જિંદગી નો મતલબ શું?
અધૂરા ઉદેશ્યો,
પુરી ન થયેલી અપેક્ષાઓ,
દબાયેલા ઉદ્વેગો,
કુદરતે બાંધેલા સંબંધો,
વણજોઇતી સંવેદનાઓ,
જેમતેમ વીતેલો સમય
કે બાકી રહેલુ અણધાર્યુ ભવિષ્ય?
બિલકુલ નહીં.
જિંદગી એટલે………
તમારા સંતાન ની સવારની પહેલી મુસ્કાન,
તમારા મિત્રોની શુભેચ્છાઓ,
પતંગિયાના રંગ જોઈ અનુભવેલો આનંદ,
વરસાદના ટીપા હાથમાં લઈ તેની જોડે રમવૂ,
થાકીને સાંજે ઘરે જાવ તો જીવનસાથીનો મીઠો આવકાર,
લોથપોથ થઈને મીઠી ઉંઘને બોલાવવુ તે,
અધૂરી ઈચ્છાઓને શ્વપ્નોમાં પુરી થયેલ જોવુ,
પુરી થયેલા ઉદેશ્યોને મન ભરીને માણવૂ.
ઈશ્વરે આપેલ દરેક સુખ માટે આભાર માનવો તે,
કોઇ દુખિયારાને બે ક્ષણ માટે પણ આનંદ આપવો મતલબ જિંદગી.
(સાભાર હિતેશ રાયચુરા, અમર કથાઓ ગ્રુપ)
મિત્રો, કવિ કરસનદાસ માણેકની એક રચનામાં તમને જીવનની વાસ્તવિકતા જાણવા મળશે. આવો જાણીએ કવિ આપણને શું કહેવા માંગે છે.
હું પૂછું તને કીરતાર! તારે ઘેર કાં અંધેર છે?
સંતને શૂળી ને દુર્જન ને લીલા લહેર છે,
મને એ સમજાતું નથી, કે શાને આવું થાય છે?
આજે ફૂલડાં ડૂ બી જતાં, ને પથ્થરો તરી જાય છે,
ટળવળે તરસ્યાં, ત્યાં જ વાદળી વેરણ બને,
એ જ રણ માં ધૂમ મુસળધાર વરસી જાય છે,
ઘર વિનાના ઘૂમે હજારો, ઠોકરો ખાતા ઠેરઠેર,
ને ગગન ચૂંબી મહેલો જન સૂના રહી જાય છે,
પામે છે દંડ દે વડીયે, ચોર મૂઠી જારના,
લાખોના ઘઉં હડ પનારા, મહેફિલે મંડાય છે,
કામધેનું ને મળે ના, એક સુકું તણખલું,
લીલાછમ ખેતરો, કાળા આખલા ચરી જાય છે,
છે આજે ગરીબોના કૂબામાં તેલનું ટીપુંય દોહ્યલું,
ને શ્રીમંતોની કબરો ઉપર ઘી ના દીવા થાય છે…
– કવિ કરસનદાસ માણેક