‘જેના પૈસા મળશે એ જ કામ કરીશ’ – આવું વિચારવા વાળા આ સ્ટોરી જરૂર વાંચે.

0
713

અજાણતામાં મહિલા પોતાના બાળકોને કાણાંવાળી હોડીમાં ફરવા લઇ ગઈ, પછી જે થયું તે સારી શીખ આપે છે.

જેટલા પૈસા – એટલું કામ, આપણી આ વિચારસરણી ભવિષ્યમાં આપણને આગળ વધવાથી રોકે છે અને તેના લીધે આપણી સાથે સાથે અન્ય લોકોએ પણ ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આજે આપણે એક એવો પ્રસંગ જાણીશું જે આપણને હંમેશા આપણું સર્વશ્રેષ્ઠ આપવા પ્રેરિત કરશે.

સમુદ્ર કાંઠે એક વેપારીનું ઘર હતું. તેની પાસે એક હોડી હતી, જેના વડે તે વેપાર કરતો હતો. આ હોડીમાં તે ક્યારેક ક્યારેક પોતાની પત્ની અને બાળકોને સમુદ્રની સફરે પણ લઇ જતો હતો. એક વખત જયારે વેપારી હોડીમાં પ્રવાસ કરી રહ્યો હતો, ત્યારે તેણે જોયું કે હોડીનો રંગ ઘણી જગ્યાએથી ઝાંખો પડી ગયો હતો. તેણે ઘરે આવીને રંગકામ કરતા કારીગરને કહ્યું કે, કાલે મારી હોડીને નવો રંગ કરી દેજે. કારીગરે બીજા દિવસે એ કામ કરવાનું કહ્યું.

બીજા દિવસે વેપારીએ કોઈ કામથી બીજા શહેર જવાનું થયું અને તે ઉતાવળમાં હોડી પર ચડી ગયો. પણ પછી તેને યાદ આવ્યું કે આજે તો તેની હોડીને નવો રંગ કરવાનો છે. રંગની વાત યાદ આવતા જ તે હોડી માંથી ઉતરવા લાગ્યો, ત્યારે તેણે જોયું કે તેની હોડીમાં કાણું પડી ગયું છે. તે વિચારવા લાગ્યો કે સારું થયું હોડીનું કાણું હમણાં જ દેખાઈ ગયું, નહી તો કોઈ મોટો અકસ્માત થઇ શકતો હતો.

વેપારીએ વિચાર્યું સાંજે આવીને આ કાણું ઠીક કરાવી લઈશ, ત્યાં સુધીમાં હોડીને નવો રંગ પણ થઇ જશે. આવું વિચારીને તે વેપારી બીજા શહેર જતો રહ્યો. રાત્રે મોડું થવાને કારણે તે ઘરે ન આવી શક્યો તો તેણે વિચાર્યું કે, બીજા દિવસે સવારે વહેલા ઘરે પહોંચી જઈશ. બીજા દિવસે જયારે વેપારી આવ્યો તો તેણે જોયું કે તેની હોડી તેની જગ્યા ઉપર ન હતી. પૂછપરછ કરી તો પાડોશીઓએ જણાવ્યું કે, તેમની પત્ની બાળકો સાથે હોડીમાં ફરવા ગઈ છે.

આટલું સંભાળતા તેને હોડીમાં પડેલું કાણું યાદ આવ્યું અને તેના હોંશ ઉડી ગયા. તે જોર જોરથી રડવા લાગ્યો. પાડોશીઓ તેના રડવાનું કારણ પૂછ્યું તો તેણે પોતાની સંપૂર્ણ વાત જણાવી. તેની વાત સાંભળતા જ પાડોશીઓ પણ ગભરાઈ ગયા. એટલામાં એક વ્યક્તિએ જોયું કે તે વેપારીની હોડી ધીમે ધીમે કાંઠા તરફ આવી રહી છે. તેને જોઈને વેપારી ખુશ થઇ ગયો. જયારે તેણે પોતાની પત્નીને સંપૂર્ણ વાત જણાવી તો તે પણ ખુબ ગભરાઈ ગઈ. પછી જયારે વેપારીએ હોડીમાં જઈને જોયું તો તે કાણું કામ ચલાઉ રીતે રીપેર કરવામાં આવ્યું હતું અને હોડી ઉપર નવો રંગ પણ કરી દીધો હતો.

વેપારી સમજી ગયો કે આ કામ તે રંગ કરવા વાળા કારીગરે જ કર્યું છે. વેપારીએ તેને બોલાવ્યો અને પૂછ્યું, શું આ કાણાંનું રીપેરીંગ તેં કર્યું છે? તો તે કારીગર બોલ્યો, હા. જયારે હું હોડીને રંગી રહ્યો હતો ત્યારે મારું ધ્યાન તે કાણાં ઉપર ગયું અને મેં વિચાર્યું કે કાણાં વાળી હોડી ઉપર નવો રંગ કરવાનો પણ શું લાભ? હોડીનો ઉપયોગ તો પાણીમાં થાય છે એટલા માટે રંગથી પણ આ કાણું રીપેર કરવું વધુ જરૂરી હતું.

કારીગરની વાતો સાંભળીને લોકો ઘણા ખુશ થયા અને તેના કાર્ય પ્રત્યેની નિષ્ઠા અને વ્યવહારિક સમજની ખુબ પ્રસંશા કરવા લાગ્યા. વેપારીએ તેને કોટી કોટી વંદન કર્યા અને ઇનામ પણ આપ્યું.

શીખ : કામને ક્યારેય ટાળો નહિ. આજના કામને કાલ ઉપર ટાળવું નુકશાનકારક છે. એમ કરવાથી ઘણી વખત આપણે મુશ્કેલોઓનો સામનો કરવો પડે છે અને નુકશાન પણ થઈ શકે છે. આ આદત વહેલી તકે દુર કરવી જોઈએ અને કોઈ પણ કામ કરો તેમાં પોતાની બુદ્ધિનો ઉપયોગ કરો. આપણે દરેક કામમાં આપણું સર્વશ્રેષ્ઠ આપવું જોઈએ. કામ નાનું હોય કે મોટું. દરેક કામનું પોતાનું એક મહત્વ હોય છે. સતત સર્વશ્રેષ્ઠ આપવાથી જ સમાજમાં આપણું માન સન્માન વધશે અને પ્રગતિ પણ થશે.

આ માહિતી એશિયા નેટ ન્યુઝ અને અન્ય નેશનલ ન્યુઝ એજન્સીઓના ન્યુઝ આર્ટિકલ માંથી સંપાદન કરી લીધેલ છે.