલ પરિસ્થિતિઓને પણ સરળતાથી પાર કરી શકે છે. જો આપણી પાસે પૈસા કમાવવા માટે કોઈ કૌશલ્ય, કળા કે વિદ્યા હોય તો આપણે કોઈપણ પરિસ્થિતિમાં અને કોઈપણ જગ્યાએ જીવન માટે જરૂરી વસ્તુઓ મેળવી શકીએ છીએ. આ પાંચ બાબતોની સાથે વ્યક્તિએ ધીરજ પણ રાખવી જોઈએ. પરિસ્થિતિ ગમે તે હોય, આપણે નકામી ઉતાવળ ન કરવી જોઈએ, નહીં તો પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે.

વિદુર સાથે જોડાયેલી ખાસ વાતો : વિદુર એક દાસીના પુત્ર અને કૌરવોના મહામંત્રી હતા. તેઓ ધર્મરાજનો અવતાર માનવામાં આવે છે અને તે મહાભારતના મહાન પાત્રોમાંના એક હતા. દાસીના પુત્ર હોવા છતાં મહાભારતમાં વિદુરની ભૂમિકા મહત્વની છે. વિદુરે સમયાંતરે ધૃતરાષ્ટ્રને અન્યાય કરતા રોકવાના પ્રયત્ન કર્યા હતા, પરંતુ ધૃતરાષ્ટ્રએ તેમની વાત સાંભળી નહીં. વિદુરે પાંડવોને એવી ઘણી નીતિઓ કહી હતી, જેને અપનાવીને તેઓ ઘણી મુશ્કેલીઓમાંથી બચી ગયા હતા. વિદુરે વિદુર નીતિ નામના ગ્રંથની રચના કરી હતી.

આપણે પણ આ વાતો જીવનમાં ઉતારવી જોઈએ જેથી સુખી જીવન જીવી શકીએ.

આ માહિતી દૈનિક ભાસ્કર અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.