જેને દીકરી બોજ લાગે છે તેવા વ્યક્તિએ બનાવડાવી માતાજીની મૂર્તિ, પછી જે લીલા થઈ તે અલૌકિક છે.

0
562

લઘુકથા – મૂર્તિ :

– માણેકલાલ પટેલ.

આલોકનું કામ નાની- મોટી મૂર્તિઓ બનાવવાનું હતું. આરસને ટાંકણાથી કોતરીને મૂર્તિઓ બનાવવા ઘણા કારીગરો એની પાસે કામ કરતા હતા.

એના આંગણામાં હનુમાનજી, ગણપતિ તેમજ અનેક દેવ- દેવીઓની મૂર્તિઓ શોભાયમાન થઈ રહી હતી.

આજુબાજુનાં ઘણાં ગામના લોકો અહીં મૂર્તિઓ ખરીદવા માટે આવતા હતા.

સાંજના ચારેક વાગ્યા હશે ત્યારે એક યુવાન સ્ત્રી મૂર્તિ ખરીદવા માટે આવી.

આથમતા સૂરજનાં સોનેરી કિરણો એ મૂર્તિઓ પર પડતાં હોઈ આખું આંગણું દેવતાઓનો મેળો ભરાયો હોય તેવું આકર્ષક ભાસતું હતું.

પેલી સ્ત્રી એક મૂર્તિને અપલક નજરે નિહાળી રહી. અદભૂત મૂર્તિ હતી એ. પાકા રંગને લીધે એ મનમોહક લાગતી હતી. એની આંખોની ચમક અનેરી હતી.

ચારે હાથમાં ધારણ કરેલ હથિ આરો શૌર્યતાનું પ્રતિક હોય તેમ ભાસી રહ્યાં હતાં. લાગતું હતું કે આ મુર્તિ હમણાં જ બોલી ઊઠશે !!

પેલી સ્ત્રીએ એ મૂર્તિ હાથમાં લઈ પૂછ્યું :- “શું કિંમત છે, આની?”

આલોકે કહ્યું :- “બેન ! આતો ખાસ ઓર્ડરથી બનાવડાવેલી છે એટલે……..”

અને એક દીકરી પછી બીજી દીકરીને જન્મ આપતાં થોડા દિવસો પહેલાં જ એને હડધૂત કરીનેકા ઢીમૂકનાર વિશાલનું નામ સાંભળતાં જ એના હાથમાં રહેલી માતાજીની મૂર્તિ નીચે પડી ગઈ.

– માણેકલાલ પટેલ.

વિશાલ એટલે એ સ્ત્રીનો પતિ જેને દીકરી (સ્ત્રી) બોજ લાગે છે પણ ઘરમાં મૂર્તિ માતાજીની રાખવી છે. પણ માતાજી પણ તેના ઘરે રહેવા તૈયાર નથી એટલે મૂર્તિ લપસીને નીચે પડી જાય છે અને તૂટી જાય છે.